એક્સિસ બેંકે રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકો માટે ગિફ્ટ સિટી ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી
અમદાવાદ 28 જૂન, 2024 –ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ભારતના સૌપ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં તેની હાજરી વિસ્તારતા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની પ્રથમ ડોમેસ્ટિક રિટેલ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ બ્રાન્ચનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ એવા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સુશ્રી મીરા પટેલ તથા ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક્સિસ બેંકના પ્રતિનિધિઓ તરીકે બ્રાન્ચ બેંકિંગના પ્રેસિડેન્ટ અને હેડ સુશ્રી અર્નિકા દિક્ષીત, રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ – વેસ્ટ 2 શ્રી રાકેશ ભોજનગરવાલા, ગિફ્ટ સિટી બ્રાન્ચ હેડ શ્રી સુધીર નારાયણ અને બેંકના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાન્ચ રિટેલ અને સંસ્થાકીય ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો પૂરી કરશે અને સેવિંગ્સ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ ડિપોઝીટ્સ, લોન, ફોરેક્સ, ટ્રેડ ફાઇનાન્સ અને ટ્રેઝરી સોલ્યુશન્સ જેવી વિવિધ પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ ઓફર કરશે.
આ નવી બ્રાન્ચ ટાવર ડી, ડબ્લ્યુટીસી બ્લોક નંબર 51, રોડ નંબર 51, શોપ 10 અને 11, ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત, ભારત – 382355 ખાતે આવેલી છે.
આ બ્રાન્ચની શરૂઆત સાથે એક્સિસ બેંક ડિપોઝીટ એકાઉન્ટ ધારકોને વ્યાપક અને ઉચ્ચ ડિજિટલ અનુભવ પ્રદાન કરશે. તે એનઆરઆઈ ગ્રાહકોને એક્સિસ બેંક મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન દ્વારા યુએસ ડોલરની ફિક્સ્ડ ડિપોઝિટ ખોલવા માટે સક્ષમ બનાવશે.
ગિફ્ટ સિટી ખાતેની નવી સ્થાનિક રિટેલ બ્રાન્ચ એક્સિસ બેંકના હાલના બેંકિંગ એકમને પૂરક બનાવશે, જે ફક્ત ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી) ની અંદર આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બ્રાન્ચ ગિફ્ટ સિટીની અંદર ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે, જે સ્ટાર્ટઅપ્સ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ અને અન્ય વ્યવસાયોના વિકસતા સમુદાયને ખૂબ જ જરૂરી બેંકિંગ સેવાઓ પૂરી પાડેશે.
તે કરંટ એકાઉન્ટ્સ/સેવિંગ્સ એકાઉન્ટ્સ, કોર્પોરેટ સેલેરી, રિટેલ લાયેબિલિટીઝ, રિટેલ એસેટ્સ, હોમ લોન, ફોરેક્સ ટ્રાન્ઝેક્શન્સ, અનસિક્યોર્ડ લોન, ક્રેડિટ કાર્ડ્સ અને સ્પેશિયલ નોન-રેસિડેન્શિયલ રૂપી એકાઉન્ટ્સ જેવી વિવિધ પ્રકારની બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરશે. વધુમાં, બેંક બીએનએ (બંચ નોટ એક્સેપ્ટર્સ) એટીએમ મશીન જેવી અનન્ય સુવિધાઓ પ્રદાન કરશે.
બ્રાન્ચના ઉદઘાટન અંગે એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને બ્રાન્ચ બેંકિંગના હેડ અર્નિકા દિક્ષીતે જણાવ્યું હતું કે, “અમે ગિફ્ટ સિટીની અમારી પહેલી ડોમેસ્ટિક રિટેલ બ્રાન્ચ શરૂ કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ, જે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંનેની વૃદ્ધિ માટેનું એક ઝડપથી આગળ વધી રહેલું હબ છે. નવી બ્રાન્ચ એ ઉભરતા બજારોની સંભવિતતાનો ઉપયોગ કરવા અને અમદાવાદ અને ગાંધીનગરના આર્થિક વિકાસમાં યોગદાન આપવાના એક્સિસ બેંકના વિઝનનો પુરાવો છે.
આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અહીં અમારી હાજરી અમારા ગ્રાહકોની વિવિધ બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરશે, જ્યારે વ્યૂહાત્મક લાભો અને ગિફ્ટ સિટીની અનન્ય ઇકોસિસ્ટમનો લાભ ઉઠાવશે. અમે ગિફ્ટ સિટીમાં અમારા ગ્રાહકો અને ભાગીદારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવા અને વૈશ્વિક નાણાંકીય હબ તરીકે તેના વિકાસમાં યોગદાન આપવા માટે આતુર છીએ.”
એસઈઝેડ હેઠળ ભારતના પ્રથમ આઈએફએસસી તરીકે માન્યતા પ્રાપ્ત ગિફ્ટ સિટી, નોંધપાત્ર કર લાભો અને સમૃદ્ધ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે, જે તેને બેંકના વિસ્તરણ માટે એક આદર્શ સ્થાન બનાવે છે. આગામી પાંચ વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અપેક્ષિત આર્થિક વૃદ્ધિ સાથે નવી બ્રાન્ચ આ વિકાસને ટેકો આપવા અને લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.