Western Times News

Gujarati News

જૂનાગઢમાં યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા જતાં બે કોલેજીયન પકડાયા

પ્રતિકાત્મક

જૂનાગઢ, ડ્રગ્સનું દુષણ હવે સીટી-નગરો સુધી ઘુસી ગયું છે. જુનાગઢ સીટીમાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરીને નશાના રવાડે ચડાવવાનો કારસો પકડાયો છે. મુંબઈમાંથી લાવી જુનાગઢમાં યુવાનોનને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા બે યુવાનોને પોલીસે પકડી લીધા હતા. તેઓની પાસથે રર.૧ ગ્રામ ડ્રગ્સ રૂ.પ લાખ રોકડ મળી કુલ ૮.પર લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ડ્રગ્સનું મેગા ઓપરેશન પાર પાડવા ડીવાયએસપી હીતેશ ધાંધલ્યયા એડીવીઝન પીઆઈ વત્સલ સાવજ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.કે.ઝાલાની ટીમે વોચ ગોઠવી હતી.

જેમાં ચોબાકરી રેલવે ફાટકથી ઝાંઝરડા ચોકડી વચ્ચેના મહારાજા પેલેસમાં આવેલી દુકાનો નજીકથી ઝાંઝરડારો પર આવેલા ભકિતનગરમાં રહેતો અને વાણંદકામ કરતા ધવલ જગદીશ સીસાંગીયા ઉ.વરર તેમજ શંભુનગરમાં રહેતો વિધાર્થી પુગાંત હરેશ વાધમશી ઉ.વ.ર૪ રૂ.ર.ર૧ લાખની કિમતના રર.૧ ગ્રામ મેફેંડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા.

આ બંને પાસેથી અંદાજે રર ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ કિ.ર,૧૦,૦૦૦ રોકડા રૂપિયા પ,૦૧,૦૦૦ બાઈક મોબાઈલ ફોન મળી અંદાજે કુલ ૮ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુનો મુદામાલ કબજે પકડાયેલા બંબને ઈસમો જુનાગઢના યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સની પડીકી બનાવી વહેચતા હતા. એક ગ્રામ ડ્રગ્સની કિ.રૂ.ર૦૦૦થી વધુ વસુલવામાં આવતી હતી.

પકડાયેલ યુગાન્ત વાઘમશી હાલમાં બીએસસી આઈટ્રીમાં અભ્યાસ કરે છે. ત્યારે ધવલ શિસાંગીયાને અગાઉ સલુન હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયયેલા આરોપીઓ સિન્થેટીક ડ્રગ બહારથી લાવી કોલેજ યુનિવસીટીના યુવાનોને નશાને રવાડે ચડાવતા હતા. બંને ડ્રગ્સ ડીલરો આ મેફેડ્રોન કયાંથી લાવતા હતા ? અને જૂનાગઢમાં કોને કોને આપતા હતા તે તરફ તપાસ હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.