Western Times News

Gujarati News

નવા કાયદાઓની રચના કરતી વખતે બંધારણનો અભ્યાસ જરૂરી છે ! ચૂંટાયેલા લોક પ્રતિનિધિ આ કયારે સમજશે ?!

સુપ્રિમ કોર્ટે અનેક ચૂકાદાઓમાં અવલોકન કરી “તમામ ધર્મ” ના લોકો વચ્ચે એકતા અને વિશ્વાસ જાળવવા મહત્વપૂર્ણ “ન્યાયધર્મ” અદા કર્યાે છે ત્યારે વિધાનસભા અને લોકસભામાં નવા કાયદાઓની રચના કરતી વખતે બંધારણનો અભ્યાસ જરૂરી છે ! ચૂંટાયેલા લોકપ્રતિનિધિ આ કયારે સમજશે ?!

તસ્વીર ગુજરાત વિધાનસભાની છે ! બીજી તસ્વીર ભારતની સંસદની છે ! જયાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશમાં “કાયદાનું શાસન” પ્રસ્થાપિત કરવાની જવાબદારી નિભાવવાની છે ! દેશના બંધારણ મુજબ દેશમાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે અને સમય અનુસાર નવા કાયદાઓની રચના એવી રીતે કરવાની છે કે બંધારણીય મૂલ્યોનો ભંગ ન થાય અને કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય !

પરંતુ એવું મનાય છે કે, જે ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયેલા છે લોકસભામાં ચૂંટાયા છે તેમાં મોટા ભાગનાને દેશના બંધારણનું જ્ઞાન હોતું નથી અને કાયદાઓના અભ્યાસુ નથી હોતા એટલે જે કોઈ કાયદા ઘડાય છે એ આવેશમાં ? ઉતાવળે ?! અને તર્કહીન કાયદા રચાય છે ! પરંતુ જયારે તેનો અમલ કરવાનો સમય આવે છે ત્યારે અનેક સવાલો ખડા થઈ જાય છે ! દેશમાં ધાર્મિક કટ્ટરવાદથી દેશને બહું મોટું નુકશાન થઈ રહ્યું છે !

માટે બધાં જ પ્રથમ ભારતીય બને એ જરૂરી છે ! “ધાર્મિક લઘુમતી” એ આજના યુગમાં ધાર્મિક ન રહેતાં “સામાજીક લઘુમતી” થઈ ગઈ છે ?! માટે અનેક પ્રશ્નો સર્જાય છે ! હૃદયની ઉદારતા અને માનસિક ઠરેલતાની વધતી જતી ગેરહાજરી દેશની એકતા માટે ચિંતાજનક છે ! હિન્દુ કટ્ટરવાદે “મહાત્મા ગાંધી”ને ખોયા ! શીખ કટ્ટરવાદે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને ખોયા તામીલ ઉગ્રવાદને લઈને ભારતે વડાપ્રધાન રાજીવ ગાંધીને ખોયા છે !

તેમાંથી સમજ કેળવી ભારતના વર્તમાન નેતાઓએ કટ્ટરવાદ ન ચલાવવો જોઈએ ના પ્રોત્સાહન આપવું જોઈએ ! તાજેતરમાં જ અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વડોદરાની ફેશન ડીઝાઈનરે યોગને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે પ્રવાસ દરમ્યાન યોગાસન કરતા અને તેની તસ્વીરો શોશિયલ મિડીયા પર શેર કરતાં અમૃતસરમાં ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ફેશન ડીઝાઈનર અર્ચના મકવાણાએ માફી માંગી છે અને તે ડરી ગઈ છે !

આ દેશમાં ઉદારતાભરી સમજ માનવ સમાજ ગુમાવતો જાય છે ! તેને માટે કોણ જવાબદાર છે ?! તો લાગે છે કે, “સત્તા માટે લડતા રાજકીય નેતાઓ” શું વધારે જવાબદાર નથી ?! ઈન્સેન્ટ તસ્વીર મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાંધી, પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની છે જે ધાર્મિક કટ્ટરવાદનો ભોગ બનતા દેશ માટે શહીદી વહોરી ! હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને વકીલોએ પ્રજાને જાગૃત કરવાની જરૂર છે ??????!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

“સાંપ્રદાયિક ધર્માે” અને “જાતિવાદ” વચ્ચેનું વિભાજન “સત્તા” મેળવવા માટે નેતાઓને ભલે યોગ્ય લાગે પણ દેશ માટે ખતરાની ઘંટી છે મણીપુરની અશાંતિ એનું ઉત્તમ ઉદાહરણ છે ?!

ભારતમાં અનેક સાંપ્રદાયિક ધર્માેના સિધ્ધાંતો જુદા પડે છે પણ દેશના બંધારણે બધાંને એક સરખા રાખ્યા છે ?!

એચ બીચર નામના તત્વચિંતકે અદ્દભૂત નિરિક્ષણ કરતાં કહ્યું છે કે, “મનુષ્ય નાની સરખી હવેલી ઉભી કરે તોય પોતાનું નામ કોતરે છે સર્વેશ્વર – શ્રી ભગવાને સૃષ્ટિ રચી છતાં કયાંય પોતાનું નામ નથી કોતર્યુ”!! જયારે જહોન વેબસ્ટરે કહ્યું છે કે, “આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું તે “ધર્મ” ને નામે”!! જયારે આ ધરતી ઉપર પ્રથમ માનવી જન્મ્યો ત્યારે કયો ધર્મ અÂસ્તત્વ ધરાવતો હતો ?!

ઐતિહાસિક સંશોધન મુજબનો માનવી પાંદડા વિટાળી, શિકાર કરી જીવન જીવતો હતો માટે માનવીનો “જન્મ” એ “ધર્મ” સાથે નહીં “કુદરત” સાથે જોડાયેલો હતો ! તો પછી માનવી સુધરતો ગયો ?! કે બગડતો ગયો ?! માનવીને “ધર્મ” ની જરૂર કેમ પડી ?! અને જયારે જયારે માનવી “કર્તવ્ય ચૂકયો” ત્યારે “અધર્મ”સર્જાયો માટે “સાંપ્રદાયિક ધર્માે” અÂસ્તત્વમાં આવ્યા કે શું ?! “કોરોના” જેવી બિમારી આવી તો લોકોની “ધર્મ પરની શ્રધ્ધા પાંગળી થઈ ગઈ ?!”

પોતાના “ધર્મ” ના કથિત ઈશ્વર પરથી શું લોકોએ ભરોસો ગુમાવ્યો ?! અને વિજ્ઞાન તરફ વળીને વૈજ્ઞાનિક સંશોધનથી તૈયાર થયેલી “કોરોના વિરોધી રસી” લેવાની લોકોને ફરજ પડી કે શું ?! ત્યારે ખરેખર “ધર્મ” શું ?!

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં ‘ધર્મ’ની વ્યાખ્યા ‘ઉત્તરદાયિત્વ’ અને ‘કર્તવ્ય’ ની ફીલોસુફી સાથે રજૂ થઈ છે ! જે આધ્યાÂત્મક અને કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વાત કરે છે ! ત્યારે અનેક સાંપ્રદાયિક ધર્માે ફકત “ધર્મ આધારિત પુસ્તક” તરફ ભારત મુકે છે ! ત્યારે આટલા બધાં “સાંપ્રદાયિક ધર્માે” માં કયો ધર્મ સાચો ?! વિચારવા જેવો મુદ્દો ?! પત્રકારત્વ જગત માટે ખાસ ?!

સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ માં યોજાયેલ સર્વધર્મ પરિષદમાં જાયું કે સૌથી પહેલું પુસ્તક “બાઈબલ” હતું અને સૌથી નીચેનું પુસ્તક શ્રીમદ્દ ભગવદ્દ ગીતા હતું તે જોઈએ સ્વામી વિવેકાનંદે કહેલું કે, સર્વધર્મ પરિષદમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને આયોજકોએ સૌથી નીચે મુકીને એ ઠરાવ્યું છે કે, તમામ ધર્માેનો પાયો “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” છે !

ત્યારે સભાગૃહમાં બેઠેલા અસંખ્ય લોકોએ તાળીયોના પ્રચંડ અવાજથી વાતાવરણ ગજવી મુકયું હતું ! આ દર્શાવે છે કે, પશ્ચિમના લોકો “ધાર્મિક અંધશ્રધ્ધામાં નહીં” પણ તત્વજ્ઞાનની ફીલોસોફીમાં પણ શ્રધ્ધા ધરાવે છે ! જયારે ભારતમાં લોકો “સાંપ્રદાયિક ધાર્મિકતા” માં એટલા માટે રૂઢિચુસ્ત છે કે, પોતાના “ધર્મ” સિવાય બીજી વાત નહીં ! “ધાર્મિક કટ્ટરવાદ” નો લાભ લેવા રાજકારણીઓ પણ કટ્ટરવાદને પ્રોત્સાહિત કરે છે !

એટલું જ નહીં વિવિધ ધર્માેના પ્રચારકો અને પ્રસારકો પણ ધાર્મિક રૂઢિચુસ્તતા અને કટ્ટરવાદમાં “માનવતા અને માનવસમાજ” નો પાયો હચમચાવી દીધો છે ! એકબીજા ધર્માેની માન્યતાના વિરોધમાંથી કટ્ટરવાદનો જન્મ થયો છે ! અને પોતાનો જ ધર્મ સાચો તેવી માન્યતાથી “માનવતાનો દીપ બુજાઈ રહ્યો છે” કે શું ?! તેવા સમયે ફકત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જ “ધર્મની ફીલોસોફી” નો સાચો અર્થ તારતું હોવાનું જણાય છે !  અને વિદેશમાં પણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની ફીલોસોફીનો સ્વીકાર કરાયો છે !!

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એ “ઉત્તરદાયિત્વ”, “કર્તવ્ય” અને “ધર્મ” માને છે ! કોઈ “સ્ત્રી” નું વસ્ત્રાહરણ થતું હોય તેના પર અત્યાચાર થતો હોય તેવા સમયે ચુપ રહેનાર કે એવું અપકૃત્ય કરનાર બન્ને શ્રીક્રિશ્નના ઉપદેશ મુજબ દોષિત છે ! માટે તો અર્જુનને શ્રી ભિષ્મપિતામઃ, ગુરૂ દ્રોણાચાર્ય અને કૌરવ સેનાપતિઓ અને કૌરવ વંશના નાશ માટે “કર્તવ્ય ધર્મ” અદા કરવા સ્વંયમ ભગવાન શ્રીક્રિશ્ને કહેવું પડયું અને માનવજીવનના દરેક પાસા પર જ્ઞાનરૂપી આપેલા એક મહાન ઉપદેશ એ એક કર્મના સિધ્ધાંત પર આધારિત ફીલોસોફી બની ગઈ ! અને “ઉત્તરદાયિત્વ – કર્તવ્ય” ને શ્રીક્રિશ્ને “ધર્મ” કહ્યો છે !

જયારે અન્ય ધર્મના પુસ્તકોમાં સાંપ્રદાયિકતાના દર્શન વધારે થાય છે ! ભારતના બંધરણ મુજબ દરેકને શ્રધ્ધા મુજબ સાંપ્રદાયિક ધર્મ પાળવાનો અધિકાર છે ! પરંતુ તેમ છતાં દેશના બંધારણની કલમ-૧૩, ૧૪, ૧૯ અને ૨૧ એ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના કર્તવ્યના સિધ્ધાંતને ઉજાગર કરે છે ! અને દેશનું “ન્યાયતંત્ર” “ન્યાયધર્મ” નો સિધ્ધાંત પ્રસ્થાપિત કરે છે માટે ભારતનું “બંધારણ” એ પવિત્ર માનવીય ગ્રંથ છે ! તેના પર ન્યાયાધીશો ન્યાય તોળે છે !

“ન્યાયધર્મ” એ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની ફીલોસોફી પર કામ કરે છે ! પરંતુ આધાર આપણાં દેશનું બંધારણ બન્યું છે ! “સુપ્રિમ કોર્ટ” ના આ ચૂકાદાઓ સમજાશે તો ખ્યાલ આવશે કે “ધર્મ” એ ફકત “ઉત્તરદાયિત્વ” છે અને જયાં ઉત્તરદાયિત્વ – કર્તવ્ય પર “ન્યાયધર્મ” ચાલે છે એ દેશોમાં લોકશાહી છે અને માનવતા છે ! બધાં જ રાજકીય પક્ષો “બંધારણ” ને નામે બોલી રહ્યા છે ?!

ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાએ તથા જસ્ટીસ શ્રી ઉજજવલ ભુષણે એવું અવલોકન કર્યું છે કે, “મહિલાઓ સામે જધન્ય ગુન્હામાં માફી ન હોય પછી તે ભલે કોઈપણ ધર્મનું પાલન કરતી હોય”! ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી કે. એમ. જોસેફ અને જસ્ટીસ શ્રી રૂષિકેશ રાયે એક કેસમાં અવલોકન કરતા કહ્યું છે કે, “ટીવી એન્કરની ફરજ છે કે જયારે કોઈ ડીબેટ દરમ્યાન કોઈ “હોટ સ્પીચ” આપે તો તેને તુરંત રોકી દેવી જોઈએ”!

કોર્ટે એવું પણ અવલોકન કર્યુ છે કે, “નફરતી ભાષણોનો રાજકીય પક્ષો નાણાં બનાવવા ઉપયોગ કરે છે અને ટીવી ચેનલો મંચ તરીકે કામ કરે છે”! બ્રિટનમાં આવા નફરતી ભાષણો પર મોટો દંડ ફટકાર્યાે હતો ! ભરતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સુર્યકાંત અને જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ પણ સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવાના એક કેસમાં અત્યંત ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે,

“જો તમે કોઈ રાજકીય પાર્ટીના રાજકીય પ્રવકતા છો તો “હોટ સ્પીચ” આપવાનું લાઈસન્સ નથી મળી જતું ! સત્તાની તાકાત મગજ પર હાવી ન થવી જોઈએ”!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી એન. વી. રમના, જસ્ટીસ શ્રી સુર્યકાંત અને જસ્ટીસ શ્રી હિમાબેન કોહલીની બેન્ચે હાઈકોર્ટના પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈ અને એફ.આઈ.આર.

અને કોઈપણ ઘટનાના એનસાકલો પીડીયા ગણીને ચૂકાદો ન આપી શકાય એવા ગંભીર અવલોકન સાથે કેન્દ્રીય રાજય કક્ષાના ગૃહમંત્રી શ્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન સુપ્રિમ કોર્ટેે રદ કર્યા હતાં આનો અર્થ એટલો જ કે “કર્તવ્યધર્મ” એ જ “ન્યાયધર્મ” છે ! એવું ભારતની સુપ્રિમ કોર્ટે અનેક ચૂકાદાઓ દ્વારા પ્રસ્થાપિત કર્યુ છે માટે લોકશાહીમાં રાજધર્મ જો બંધારણના આધાર નિભાવવામાં આવે તો “ન્યાય ધર્મે” “રાજધર્મ ભંગ” સામે લાલ આંખ કરવી ન પડે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.