Western Times News

Gujarati News

અંડરપાસમાંથી વરસાદી પાણી નિકાલ માટે મૂકવામાં આવતા પમ્પના કામોમાં ભ્રષ્ટાચાર

2023ના રૂ.80 લાખની સામે 2024માં રૂ.1.15 કરોડ ચૂકવાશે

( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા પ્રિ મોનસુન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેના માટે અંદાજે રૂ.20 થી 25 કરોડ ખર્ચ કરવામાં આવે છે પરંતુ પહેલા વરસાદમાં જ તંત્રનો પ્લાન ધોવાઈ જાય છે જેનું મુખ્ય કારણ કામની અંદર રહેલો ભ્રષ્ટાચાર હોવાનું માનવામાં આવે છે

ચાલુ વર્ષે પણ એક્શન પ્લાનના કામોમાં મોટા પાય ભ્રષ્ટાચાર થયો હોવાની વિગત બહાર આવી છે ખાસ કરીને અન્ડર પાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવતા પંપના કામમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા 50 લાખ વધુ ચૂકવવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ શહેરના અંડરપાસ સામાન્ય વરસાદ માં જળબંબાકાર થઈ જાય છે. જેના કારણે નાગરિકો ને ભારે હાલાકી થયા છે. સદર સમસ્યાના નિવારણ માટે તંત્ર ઘ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ મૂકવામાં આવે છે. જે 7 કે 8 અંડરપાસ માં આવી સમસ્યા જોવા મળે છે તે અંડરપાસ માં જ પમ્પ મૂકાય છે એ ઉપરાંત 9 રેલવે અંડરપાસ માં પણ પમ્પ મૂકવામાં આવે છે.

ચાલુ વર્ષે 9 મ્યુનિસિપલ અંડરપાસ અને 9 રેલવે અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે 5 મહિના માટે પમ્પ મૂકવામાં આવ્યા છે. જેના માટે રૂ.1.30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે 2023માં આ જ કામ માટે તંત્ર ઘ્વારા રૂ. 80 લાખ ચૂકવવામાં આવ્યા હતા. મતલબ કે માત્ર એક વર્ષમાં જ અડરપાસમાં પમ્પ મૂકવાના ખર્ચમાં રૂ.50 લાખનો અસામાન્ય વધારો કરવામાં આવ્યો છે. 2023 અને 2024 ના ટેન્ડરની ટેક્નિકલ શરતોમાં કોઈ જ ફરક નથી. 2023 ના ટેન્ડરની શરતોને કોપી પેસ્ટ કરવામાં આવી છે માત્ર ભાવમાં જ વધારો કરવામાં આવ્યો છે.

2023માં તમામ અંડરપાસ માટે પાંચ મહિના માટે મહિના દીઠ રૂ.9.46 લાખ (9.46 લાખ × 5 મહિના) અને રેલવેના 9 અંડરપાસ માટે માસિક  રૂ.6 લાખ  ( કુલ 6 લાખ × 5 મહીના) તેમજ 5 મહિના માટે મોટર રિવાઇન્ડિંગ અને રીપેરીંગ ના ચાર્જ ની ગણતરી કરી કુલ રૂ.8078170 ચુકવવામાં આવ્યા હતા.જેની સામે 2024માં 18 અંડરપાસ માટૅ માસિક રૂ.17 લાખ ×5 મહિના લેખે રૂ.85 લાખ તેમજ રેલવેના 9 અંડરપાસ માટે માસિક રૂ.9 લાખ × 5 મહિના ની ગણતરી મુજબ રૂ.45 લાખ તેમજ મોટર રિવાઇન્ડ/રીપેરીંગ ના ખર્ચ મળી કુલ રૂ.1.38 કરોડના ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા છે જેની સામે ર.1.14 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે.

2024 માં કુલ 17 અંડરપાસ હતા જયારે 2023માં 17 અંડરપાસ હતા. આમ, માત્ર એક અંડરપાસ ના વધારા સામે રૂ.50 લાખના વધારા સાથે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની નિષ્ફળતાના કારણોમાં ભ્રષ્ટાચાર મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નિર્ણયનગર, મણિનગર, પરિમલ, કુબેરનગર, સ્ટેડિયમ, અખબારનગર અંડરપાસ માં પમ્પ મૂકવા જેવા જરૂરી કામોમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો અન્ય કામોમાં કેવી પરિસ્થિતિ હશે તે સમજી શકાય તેમ છે.

અહીં ફરી એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે 2023 અને 2024ના ટેન્ડરની ટેક્નિકલ શરતોમાં કોઈ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ છતાં કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા નો ફાયદો કરાવી આપવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.