Western Times News

Gujarati News

ભવિષ્યમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની જગ્યા લઈ શકે એવું કોણ છે ?!

બ્રિટન, અમેરિકા, ભારતના વિકાસમાં યુવા નેતૃત્વનો ફાળો અગત્યનો રહ્યો છે ત્યારે હવે ભારતની લોકશાહીનું નેતૃત્વ કરી શકે 

તસ્વીર અમેરિકાના વ્હાઈટ હાઉસની છે ! જેમાં અત્યાર સુધીમાં જે યુવા પ્રમુખોએ અમેરિકાનું સુકાન સંભાળ્યુ તેની તસ્વીરો છે ! જેમાં ડાબી બાજુથી સુવિખ્યાત પ્રમુખ અબ્રાહમ લિંકનની છે, એન્ડ્રયુ જહોન્સન, યુલિસેસ, સિયસન ગ્રાન્ટ, ચેસ્ટર એલન, જેમ્સ મુનરો, આર્થર ગ્રોવર, થિયોડોર રૂઝવેલ્ટ, જહોન એફ. કેનેડી, જીમી કાર્ટર, રોનાલ્ડ રીગન, બીલકલીન્ટન, બરાક ઓબામાની છે ! જેમણે યુવા પ્રમુખ તરીકે અમેરિકાનું નેતૃત્વ સંભાળ્યું હતું ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓમાં રૂઢિચુસ્ત પ્રજા અને સમાજવાદી પક્ષ વચ્ચે કાંટાળી ટકકર હોય છે ! અમેરિકામાં ડેમોક્રેટીક પક્ષ અને રીપબ્લિકન પક્ષ વચ્ચે રસપ્રદ વ્યુહાત્મક ચૂંટણી જંગ હોય છે પરંતુ અમેરિકાની લોકશાહી યુવાનોને નેતૃત્વ કરવાની તક આપે છે અને બે ટર્મ સિવાય વધુ કોઈ પ્રમુખ દેશનું સુકાન સંભાળી શકતા નથી ?!

બ્રિટીશ રાજનિતિજ્ઞ પ્રોફેસર ડાઈસી કહે છે કે, “બ્રિટનના રાજકીય નેતૃત્વ એ જે સંસદીય પધ્ધતિ સ્વીકારી છે તેમાં “કાયદાના શાસન”ને મહત્વ આપ્યુ છે”!! જયારે અમેરિકાના પ્રમુખ વૃડ્રો વિલ્સન કહે છે કે, “સર્વાેપરી અદાલત એ બંધારણીય સભા છે જેની બેઠક સતત ચાલુ છે એટલે અમેરિકાનું બંધારણ અદાલતી સમીક્ષા પર ભાર મુકે છે”!! બ્રિટનની લોકશાહીમાં દ્વિપક્ષીય રાજકીય પ્રથા અÂસ્તત્વમાં આવી છે !!

જયારે અમેરિકાની લોકશાહીમાં પણ દ્વિપક્ષીય રાજકીય પ્રથાનો અમેરિકન પ્રજાજનોએ સ્વીકાર કર્યાે છે !! બ્રિટનમાં મજુર પક્ષ અને રૂઢિચુસ્ત પક્ષ એ બે મુખ્ય મોટા પક્ષો છે જયારે અમેરિકામાં ડેમોક્રેટીક પક્ષ અને રિપબ્લિકન પક્ષ એ મુખ્ય છે ! કેટલાક નાના પક્ષો છે પણ પ્રજા સમજદારીથી બે જ રાજકીય પક્ષોને વારાફરતી તક આપે છે ! એકમાં સંસદીય લોકશાહી છે ! બીજામાં પ્રમુખ પÂધ્ધતિવાળી લોકશાહી છે પણ “લોકશાહી” છે !

પશ્ચિમના દેશોમાં વિરોધ પક્ષ મુકત લોકશાહીની વાત થતી નથી અને થાય તો લોકો સ્વીકારે તેમ નથી. જયારે ભારત લોકશાહી છે દેશ છે પરંતુ લોકશાહી સામે સતત પડકારો રહે છે જે આપણાં આર્ટીિફશીયલ ઈન્ટેલીજન્સ લોકો “આ સત્ય” ઓછું સમજી શકે છે એ જ આપણાં દેશમાં મોટો પડકાર છે !!

બ્રિટીશ સંસદીય લોકશાહી એ લોકશાહીની માતા છે ! જયાં ‘કાયદાનું શાસન’ એ ભારતની લોકશાહીનો આધાર છે અને બ્રિટનના લોકોએ દ્વિપક્ષીય પક્ષ પધ્ધતિ સ્વીકારી નેતા ચૂંટે છે અને દરેકને સતત તક આપે છે ?!

બ્રિટન એ સંસદીય લોકશાહીમાં શ્રધ્ધા ધરાવતો દેશ છે ! જેમાં લોકસભા અને રાજયસભા છે ! વર્ષ ૧૮૩૨ માં રિફોમ એકટ આવ્યો તે સમયે ટોરીયસ હતો જે આજનો “રૂઢિચુસ્ત પક્ષ” છે બીજા પક્ષ તરીકે ૨૦ મી સદીમાં મજૂર પક્ષ અÂસ્તત્વમાં આવ્યો ! એક ઉદાહરણ તરીકે જોવામાં આવે તો વર્ષ ૧૯૫૧ માં વિન્સ્ટન ચર્ચિલ રૂઢિચુસ્ત પક્ષમાંથી ૩૨૧ મતે સંસદમાં વડાપ્રધાન બનેલા અને તે સમયે મજૂર પક્ષના ૨૯૫ સાંસદ સભ્યો ચૂંટાયા હતાં !

આમ બ્રિટનમં વિરોધ પક્ષ મજબુતીથી લોકો ચૂંટી કાઢે છે ! વર્ષ ૧૯૬૪ ની ચૂંટણીમાં મજૂર પક્ષના હેરેલ્ડ વિલ્સન ૩૧૭ મતથી સંસદમાં વડાપ્રધાન બનેલા જયારે તેમની સામેના રૂઢિચુસ્ત પક્ષને ૩૦૪ મત મળેલા પણ બ્રિટનમાં ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવાની વાત થતી નથી ! આ બ્રિટનની સંસદીય પક્ષ પધ્ધતિની પ્રતિષ્ઠા છે ! ત્યાં દ્વિપક્ષીય પધ્ધતિ છે તે લોકો એકના એક પક્ષની સરકારને ચૂંટતા નથી અને પક્ષ શું મેનીફેસ્ટો જાહેર કરે છે તે જોઈ મતદાન કરે છે ! અને કાયદો સર્વાેપરી છે ! “નેતાઓ નહીં” ?! વડાપ્રધાન કાયદાના શાસનનો ભંગ કરે તો તેમને પણ સજા થઈ શકે છે ! માટે “કાયદાનું શાસન” એ બ્રિટીશ સંસદીય પધ્ધતિનો મુખ્ય સિધ્ધાંત છે ! વિચારો ભારતમાં શું ચાલી રહ્યું છે ?!

અમેરિકામાં બંધારણીય પ્રમુખશાહી લોકશાહી પ્રથા છે ! અને દ્વિપક્ષીય રાજકીય પ્રથા અમેરિકન નાગરિકોએ સફળ બનાવી છે ! અને અમેરિકામાં નાની વયના ઉમેદવારને પણ અમેરિકનો “પ્રમુખ” તરીકે ચૂંટી કાઢે છે ! અને દરેક રાજકીય પક્ષોને “સતત તક” અપાય છે ! માટે અમેરિકામાં દ્વિપક્ષીય રાજકીય પ્રથા સફળ થઈ છે !!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “શ્રી ઈશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા બન્ને સાથે જ આપ્યા છે”!! અમેરિકામાં પ્રમુખશાહી લોકશાહી છે ! ત્યાંની પાર્લામેન્ટ “કોંગ્રેસ” અને “સેનેટ” તરીકે ઓળખાય છે !

કોંગ્રેસમાં ડાયરેકટ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ બેસે છે ! જયારે બીજા ગૃહમાં સેનેટમાં એકમ રાજયો વસ્તી ગમે તેટલી હોય પણ સમાન સંખ્યામાં પ્રતિનિધિ મોકલે છે આ અમેરિકાની લોકશાહી રાજય વ્યવસ્થાની આગવી પધ્ધતિ છે ! અમેરિકામાં દર ચાર વર્ષે પ્રમુખની ચૂંટણી થાય છે અને વધારેમાં વધારે બેટર્મ માટે ચૂંટણીલડી શકે છે ! પછી તે નિવૃત્ત થઈ જાય છે !

ભારતમાં તો કોઈ નવાને તક ભાગ્યે જ અપાય છે ! અમેરિકામાં અબ્રાહમ લિંકન, એન્ડ્રયુ જહોન્સન, યુબીસેસ સીપસન ગ્રાંટ, ચેસ્ટર એલેન જેમ્સ મુનરો, આર્થર ગ્રોવર, કલીવલૈડ, થિયોડોર રૂઝવૈલટ, જહોન એફ. કેનેડી, જીમી કાર્ટર, રોનાલ્ડ રીગન, બીલકલીન્ટન, બરાક ઓબામા જેવા અનેક અમેરિકન પ્રમુખોએ નાની ઉંમરે અમેરિકા જેવા મહાસત્તા દેશનું સુકાન સંભાળ્યું હતું ! અમેરિકન પ્રજાજનો દરેકને તક આપે છે માટે આજદિન સુધી અમેરિકાને ૪૮ પ્રમુખો મળ્યા છે !

અમેરિકા એ લોકશાહીનું નેતૃત્વ કરતું રહ્યું છે ! જેમાં ૨૦ વખત ડેમોક્રેટીક પક્ષના પ્રમુખો ચૂંટાયા છે ! જયારે રર વખત રિપબ્લિકન અથવા ફડરાલીસ્ટ પક્ષના નામથી પ્રમુખ ચૂંટાય છે ! પરંતુ અમેરિકામાં અદાલતી સમીક્ષા એ બંધારણનો આત્મા હોઈ, અમેરિકામાં સુપ્રિમ કોર્ટ એ સર્વાેપરી છે ! સતત બદલાતું રહેતું શાસન અને બદલાતા રહેતા પ્રમુખોએ અમેરિકાની પ્રતિભા, જગતપરનું્‌ નેતૃત્વ અને લોકશાહી જીવંત રાખી છે !

અમેરિકાના પ્રમુખ અબ્રાહમલિંકને તો વિશ્વના લોકશાહી માટે ઉદાહરણ છે ! જે રીતે અપણાં દેશમાં પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીનું નામ વિશ્વકક્ષાએ યાદ કરાય છે ! કારણ કે આઝાદીની લડતનું નેતૃત્વ પણ આ બન્ને નેતાઓએ અનેક પડકારો જીલ્યા હતાં તૈયાર ભાણે જમવા બેસી ગયા નહોતા ?!

નરેન્દ્રભાઈ મોદીની જગ્યા લઈ શકે એવું નેતૃત્વ ભા.જ.પ.માં કોણ ?! જે સબકા સાથ સબકા વિકાસના સૂત્રને જાળવી રાખી શકે ! દેશને એક રાખી શકે ?!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬ માં કહ્યું હતું કે, “મને રાષ્ટ્ર માટે મરી છૂટવાની તક નથી મળી, પરંતુ રાષ્ટ્ર માટે જીવવાની તક અવશ્ય મળી છે”!! શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગુજરાત મોડલ” મુકીને સત્તા હાંસલ કરી અને સફળ વિકાસનું શાસન પણ કર્યુ

અને વર્ષ ૨૦૧૪ માં ચૂંટણી પ્રચારના વ્યુહાત્મક મુદ્દા રજૂ કરીને અદ્દભૂત સફળતા હાંસલ કરી વર્ષ ૨૦૧૯ માં “વિકાસ પુરૂષ” તરીકેની પોતાની પ્રતિભા ઉજાગર કરીને વૈશ્વિક પ્રતિભા હાંસલ કરીને પોતાનું અને ભારતનું વિશ્વના ફલક પર નામ ઉજાગર કર્યુ ! વિદેશ ગયા તો ત્યાંના કલ્ચર સાથે ભળી જઈને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર ઉજાગર કરી ! પરંતુ તેમણે ચૂંટણી સમયે ઉઠાવેલા મુદ્દાની રાજકીય વ્યુહરચનાઅગાઉના વર્ષાે જેટલી કામીયાબ ન થઈ

કારણ કે પહેલીવાર રાજકીય શબ્દોનું અર્થઘટન વિપક્ષી એકતા કાયમ થઈ છે ! પ્રજાની સમસ્યાઓનો જવાબ આપીને શ્રી નરેન્દ્રભાઈએ વ્યુહાત્મક ખેલ પાડયો હોત તો ડેમેજ કંટ્રોલ થઈ શકયું હોત ! પરંતુ તેમ છતાં પણ ભા.જ.પ.માં એન.ડી.એ. સાથે નેતૃત્વ કરી શકે એવું કોણ ?! વિશ્વની ફલક પર ભારતનું સફળ નેતૃત્વ કરી શકે એવું કોણ ?! ભા.જ.પ.ની વિચારધારાના પ્રસાર કરી શકે એવા નેતા કોણ ?!

તો જવાબ શોધવો મુશ્કેલ છે ! માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાલ ભા.જ.પ. કે એન.ડી.એ.માં કોઈ જગ્યા લઈ શકે તેમ લાગતું નથી ! પરંતુ દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં જ ફકત ધ્યાન આપવાની જરૂર છે જા આ મુદ્દો ચૂકશે તો ડેમેજ કંટ્રોલ કરવુ મુશ્કેલ બની શકે છે ?!

ભારતમાં બનેલા વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનમાં અનેક નેતૃત્વ સક્ષમતા ધરાવતા નેતાઓ હોવા છતાં રાષ્ટ્ર પક્ષના નેતૃત્વ કરવા માટે શ્રી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી પર પસંદગી ઉતારાય તો કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનની કાયાપલટ થઈ શકે છે ?!

અમેરિકાના પ્રમુખ જહોન કેનેડીએ કહ્યું છે કે, “બધાં સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે, પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધાંને સમાન હોવી જ જોઈએ”!! ભારતમાં મજબુત વિરોધ પક્ષની આવશ્યકતા હતી તેવા સમયે ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસે સારો દેખાવ કરતા “વિરોધ પક્ષ મુકત ભરત”નો મુદ્દો હાલ પુરતો તો સમાપ્ત થઈ ગયો છે !

પરંતુ હવે વર્ષ ૨૦૨૭ ની ચૂંટણી માટે વર્ષ ૨૦૨૯ માં સત્તા હાંસલ કરવા અને રાજસભામાં બહુમતી હાંસલ કરવા રાજયોની વિધાનસભામાં સત્તા હાંસલ કરવી જોઈએ અને આ માટે શ્રી રાહુલ ગાંધીનું નેતૃત્વ રાજકીય હોવાનું રૂખ બદલી શકે છે ! શ્રી રાહુલ ગાંધી ઓકસફર્ડ યુનિર્વિસટીમાં એન.ફીલ. કર્યુ છે ! સુશિક્ષિત છે ! અંગ્રેજી ભાષા પર પણ સારૂ પ્રભુત્વ છે !

અને ભારત ભ્રમણ પછી રાજકીય કોઠાસૂઝ અને રાજકીય વ્યુહાત્મક શબ્દોનું પ્રભુત્વ પણ ઉજાગર કર્યુ છે ! ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કરી શકે તેમ છે !!

ભારતના પ્રશ્નો સમજવાની સુઝ જોતાં અને ત્વરીત નિર્ણયને તુરંત જવાબ આપવાની રાજકીય ક્ષમતા જોતાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વને ભારતની જનતા સ્વીકારી શકે છે ! અને ભારતને એક મહિલા વડાપ્રધાનની પણ જરૂર છે !

બ્રિટીશ વડાપ્રધાન માર્ગિરટ થેચરે કહ્યું છે કે, “તમે કામ અંગે માત્ર કહેવા જ માંગતા હોવ તો પુરૂષને કહો પણ જો એ કામ કરવું હોય તો “સ્ત્રી” ને કહો” વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રમાં મહિલાઓએ વિશ્વમાં ઘણી સફળતા હાંસલ કરી છે ! ભારતમાં શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ જે મુત્સદ્દી દાખવી પ્રશ્નો ઉકેલ્યા હતાં તે પણ નોંધનીય છે ! એ જોતાં પ્રિયંકા ગાંધી રાજકીય વારસદાર તરીકે સફળ થઈ શકે એવું અનેક રાજનૈતિક પંડિતો કહે છે !

તે જોતાં એવું લાગે છે કે પ્રિયંકા ગાંધી સંસદમાં પ્રવેશ મેળવીને મોટો રાજકીય પડકાર બની શકે છે ! એટલું જ નહીં કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવામાં સફળ થઈ શકે છે ! આમ કોંગ્રેસમાં પણ અનેક સક્ષમ નેતાઓ છે પરંતુ પ્રિયંકા ગાંધીની ડાઈનેમીક પર્સનાલીટી કોંગ્રેસને સત્તા પર લાવવાની ક્ષમતા છે ! જોઈએ દેશમાં રાજકારણમાં શું પરિવર્તન આવે છે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.