Western Times News

Gujarati News

કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

મુંબઈ, કંગનાએ આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે, જે ૧૯૭૫માં ભારતમાં લાદવામાં આવેલી ઈમરજન્સીની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં અભિનયની સાથે તેણે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

હવે કંગનાએ તેની ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે જે ઘણી વખત ટાળવામાં આવી હતી. હવે સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનૌતે પોતાના ફેન્સ માટે એક મોટા સમાચાર શેર કર્યા છે.

કંગનાએ ચૂંટણી જીતીને સાંસદ બન્યા પછી તેના ચાહકો ટેન્શનમાં હતા કે તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’નું શું થશે. કંગનાએ આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે, જે ૧૯૭૫માં ભારતમાં લાદવામાં આવેલી ઈમરજન્સીની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં અભિનયની સાથે તેણે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

હવે કંગનાએ તેની ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે જે ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. કંગનાએ તેની ફિલ્મની નવી રિલીઝ ડેટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેર કરી હતી.

તેણે લખ્યું, ‘સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયનું ૫૦મું વર્ષ શરૂ થતાંની સાથે જ ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ રજૂ કરી રહી છે. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ એપિસોડ. ‘ઇમર્જન્સી’ની પ્રથમ રિલીઝ તારીખ ૨૪ નવેમ્બર, ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી.

પરંતુ પાછળથી તે ૧૪ જૂન, ૨૦૨૪ ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. કંગનાએ ચૂંટણી લડવાને કારણે આ ફિલ્મ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી હતી. હવે કંગનાએ આખરે સપ્ટેમ્બર માટે તેની જાહેરાત કરી દીધી છે. જ્યારે કંગના ‘ઇમરજન્સી’માં ઇન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે તો અનુપમ ખેર પણ તેની સાથે છે. આ ફિલ્મમાં તે રાજનેતા જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવી રહ્યો છે.

મહિમા ચૌધરી ઈન્દિરા ગાંધીના સલાહકાર પુપુલ જયકરની ભૂમિકામાં છે અને મિલિંદ સોમને ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની ભૂમિકા ભજવી છે. દિગ્દર્શક તરીકે કંગનાએ અગાઉ ફિલ્મ ‘મણિકર્ણિકા’નું નિર્દેશન કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈની બાયોપિકમાં પણ કંગનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ સફળ નથી રહી, તેમાં કંગનાના કામના પણ ખૂબ વખાણ થયા હતા.

આ ફિલ્મ માટે કંગનાને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. જ્યારે કંગનાએ ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી ત્યારે તે માત્ર અભિનેત્રી હતી. પરંતુ ફિલ્મની પૂર્ણાહુતિ અને રિલીઝ વચ્ચે હવે તે પોતે રાજકારણી બની ગઈ છે. આવી સ્થિતિમાં કંગનાની ફિલ્મ થિયેટરોમાં શું અજાયબી કરી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.