Western Times News

Gujarati News

નશાકારક આયુર્વેદિક સીરપ કૌભાંડમાં ખંભાળિયામાંથી 20 શખ્સો સામે ગુનો નોંધાયો

ખંભાળિયા, ખંભાળિયામાંથી ચોકકસ કંપનીનો આલકોહોલ યુકત આયુર્વેદીક શીરપનો જથ્થો ઝડપાતા પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં ખંભાળીયાના વેપારી પ્રકાશ કિશોર આચાર્ય સહિત અન્ય સાત શખસો સામત ખીમા જામ, ખીજદડના અને હાલમાં ભાવનગરમાં રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદ જસાણી,

ધર્મેન્દ્ર ઉર્ફે ધમેશ નટવરલાલ ડોડીયા, વડોદરાના નીતિન અજીટ કોટવાણી, મુંબઈના તોફીક હાસીમ મુકાદમ અને પણજી ખાતે રહેતા પરવેજ રફીક અહેમદ મોમીન નામના શખસો વિરુધ્ધ ગુનાહિત કાવત્ર રચી આલકોહોલયુકત આયુર્વેદિક દવાની આડમાં રદ થઈ ગયેલા લાયસન્સના ઉપયોગથી ચોકકસ નામથી નશાકારક શીરપનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.

દરમિયાનમાં ખંભાળીયાનો પ્રકાશ કિશોર આચાર્ય નામનો વેપારી પ૦ બોટલ શીરપ સાથે ઝડપાયો હતો. આ પ્રકરણમાં પ્રકાશ આચાર્ય, સામત ખીમા જામ તેમજ વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરનો દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદનો પંકજ પ્રભુદાસ વાઘેલા, હબોગલોબલ કંપનીનો ભાગીદાર સુનીલ સુરેન્દ્ર ઠકકર, સંજય પન્નાલાલ શાહ,

કંપનીનો મેનેજર ઉમરગામનો- વલસાડનો ભાવીક ઈન્દ્રવદન પ્રેસવાલા, જુનાગઢનો અને આયુર્વેદિક સીરપની ફોર્મ્યુલા તૈયાર કરનાર અમીત લક્ષ્મીપ્રસાદ વસાવડા, એ.એમ.બી.ફાર્મા નામની કંપનીના માલિક વાપીનો શીતલ આમોદ ભાવે, કંપનીના વહીવટકર્તા આમોદ અનીલ ભાવે અને સુરેન્દ્રનગરની એક પેઢીના ભાગીદાર મેહુલ રામસિંહ ડોડીયા સહિતના શખસો વિરૂધ્ધ ફોજદાર વી.બી. પીઠીયાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસની વધુ તપાસમાં આ શખસો દ્વારા આયુર્વેદીક શીરપના ઓઠા હેઠળ નશીલી શીરપ બનાવી વેચાણ કરવામાં આવતું હતું અને પોતાના આર્થિક ફાયદા માટેથી જીએસટી નહી ભરી સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટા કીમતી બિલો અને ખોટા સ્ટીકરો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.