Western Times News

Gujarati News

કાલોલ અલિંદ્રા ચોકડી પાસેથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયું

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એસઓજી પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.પટેલ અને એસઓજી પોલીસ સ્ટાફ તારીખ ૦૮/૦૫/૨૦૨૪ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અલિંદ્રા ચોકડી નજીક હાલોલ રોડ ઉપરથી હાલોલ તરફથી ગોધરા તરફ એક ટેન્કર નંબર એમપી-૦૯-એચજી-૩૫૯૫ નુ શંકાસ્પદ હાલતમા જતુ હોય જે ટેન્કર ઉભુ રખાવી ડ્રાઇવરને ટેંકરમા ભરેલ શંકાસ્પદ કેમીકલ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આગળની તપાસ કરતા.

આરોપી સાહીદહુસેન મોહમદસલીમ પીંજારા રહે નાગદા જકશન ચેંબલ સાગર કોલોની તા નાગદા જંકશન જી ઉજૈન રાજય મધ્યપ્રદેશ તથા ગોલ્ડન કેમીકલ એજન્સી માં કામ કરતા વિજય મો નંબર ૬૩૬૭૯૭૭૮૯૩ તથા હડતાલી જેના પૂરા નામ ની ખબર નથી તથા ગોલ્ડન કેમીકલ એજન્સી નાગદા ઉજ્જૈન ના માલીક સંચાલક તથા વહીવટકર્તા નાઓએ વડોદરા નંદેસરી જી આઇ ડી સી માં આવેલ સ્વાતી કલોરાઇડ પ્રા લી કંપનીમાંથી

હાઇડ્રોકલોરીક એસીડ ૩૦ ટકા થી ૩૩ ટકા નો ટેન્કરમાં ભરી સ્વાતી કલોરાઇડ કંપનીમાંથી હિમ્મતનગર ખાતે આવેલ ઉર્વી ફાર્મા કંપનીમા ખાલી કરવા અંગેનુ બિલ તથા ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડની ઓનલાઇન સાઇટ ઉપર મેનીફેસ્ટ જનરેટ કરી ઉર્વી ફાર્મા કંપની આકોદરા હિમ્મતનગરના માલીકો તથા વહીવટકર્તા નાઓએ પોતાની કંપની બંધ હોવા છતા અંગત લાભ મેળવવા ઓનલાઇન મેનીફેસ્ટ સ્વીકારી તેમજ ગોલ્ડન કેમીકલ કંપનીના વહીવટદારો

ધ્વારા ટેન્કરનુ જીપીએસ કાઢી અન્ય પ્રાઇવેટ કાર ધ્વારા ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડને ગેરમાર્ગે દોરવા હિમ્મતનગર ઉર્વી ફાર્મા કંપની સુધી જઇ તથા ટેન્કર નંદેસરીથી વેજલપુ૨ સુધી તુલસી એન્ટરપ્રાઇઝ કંપનીનુ ખોટુ બિલ બનાવી તથા ગુજરાત ફલોરો કેમીકલ કંપની દહેજ નુ ખોટુ એનાલીસીસ સર્ટી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તુલસી એન્ટરપ્રાઇઝ વેજલપુરના સંચાલક ખાલીદ કાચબા તથા માલીક નાઓ

સાથે મળી કંપનીના કંપાઉન્ડમા પાછળના ભાગે જમીનમા ખાડા કરી છેલ્લા છ માસથી જુદી જુદી કંપનીમાથી જોખમી કેમીકલ વેસ્ટ ભરી લાવી કેમીકલ જોખમી હોવાનુ જાણવા છતા જમીન માં ખાલી કરી જમીનને તથા પર્યાવરણ ને નુકશાન કરી કેમીકલ જેવા જોખમી પ્રવાહી અંગે નિષ્કાળજી દાખવી મનુષ્ય તથા પશુ પંખીની જીંદગી જોખમાય તેવુ કૃત્ય કરી પર્યાવરણના નિયમોનો ભંગ કરેલ

પોલિસે સ્થળ ઉપર જ જીપીસીબી ના રીજીનલ અધિકારી ને બોલાવી ખાડાના સેમ્પલ અને ટેન્કર ના સેમ્પલ લેવડાવ્યા હતા જેમાં એસિડિક ઁૐ ની હાજરી મળી આવેલ હતી આમ પોલિસે લાંબી અને નક્કર તપાસ કરી ગુનાના મુળ સુઘી પહોંચી ગુનો શોધી કાઢ્યો અને આરોપીઓ એ પોતાનો આર્થીક લાભ મેળવવા સારૂ તમામ આરોપીઓએ ભેગા મળી ગુન્હાહીત કાવત્રુ રચી એકબીજાને મદદગારી કરી તુલસી એન્ટરપ્રાઇઝ વેજલપુર ખાતે ટેન્કર નંબર એમપી ૦૯ એચજી ૩૫૯૫ નુ જમીનમા ખાલી કરવા જતા પકડાઇ જતાં ઉપરાંત માલિકો,સંચાલકો તથા તમામ જવાબદાર ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું કરવા સહિતની.આઇ.પી.સી. ની વિવિધ કલમો તથા પર્યાવરણ એકટ ની કલમો મુજબ ની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ એસઓજી પી. આઈ આર એન પટેલે હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.