સારંગપુરના કોઠારી સહિતનાં સંતોએ કષ્ટભંજન દેવની પ્રતિમા ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકને અર્પણ કરી
ઋષિ સુનકે કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – કેન્ટનના દર્શન કર્યા
ઈંગ્લેન્ડ, ઈંગ્લેન્ડના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકે કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – કેન્ટનના દર્શન કર્યા હતા. હેરો વિસ્તારના એમ.પી. બોબ બ્લેકમેન તથા હેરોના કાઉન્સેલર કાન્તિભાઈ ધનજી રાબડીયા, કાઉન્સેલર નિતેશ હિરાણી વગેરે અનેક ગણમાન્ય કાઉન્સેલરો તથા અધિકારીઓ પણ એમની સાથે હતા. વિશ્રામભાઈ વાગજીભાઈ, વર્તમાન પ્રમુખ સુરેશભાઈ રાબડીયા, ઉપપ્રમુખ કાનજીભાઈ કેરાઈ, સેક્રેટરી રીકીન કેરાઈ
તથા કમિટી મેમ્બરોએ એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એસજીવીપીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા વડતાલના કોઠારી ડો. સંતવલ્લભદાસજીએ ભગવાનની પ્રસાદીના હાર પહેરાવી સુનકને આશીર્વાદ આપ્યા હતા. બંને સંતો, મંદિરની કમિટીના સભ્યો સાથે સુનકે મંદિરમાં ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી.
આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “સુનક માત્ર ઈંગ્લેન્ડ જ નહીં ભારતનું પણ ગૌરવ છે. આપના નેતૃવમાં ભારત અને ગ્રેટ બ્રિટેનના સંબંધો વિશેષ સુદ્રઢ થયા છે અને ભવિષ્યમાં પણ વિશેષ સુદ્રઢ થતા રહેશે એવો અમને વિશ્વાસ છે. આ તકે પીએમ સુનકે જણાવ્યું હતું કે, આ મંદિરમાં આપે અમારૂં ઉષ્માભર્યું સ્વાગત કર્યું,
સંતોના આશીવદિ પ્રાપ્ત થયા એ અમારા સદભાગ્ય છે. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી, ડો. સંત સ્વામી, સ્વામી શુકદેવદાસજી-નારવાળા તથા સારંગપુરના કોઠારી વિવેક સ્વામી સહિતનાં સંતોએ સારંગપુર કષ્ટભંજનદેવની સુંદર પ્રતિમા સુનકને અર્પણ કરી હતી.