Western Times News

Gujarati News

૧૨ વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અર્જુન કપૂર

મુંબઈ, બિગ બોસ ઓટીટી ૩ને હોસ્ટ કરી રહેલા અનિલ કપુરે કહ્યું કે, તેના પરિવારમાં જેના લગ્ન થશે તે કોણ હશે. અભિનેતાએ કહ્યું બીજું કોઈ નહિ પરંતુ અર્જુન કપુર હશે જેના ટુંક સમયમાં લગ્ન થશે. બિગ બોસ ઓટીટી ૩ શરુ થઈ ચુક્યું છે. બિગ બોસ ઓટીટી ૩ને બોલિવુડ સ્ટાર અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે.

જેને લઈ તે ખુબ ચર્ચામાં થઈ રહી છે. આ શો હોસ્ટ કરી રહેલા અભિનેતા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને કેટલીક વાતો ચાહકો સાથે દિલ ખોલી કરી રહ્યો છે. આ શોમાં તેમણે પોતાના પરિવારના લોકો વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું તેના પરિવારમાં આગામી લગ્ન અર્જુન કપુરના થશે.

શુક્રવારના ૨૧ જૂનના રોજ બિગ બોસ ઓટીટીની સીઝન ૩ની શરુઆત થઈ ચુકી છે. આ વખતે શોને સલમાન ખાન નહિ પરંતુ અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે. તેમણે સલમાનના ચાહકોના દિલમાં સ્થાન બનાવી લીધું હતુ. આ શોની શરુઆતમાં અનિલ કપુરે પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાત શેર કરી અને કહ્યું કે, તે પોતાના પરિવારમાં સૌથી ફેશનેબલ સભ્ય છે.ભાઈ બોની કપુર વિશે કહ્યું કે, તે ઘરનો એવો સભ્ય છે જે ગમે ત્યાં મોડો જ પહોંચે છે.

આ વાતચીત વચ્ચે અનિલ કપૂરે તેમના પરિવારમાં આગામી લગ્ન વિશે વાત કરી હતી. તેને પુછવામાં આવ્યું કે, કપુર પરિવારમાં કોના લગ્ન થશે, તો અભિનેતાએ કહ્યું આશા છે કે, અર્જુનના થાય. અનિલ કપૂરે નાની એવી હિંટ આપી છે, જેનાથી કહી શકાય કે, અરોરા પરિવાર અને કપૂર પરિવારના ઘરે ટુંક સમયમાં જ ઢોલ વાગશે.

થોડા સમય પહેલા એવા પણ અહેવાલો હતા કે, અર્જુન કપુર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ આ માત્ર એક અફવા સાબિત થઈ હતી. જો આપણે અર્જુન અને મલાઈકાના લવ લાઈફની વાત કરીએ તો બંન્ને ખુબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંન્નેમાંથી કોઈએ જાહેરમાં આ વાત સ્વીકારી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.