Western Times News

Gujarati News

સિમકાર્ડ ખરીદતી વખતે ફોર્મમાં ભરેલું નામ હવે કોલ કરતી વખતે દેખાશે

નવી દિલ્હી, હવે જ્યારે ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો કોલ કરનારનું નામ પણ દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં કોલર આઈડી પ્રેઝન્ટેશનનું ટ્રાયલ હાથ ધર્યું હતું જે સફળ રહ્યું હતું. હવે ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ નામની આ સુવિધા ૧૫ જુલાઈથી દેશભરમાં શરૂ થશે.

સિમ ખરીદતી વખતે, કેવાયસી ફોર્મમાં ભરેલી માહિતીના આધારે કોલ કરનારનું નામ પ્રદર્શિત થશે. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્પામ અને ફ્રોડ કોલ રોકવા તેમજ સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવાના દબાણ બાદ ટેલિકોમ કંપનીઓ આ સેવા શરૂ કરવા સંમત થઈ છે. સીએનપી સેવા ટ› કોલર જેવી સેવા હશે. ટેલિકોમ કંપનીઓએ સીએનપી કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે પહેલા મર્યાદિત સંખ્યામાં તેનું પરીક્ષણ કર્યું છે.

પરીક્ષણ પરિણામો દૂરસંચાર વિભાગ સાથે શેર કરવામાં આવ્યા હતા જેથી સૂચિત સેવા વિશે વ્યવહારુ નિર્ણય લઈ શકાય. મુંબઈ અને હરિયાણામાં સફળ ટ્રાયલ બાદ હવે ટ્રાઈએ કંપનીઓને ૧૫ જુલાઈથી સમગ્ર દેશમાં આ સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

સિમ લેતી વખતે જે ફોર્મ ભરવામાં આવશે તેમાં સિમ લેનાર વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે, તે જ નામ કોલ પર દેખાશે. ઉપરાંત, બિઝનેસ કોલના કિસ્સામાં, કંપનીનું નામ દર્શાવવામાં આવશે. ટેલિકોમ કંપનીઓનું પણ માનવું છે કે, આ પગલાથી દેશમાં સાયબર ક્રાઈમ રોકવામાં મદદ મળશે. આ સિવાય સ્પામ કોલ રોકવામાં પણ મદદરૂપ થશે.

દેશમાં સ્પામ કોલ એક મોટી સમસ્યા બની ગઈ છે. એક સર્વે અનુસાર, ૬૦ ટકા લોકોને દિવસમાં ૩ સ્પામ કોલ આવે છે. અત્યાર સુધી, મોબાઈલ યુઝર્સને કોલરની માહિતી મેળવવા માટે ટ› કોલરજેવી એપ્સની મદદ લેવી પડતી હતી. થર્ડ પાર્ટી એપ્સમાંથી મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે, કારણ કે ટ› કોલર એપના ઈન્સ્ટોલેશન સાથે તે તમારી પાસેથી ઘણી પરમિશન માંગે છે,

જેમાં તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ, મેસેજ અને ફોટો સેવ કરવા અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, ટ્રાઈના આ નિર્ણય પછી, તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.