Western Times News

Gujarati News

દેત્રોજ તાલુકામાં કુલ 4440 બાળકોને કરાવવામાં આવ્યો શાળા પ્રવેશ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 – અમદાવાદ જિલ્લો-

દેત્રોજ તાલુકાની શાળાઓમાં આંગણવાડીમાં કુલ 345,  બાલવાટિકામાં કુલ 1969, ધોરણ 1 માં કુલ 825, ધોરણ 9 માં 963 અને ધોરણ 11માં 338 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ- તાલુકાના 53 ગામોની 67 શાળાઓમાં અનેરા ઉત્સાહ સાથે ઉજવાયું પ્રવેશોત્સવ પર્વ

29-06-2024, સમગ્ર રાજ્યમાં અનેરા ઉત્સાહ સાથે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં પણ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ હોંશે હોંશે આંગણવાડીથી લઈને બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9 તથા ધોરણ-11માં પ્રવેશ મેળવ્યો છે.

દેત્રોજ તાલુકાના 53 ગામોની 67 શાળાઓમાં અનેરા ઉત્સાહ સાથે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્રીદિવસીય પ્રવેશોત્સવ અંતર્ગત દેત્રોજ તાલુકામાં કુલ 4440 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

દેત્રોજ તાલુકાની શાળાઓમાં ત્રણ દિવસમાં આંગણવાડીમાં  કુલ 345, બાલવાટિકામાં કુલ 1969, ધોરણ-1 માં કુલ 825, ધોરણ-9 માં 963 અને ધોરણ-11માં 338 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાકીય કીટ આપીને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વિવિધ શાળાઓમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ સહિત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે જ, સિદ્ધિ મેળવનારા બાળકો અને દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

તાલુકાના ગામોની શાળાઓમાં ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ધારાસભ્ય શ્રી, વિવિધ અધિકારી/પદાધિકારીશ્રીઓ, વહીવટી અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ, પંચાયત સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.