Western Times News

Gujarati News

નદીસરમાં પાણી માટે મહિલાઓનો માટલા ફોડી વિરોધ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકા ના નદીસર ગામ ના વિવિધ ફળિયા ઓમા નાગરિકો ને છેલ્લા દશ પંદર દિવસ થી પાણી પુરવઠો ન મળતા નદીસર ગ્રામ પંચાયત ખાતે ગામ ની મહિલા ઓ દ્વારા હલ્લાબોલ કરવા માં આવ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ ગોધરા તાલુકા ના નદીસર ગામ ના આંટા ફળિયું, લીમડી ફળિયું, જૂની પોસ્ટ ફળિયું,રામજી મંદિર વિસ્તાર સહિત ના વિસ્તારો માં નદીસર પંચાયત દ્વારા અપાતો પાણી પુરવઠા સ્થાનિકો ની ફરિયાદ મુજબ છેલ્લા દશ – પંદર દિવસ થી અનિયમિત રીતે અપાતા સદર ફળિયા ના રહીશો ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા છે

આ અંગે આંટા ફળિયા ના સ્થાનિક મહિલા લીલા બેન ચૌહાણે જણાવ્યું હતું કે દશ પંદર દિવસ થી પાણી પુરવઠો દિવસ થી નથી મળતો જેથી ભારે મુસીબત વેઠવી પડે છે

આ તરફ પંચાયત ના સૂત્રો ને પૂછતા તેવો એ જણાવ્યું હતું કે નદીસર ખાતે નર્મદા અને મહીસાગર બન્ને ની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી આવે આ બન્ને જગ્યા એ થી આવતું પાણી નિયમિત ન આવતા દરેક ફળિયા માં સંતોષ કારક પાણી આપી શકાતું નથી ઉગ્ર દેખાવો સાથે મહિલા ઓ એ પંચાયત સંકુલ માં પાણી ના માટલા ફોડી ને વિરોધ દર્શાવ્યો હતો અને એક તબ્બકે હાય હાય ના નારા લગાવી ને પંચાયત ને તાળાબંધી કરવા માં આવી હતી.

આ તરફ નદીસર ખાતે નર્મદા આધારિત પી.એમ ૪ યોજના ના પાણી ની નદીસર સંપ ખાતે આવતી મુખ્ય પાઇપલાઇન માં કેટલાક ભૂતિયા કનેક્શન આપવા આવ્યા હોવા ની વિગતો પણ જાણવા મળેલ છે. નર્મદા અને મહીસાગર ની જૂથ પાણી પુરવઠા યોજના નું પાણી અનિયમિત રીતે મળતા નદીસર ના વિવિધ ફળિયા ઓમા પાણી ની સમસ્યા વિકટ બની છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.