Western Times News

Gujarati News

SBIએ “MSME સહજ-એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઈનવોઈસ ફાઈનાન્સિંગ” રજૂ કર્યુ

  • 15થી ઓછી મિનિટમાં TAT સાથે એમએસએમઈ લોન

મુંબઈ, 1 જુલાઈ, 024: દેશની ટોચની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એમએસએમઈના ઈનવોઈસ ફાઈનાન્સિંગ માટે વેબ આધારિત ડિજિટલ બિઝનેસ લોન્સ સોલ્યુશન્સ “એમએસએમઈ સહજ” લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડેટા આધારિત ઈનોવોઈસ ફાઈનાન્સિંગ ક્રેડિટ એસેસમેન્ટ એન્જિન પર વિકસિત આ સોલ્યુશનન લોનની અરજી, ડોક્યુમેન્ટેશન અને લોનની ફાળવણી સહિતની તમામ પ્રક્રિયા 15 મિનિટમાં પૂર્ણ કરે છે.

જેમાં કોઈ મેન્યુઅલ દખલગીરી થશે નહીં. લોનની ક્લોઝર ડેટ પણ ઓટોમેટેડ છે. જે સિસ્ટમ દ્વારા કેરિ ફોરવર્ડ થશે. એમએસએમઈ સહજની મદદથી બેન્કના જે ગ્રાહકો જીએસટી રજિસ્ટર્ડ વેચાણો કરી રહ્યા છે, તેમને માત્ર 15 મિનિટમાં રૂ. 1 લાખ સુધીની લોન મળી શકશે.

આ પ્રોડક્ટ મશીન લર્નિંગ મોડલ પર આધારિત છે. જેમાં GSTIN, ગ્રાહકના બેન્ક સ્ટેટમેન્ટ અને સીઆઈસી ડેટા આધારે ઓથેન્ટિક ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટનો હેતુ જીએસટી હેઠળના માઈક્રો એસએમઈ યુનિટની તાત્કાલિક ટૂંકાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો ઓન ટેપ (આંગળીના ટેરવે) પૂરી કરવાનો છે. એસબીઆઈના ગ્રાહકો યોનો (Yono) એપ પરથી પણ ડિજિટલ મોડ મારફત આ પ્રોડક્ટનો લાભ લઈ શકશે. જે એમએસએમઈના લિક્વિડિટી પડકારોને સંબોધિત કરતાં ઝડપથી રોકડ ઉપલબ્ધ કરાવશે.

એમએસએમઈ સહજના લોન્ચિંગ સાથે એસબીઆઈએ ફરી એકવાર એમએસએમઈ ધિરાણમાં નવા માપદંડો સેટ કર્યા છે. આગામી પાંચ વર્ષ માટે બેન્ક દ્વારા એમએસએમઈ લેન્ડસ્કેપને કેન્દ્રબિંદુ તરીકે અલગ તારવવામાં આવ્યું છે. આ ઈનોવેટિવ ડિજિટલ પ્રોડક્ટ તેની ડિજિટલ ધિરાણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા દર્શાવે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સોલ પ્રોપ્રેટરશીપ નોન-ક્રેડિટ ગ્રાહકો આ પ્રોડક્ટનો લાભ લઈ શકશે, તેઓ બેન્ક સાથે ચાલુ ખાતુ ધરાવતા હોવા જોઈએ. આ ઈનોવેટિવ સ્કિમ બેન્કના ઈન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન મારફત ઉપલબ્ધ થશે.

એસબીઆઈના ચેરમેન શ્રી દિનેષ ખારાએ જણાવ્યું હતું કે, એસબીઆઈ એસએમઈ બિઝનેસ લોનમાં ડિજિટલ સોલ્યુશન્સ રજૂ કરી ઈન્ડસ્ટ્રી માટે નવો બેન્ચમાર્ક સેટ કરવા પ્રતિબદ્ધ છે. જે એમએસએમઈ ધિરાણમાં ઈનોવેશનને વેગ આપવાના તેના સતત પ્રયાસો દર્શાવે છે. એમએસએમઈ સહજ ડિજિટલ મોડની મદદથી એમએસએમઈને સરળતાથી અને ઝડપથી ધિરાણ પ્રદાન કરવાના વિઝન સાથે રચાયેલ છે.

એમએસએમઈ સહજ અમારા એકીકૃત ઈનોવેશન અને ગ્રાહક કેન્દ્રિત વલણો સાથે એમએસએમઈ ધિરાણ ક્ષેત્રે માનવ હસ્તક્ષેપ ઘટાડી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવાના અમારા પ્રયાસનું પરિણામ છે. એમએસએમઈ સહજ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ ઝડપી અને સરળ ધિરાણ ઉકેલો પ્રદાન કરતાં દેશમાં અગ્રણી એમએસએમઈ ધિરાણકર્તા તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.”

એસબીઆઈના રિટેલ બેન્કિંગ એન્ડ ઓપરેશન્સના એમડી શ્રી વિનય ટોન્સેએ નિવેદનમાં સૂર પરોવતાં ભાર મૂક્યો હતો કે, એમએસએમઈ સેગમેન્ટના ગ્રોથને પહોંચી વળવા બેન્ક ડિસ્રપ્ટીવ ડિજિટલ ઈનોવેશન સાથે એમએસએમઈ સેગમેન્ટની ઈકોનોમીની ક્ષમતાને વેગ આપે છે. “એમએસએમઈ સહજડિજિટલ બિઝનેસ લોન્સ ફોર ઈનવોઈસ ફાઈનાન્સિંગજીએસટી હેઠળ કાર્યરત અમારા માઈક્રો એસએમઈ એકમોને યુનિક ઉકેલ પૂરો પાડશે, જેની મદદથી તેઓ એસબીઆઈ યોનો બી એપ પર ડિજિટલ મોડલ મારફત કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા ટૂંકાગાળાની ક્રેડિટ “ઓન ટેપ” તાત્ત્કાલિક ધોરણે પૂરી પાડશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.