Western Times News

Gujarati News

ધારાસભ્યએ પણ ડીમોલીશેન પહેલા પોતાની અનઅધિકૃત દુકાનો હટાવી !

પ્રતિકાત્મક

દબાણ હટાવ ઝૂંબેશમાં સ્વંયભુ જ પેશકદમી દુર થવા લાગતા તંત્રને રાહત

તાલાલાગીર, ગીરના પાટનગર તાલાલા શહેરમાં જાહેર માર્ગો ઉપર થયેલા દબાણોથી ટ્રાફીક ઉપરાંત લોકોની જાહેર સુખાકારી માટે આફતરૂપ હોવાથી તમામ પેશકદમી દુર કરવા ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશમાં આજે નાનાં-મોટાં તમામ ધંધાર્થીઓ સહભાગી બન્યા હતા. જેમાં ખુદ ધારાસભ્યએ પણ પોતાની બે દબાણરૂપ દુકાનો સ્વૈચ્છાએ હટાવી લીધી હતી.

તાલાલાના મુખ્ય માર્ગ સાસણ રોડ સહીતના રસ્તાઓ પરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થાય તે પહેલા લોકોએુ સ્વયંભુ દબાકણ હટાવી લીધાં હતાં. આ ઉપરાંત તાલાલ-સાસણ રોડ પર તલાલાના ધારાસભ્યના પરીવારના ફાર્મ હાઉસની આગળ પરીવારના ફાર્મ હાઉસથી આગળ કોર્મશીયલ હેતુ માટેની બનાવેલી બે દુકાનો રોડ બાઉન્ડ્રીમાં આવતી હોવાથી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે જ ફાર્મ આગળ આવેલી બંને દુકાનો દુર કરી નાખી હતી. તાલાલા નગરના માર્ગો પર ટ્રાફીકને અવરોધ બનતા દબાણો દુર કરવા અંગે અવનવી વાતો વહેતી થઈ છે.

આ અંગે સૌ સાથે મળી સહીયારો નિર્ણય કરવા તાલાલા નગરપાલિકાના તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.ર૩મી ને રવીવારે રાત્રે લોહાણા મહાજન વાડીમાં નાના મોટા વેપારી તથા લારીગલ્લાની અગત્યની પરામર્શ બેઠક મળી રહી છે.

જેમાં દબાણ હટાવ ઝુંબેશમાં કોઈને નુકશાન થાય નહી તેવો વ્યવહારૂ નિર્ણય કરવા ઉપર બેઠકમાં ભાર મુકવામાં આવશે તેમ વેપારી સંગઠનના સુત્રોએ જણાવ્યું છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.