Western Times News

Gujarati News

બૂટલેગર સાથે ફરતી મહિલા કોન્સ્ટેબલની થાર પત્રકારના નામે હતી

મહિલા કોન્સ્ટેબલ બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ

(એજન્સી)ભૂજ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યાં છે. કચ્છમાં સીઆઈડીમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી (Kutch CID Nita Chaudhry) એક બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ છે. એલસીબીએ જ્યારે નીતા ચૌધરીને અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) પકડ્યા હતાં. તેમણે પોલીસની ટીમ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓએ પોલીસની આઈ ૨૦ અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળે છે જેમાં પોલીસે સ્વ-બચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું પણ મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભચાઉના ચોપડવા પુલ પાસે ગોલ્ડન હોટેલમાં ચેકિંગ કરી રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન થાર કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી નીતા ચૌધરી અને બૂટલેગરે પોલીસ પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. The thar of the lady constable traveling with the bootlegger was in the name of the journalist

જોકે નીતા ચૌધરી સવાર હતી એ થારની માલિકી મુદ્દે પણ ઘણા ગંભીર સવાલો અને શંકાઓ ઊઠી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસને થારમાંથી એક આરસી બુક મળી છે, જેનાથી માલૂમ પડ્યું કે GJ-39-CA-1919 રજિસ્ટ્રેશન નંબરવાળી થારનો માલિક યોગેશ લિંબાચિયા છે. યોગેશ સ્થાનિક સમાચારપત્રમાં પત્રકાર તરીકે નોકરી કરે છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સફેદ રંગની થાર શોરૂમમાંથી જ્યારે છોડાવી ત્યારે પણ નીતા ચૌધરી હાજર હતી,

આ સમયની રીલ્સ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી જોવા મળે છે. એટલું જ નહીં, નીતા ચૌધરી પોતે આ કાર લઈને મોજ માણવા માટે નીકળી પડતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે કારનો ખરેખર માલિક કોણ છે એ પણ પ્રશ્નો ઊભો થાય છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સિંહ જાડેજા સાથે મળીને શરાબની હેરાફેરી કરતી હતી. પોલીસે જ્યારે વાહન રોકીને તપાસ કરી તો તેમાંથી વિદેશી દારૂની ૧૬ બોટલો અને બે બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા. નીતા ચૌધરી પોલીસનો યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો બનાવવાની મનાઈ હોવા છતાં વીડિયો બનાવ્યા હતા અને વર્દીનું અપમાન કર્યું હતું.

ભૂતકાળમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે. નીતા ચૌધરીની સાથે જે કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા પકડાયો તેની સામે પણ અગાઉ ૧૬ કેસ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યા પ્રમાણે નીતા ચૌધરી અને યુવરાજસિંહ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.