Western Times News

Gujarati News

ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો

રાજ્યના ૧૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા: કુલ ૨૦૬ જળાશયોમાં ૨૯ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના ૫૧.૫૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય ૧૦૦ ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે  પ્રાપ્ત થતા ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા,૧૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૩૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું છે.

વધુમાં,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૨૧ ટકામધ્ય ગુજરાતના ૧૭માં ૪૨ ટકાદક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨ ટકાકચ્છના ૨૦માં ૨૧ ટકાજ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૧૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

  રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧૦,૮૨૨ ક્યુસેક,ઉકાઈમાં ૬,૨૯૩,ઉબેણમાં ૫,૯૧૬,મોજમાં ૩,૯૫૨ તેમજ બાટવા -ખારો જળાશયમાં ૩,૮૫૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.