Western Times News

Gujarati News

પેરિસ ઓલિમ્પિકમાં રીલાયન્સ દ્વારા ‘ઈન્ડીયા હાઉસ’નું આયોજન

(એજન્સી) ભારતમાં ૪૦ વર્ષના અંતરાય પછી ઓકટોબર-ર૦ર૩માં આઈ.ઓ.સી.. સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વીક ઓલીમ્પીક મુવમેન્ટમાં પોતાને મુખ્ય દેશ તરીકે સ્થાપીત કરવાની દિશામાં પહેલી હરણફાળ ભરી હતી. અને વિશ્વને એક નવા મહત્વાકાંક્ષી ભારતની ઝાંખી કરાવી હતી.

આઈઓસી સ્ટેશનથી ભારત મળેલા વેગને આગળ વધારતા આગામી પેરીસ ઓલીમપીક ર૦ર૪માં સૌ પ્રથમવાર ઈન્ડીયાય હાઉસની સ્થાપના સાથે તેની વૈશ્વીક રમત ગમત મહત્વાકાંક્ષાની દિશામાં એક સાહસીક ડગલું ભરી રહયુ છે.

આ સીમાચીહ્નરૂપ પહેલાના ઉદેશ ભારતનો વૈશ્વીક ક્ષેત્રે રમત ગમત ક્ષેત્રે વર્ચસ્વરૂપે તાકાત બનવા તરફ પ્રેરીત કરવા ઓલીમ્પીકમાં વધુ સફળતા મેળવવા અને ભવીષ્યમાં ગેમ્સની યજમાનનીનો માર્ગ તૈયાર કરવાનો છે.

ઈન્ડીયા હાઉસનો સમાવેશ રીલાયન્સ ફાઉન્ડેશન અને ઈન્ડીયન ઓલીમ્પીક એસોસીએશન આઈ.ઓ.એ. ની લાંબા ગાળાની ભાગીદારી મહત્વાકાંક્ષાઓમાં થાય છે. જેનો ઉદેશય ભવીષ્યમાં ઓલીમ્પીક ગેમસનું આયોજન કરવા માટે ભારતીય એથ્લીટસના પ્રદશનને ઉન્નત બનાવવા નેશનલ સ્પોર્ટસ ફેડરેશનને સપોટ કરવાનો તેમજ વૈશ્વીક ફલક પર રમત ગમત ક્ષેત્રે સમૃધ્ધ રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ પ્રસ્થાપીત કરવાનોન છે.

પેરીસ ગેમ્સમાં ઈન્ડીયા હાઉસ આખા વિશ્વ વિશ્વભરના પ્રશંસકો માટે વૈશ્વીક રમત ગમત દુનિયાનો મુખ્ય હીતધારકો ભારતીય પ્રવાસીઓ મીડીયા અને એથ્લેટીકસ માટે ભારતની ઝાંખી કરાવશે એવું પણ પ્રથમ વખત બનશે. કે ભારતીય એથ્લીટસ માટે ઓલીમ્પીકસમાં એક પોતાનું ઘર હશે જે ભારતની રમત ગમતની સિધ્ધીઓ અને ખેલાડીઓની ઉજવણી કરશે.

ઈન્ડીયા હાઉસ પાર્ક ડેલા વિલે ખાતે આવેલેં હશે, જે પેરીસનો ત્રીજો સૌથી મોટો પાર્ક હશે. અને પપ.પ હેકટરનું ૧૩૭ એકર ક્ષેત્રફળ ધરાવનારો તેમજ શહેરના ઉત્તર પુર્વીય છેડે સ્થિત રહેશે. ખાસ કરશીને પ્રજ્ઞાચક્ષુઓ અને યુવાનો દ્વારા કરવામાં આવનારા મલખમના દાવપેચ જેવી અનુભુતીઓ યોગ મુદ્દાઓ અને નૃત્ય થકી તેમને ભારતનો સાચો આસ્વાદ માણવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.