Western Times News

Gujarati News

ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનનો કાર્યક્રમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી નડિયાદ (ખેડા જીલ્લો) દ્વારા અલ્હાજ સૈયદ મુખ્તારઅહેમદ એ. (જી.એ.એસ.) (નિ.) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

આ કાર્યક્રમની શરૂઆત રિયાઝ મલેકે કુરાને તિલાવતી કર્યા બાદ સંસ્થાના પ્રમુખ મુઝમ્મીલખાન પઠાણ એ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની વિવિધ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો છેલ્લા વર્ષ દરમિયાન પ્રજાલક્ષી કરેલા કામો ની વિગત આપી હતી અને આવનાર સમયમાં પણ સંસ્થા જરૂરીયાત મંદ લોકોની સાથે હંમેશા રહેશે તેઓ વિશ્વાસ કર્યો હતો આ ૪૨ માં ઇનામ વિતરણ સમારંભમાં આ વર્ષે ડોક્ટર બનનાર સાત યુવતી તેમજ ત્રણ યુવક છે એ એજ્યુકેશનના મુસ્લિમ સમાજમાં વધેલા ગ્રાહફ ની સાબિતી આપતી હોવાની વાત પર તેમણે કરી હતી

સંસ્થાના સલીમભાઈ ડુચે મહેમાન પરિચય આપ્યો હતો ત્યારબાદ અતિથિ વિશેષ પદે હાજર રહેલા ઉમેશભાઈ ઢગઢ (સરકારી વકીલ) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે મુસ્લિમ સમાજમાં એજ્યુકેશન વધતું જાય છે તે આનંદની વાત છે દરેક વ્યક્તિએ સમાજ પોતાના શું આપે છે એના કરતાં આપણે સમાજને શું આપી શકે એ હંમેશા જોવું જોઈએ તો જ સમાજ પ્રગતિ કરી શકશે.. માતા બાળકને જન્મ આપી શકે છે જ્યારે પોષણ તો સમાજ જ કરી શકે છે તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા બાળકોને પોત્સાહિત કર્યા હતા.

બીજા અતિથિ વિશેષ હજીયાણી અમીનાબેન જી. વહોરા (નિવૃત્ત શિક્ષિકા) એ જણાવ્યું હતું કે માવતરે ખાસ એ વાત યાદ રાખવી જોઈએ કે પોતાના બાળકને કયા વિષયમાં રસ છે તે વિષયનું અભ્યાસ કરવા માટે છૂટ આપવી જોઈએ નહીં કે પોતાના વિચારો બાળકોના માથે થોપવા જોઈએ.. અને બાળકોએ પણ અન્ય ઈતર પ્રવૃત્તિ છોડીને અભ્યાસમાં પૂરેપૂરો ધ્યાન રાખવું જોઈએ તો સફળતા મળશે તેમણે વિવિધ ઉદાહરણ આપ્યા હતા અને કેવી રીતે આગળ વધાય તેની રસમય માહિતી આપી હતી.

સમારંભના અધ્યક્ષ અલ્હાજ સૈયદ મુખ્તારઅહેમદ એ. (જી.એ.એસ.) (નિ.) એ જણાવ્યું હતું કે ઈલ્મ લેવા બાબતની કુરાનની આયાતનો આજે સરસ રીતે અમલ થઈ રહ્યો હોય તેવું આજે વિદ્યાર્થીઓની પ્રગતિ જોતા મને લાગી રહ્યું છે સંસ્થા આવા કાર્યક્રમો કરી બાળકો માટે સરસ કામ કરી રહી છે.. તેમણે સફળ બનવા માટે કેટલીક ચાવીઓ આપી હતી જેમકે પ્રાથમિક સ્તર એ ખૂબ જ મહેનત કરવી જોઈએ .. શિક્ષણ લીધા પછી શું ?? ની માહિતી જોઈએ વગેરે બાબતો તેમણે ઉદાહરણ આપી સમજવી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે કેવા પ્રકારની મહેનત કરવી જોઈએ અને કેટલું સરળ છે તે વાત પણ તેમણે કહી હતી.

આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં લેવાયેલ જી.જી.ઝ્ર./ૐ.જી.ઝ્ર. ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તથા દ્ગઈઈ્‌ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર ખેડા જીલ્લાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવા માં આવ્યા હતા હાજી હસનમિયાં રસુલમિયાં શેખ (નિવૃત્ત નાયબ મામલતદાર) ની સેવા બિરદાવી તેમનું પણ વિશેષ સન્માન થયું હતું

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખઃ મુઝમ્મીલખાન પઠાણ, ઇકબાલભાઈ મેમણ, રૂકનુદ્દીન કાદરી , તન્સીમ મલેક ,મોહમ્મદ હફિઝ, ઇમ્તિયાઝ વૈદ્ય,,, મૈયુદ્દીન મોમીન, કાદિર નાનજી, ફરીદ શેખ, રફીક ભાઈ મોટાના, યુસુફ કાકા દમણી, યુનુસ અલી મોમીન, ઇસ્માઇલ ભાઈ મોમીન, રિયાઝ મલેક, આશિક શેખ, ફિરોજ ભાઈ મલેક, કમરુદ્દીન કાજી, નાઝીમ મિયાં મલેક, મુસ્તુફા ખાન રતનપુર વાલા, પાલિકા સભ્ય મજીદ ખાન, રસીદ ભાઈ દેસાઈ, મોહમ્મદ હનીફ મલેક વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન સલમા મેમણે કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.