Western Times News

Gujarati News

વડીયામાં વીજ તંત્રની બેદરકારી સામે ભારે રોષ

અવારનવાર વીજ પુરવઠો ગુલ થતો હોવાથી હાલાકી

વડીયા, વડીયામાં વીજ તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનોની હાલાકી વધી છે. દિવસ દરમ્યાન ત્રણ ત્રણ વખત લાઈટ ગુલ થઈ જતાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. બીજી તરફ વેપારીએ પણ અણધારા વીજ કાપથી પરેશાન છે. દર રવીવારે મેઈન્ટેનન્સ કામગીરી માટે વીજ કાપ લાદવામાં આવે છે.

પણ કોઈ કામગીરી થતી ન હોય તેવું જોવા મળે છે. થોડા દિવસ પહેલાં ૧૧ કેવી લાઈન ઉપર પડતા ગ્રામ પંચાયતની હજારો લાઈટ બળીને ભસ્મ થઈ ગઈ સાથે રહેણાંક મકાનના ટીવી, ફ્રીઝ સહીતના ઉપકરણો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અવારનવાર વીજ પુરવઠો ગુલ થઈ જવી ઝટકા આવવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમાં ઈલેવન લાઈન એલટી લાઈન પર પડતા ગ્રામ પંચાયતની ર૬૦ જેટલી એલઈડી મળીને ખાક થઈ ગઈ તો પટેલ લાઈન ખેતાણી રોડ સ્ટેશન રોડ સહીતના રહેણાંક વિસ્તારમાં ટીવી ફ્રીઝ સહીતના ઉપકરણો પણ બળી ગયા છે.

અગાઉ વડીયા ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી કે ઈલેવન કેવી લાઈનના વાયરો ઢીલા પડી ગયા છે. જેને ટાઈટ બાંધવામાં આવે તે જરૂરી છે. દર રવીવારે મેઈન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે. છતાં કોઈ નિરાકરણ આવતું જ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.