Western Times News

Gujarati News

દાદરા નગર હવેલીના સાંસદ કલાબહેન ડેલકરે સાંસદ પદના શપથ લીધા

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી વિજેતા બનેલા સાંસદ શ્રીમતી કલાબહેન મોહનભાઈ ડેલકરે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. શ્રીમતી કલાબહેન ડેલકરની સાંસદ તરીકેની આ બીજી ટર્મ છે.નવેમ્બર, ૨૦૨૧માં દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી કલાબહેન ડેલકરે શિવસેના તરફથી દાવેદારી કરી ઝળહળતો વિજય મેળવ્યો હતો.

#18thLokSabha: Delkar Kalaben Mohanbhai, (BJP) takes oath as Member of Parliament (Dadra and Nagar Haveli, Dadra and Nagar Haveli and Daman and Diu) pic.twitter.com/TFDe8PlWkD

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શિવસેના સાથે છેડો ફાડી શ્રીમતી કલાબહેન ડેલકરે ભાજપના બેનર હેઠળ દાદરા નગર હવેલી બેઠક ઉપરથી વિજયી થઈ લોકસભામાં પ્રવેશ કર્યો છે.શ્રીમતી કલા બહેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ત્રીજો કાર્યકાળ ૧૪૦ કરોડ દેશવાસીઓના કલ્યાણ અને અમૃતકાળના સંકલ્પોથી સભર બન્યો છે ત્યારે તેમની પરિપૂર્તિમાં સહભાગીતા કરવા હંમેશા કટિબધ્ધ રહેવાનો સંકલ્પ પણ પ્રગટ કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.