Western Times News

Gujarati News

ભારત સેરા પ્રોગ્રામ દ્વારા સિટીઝન એસ્ટ્રોનોટ લોન્ચ કરશે

સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા) બ્લુ ઓરિજિન સાથે સહયોગ સાધીને જેમની પાસે અવકાશયાત્રીઓ જ ન હોય અથવા ખૂબ જ ઓછા હોય તેવા છ દેશોના નાગરિકોને અવકાશમાં મોકલશે

સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (SERA) બ્લુ ઓરિજિન સાથે મળીને જે દેશો પાસે અવકાશયાત્રીઓ જ ન હોય અથવા ખૂબ જ ઓછા હોય તેવા દેશોના નાગરિકો માટે તેમના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામમાં પાર્ટનર નેશન તરીકે ભારતની જાહેરાત કરી છે. યુએસ સ્થિત એજન્સી સેરા બ્લુ ઓરિજિનના રિયુઝેબલ સબઓર્બિટલ રોકેટ ન્યૂ શેપર્ડના ભવિષ્યના મિશન પર સમગ્ર વિશ્વના છ દેશોના નાગિરકોને આ તક આપશે.

ન્યૂ શેપર્ડ પસંદ કરેલા અવકાશયાત્રીઓને અવકાશથી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય કરેલી સરહદ Kármán લાઇન (100 કિમી)થી 11-મિનિટની મુસાફરી કરાવશે. અવકાશયાત્રીઓ થોડીક મિનિટો સુધી વજનરહિતતાનો અનુભવ કરીને પછી લેન્ડિંગ પેડ પર સરળતાથી નિયંત્રિત રીતે પાછા ફરશે.

સેરાના સહ-સ્થાપક જોશુઆ સ્કર્લાએ જણાવ્યું હતું કે“અમે અમારા હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ કાર્યક્રમના ભાગ રૂપે ભારતને લઈને ઉત્સાહિત છીએ. ભારતે છેલ્લાં કેટલાક વર્ષોમાં તેની અવકાશયાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છેજેમાં ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બનવાનો સમાવેશ થાય છે. અમે દરેક માટે અવકાશની સફરને સુલભ બનાવવા માંગીએ છીએ અને અવકાશયાત્રાની અજાયબીઓનો અનુભવ કરવા ઇચ્છતા ભારતીય નાગરિકોને આ અનોખી તક આપીને અમે ખુશ છીએ.”

કોઈપણ ભારતીય નાગરિક સુરક્ષિત અને ન્યાયી વોટિંગ માટે વેરિફિકેશન ચેકની 2.50 યુએસ ડોલરની ફી ચૂકવીને કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ન્યૂ શેપર્ડ મિશન પર અવકાશમાં જવાની તક માટે લોકો દ્વારા અંતિમ ઉમેદવારોને મત આપીને પસંદ કરાશે.

જોશુઆ સ્કર્લાએ ઉમેર્યું હતું કે“અમારું મિશન 150થી વધુ દેશોના નાગરિકોને અવકાશની મર્યાદિત એક્સેસ ધરાવતાં અભૂતપૂર્વ રિસર્ચમાં ભાગ લેવા અને ઈતિહાસ રચવા સક્ષમ બનાવીને અવકાશને સુલભ બનાવવાનું છે. અમારો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે લોકોને અવકાશ સંશોધનના ભવિષ્યમાં તેમનો વોઇસ અને સ્ટેક ધરાવવા માટે સશક્ત બનાવવાનો છે.”

સંભવિત અવકાશયાત્રીઓએ બ્લુ ઓરિજિનની ફિઝિકલ જરૂરિયાતો પૂરી કરવાની રહેશે. તેઓ તેમના મિશન પ્રોફાઇલ પેજીસસોશિયલ મીડિયા અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને લોકોને તેમની વાર્તા કહીને વોટ્સ મેળવી શકે છે. મતદાન ત્રણ તબક્કામાં ઉમેદવારોને બાદ કરતા કરતા આગળ વધશે. છઠ્ઠી ગ્લોબલ સીટ સિવાય લોકો તેમના દેશ અથવા પ્રદેશના ઉમેદવારોને જ મત આપશે.

સેરાના કો-ફાઉન્ડર સેમ હચિસને જણાવ્યું હતું કે “સમુદાયને તેમના અવકાશયાત્રીઓની પસંદગી કરવાની સત્તા આપીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આ મિશન લોકો દ્વારા અને લોકો માટે ચલાવવામાં આવે છે. આ અભિગમ અવકાશ અંગે દેશવ્યાપી ચર્ચા શરૂ કરશે અને અવકાશ સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપશે. ન્યૂ શેપર્ડની ફ્લાઇટ માટેની ન્યૂનતમ ભૌતિક જરૂરિયાતો અને તાલીમથી અવકાશમાં વધુ વૈવિધ્યસભર અને સમાવિષ્ટ સહભાગિતા દ્વારા પ્રવેશ આડેના અવરોધો ઘટે છે.”

ન્યૂ શેપર્ડના એસવીપી ફિલ જોય્સે જણાવ્યું હતું કે “આ પ્રોગ્રામ દરેક માટે સ્પેસને સુલભ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. ભારતીય નાગરિકને અવકાશમાં મોકલવાના અને અવકાશ સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા આપવાના તેમના પ્રયાસોમાં સેરાને સમર્થન આપવા બદલ અમને ગર્વ છે.”

અવકાશની સફરે જનારા આખરી છ યાત્રીઓ વેસ્ટ ટેક્સાસમાં બ્લુ ઓરિજિનની લોન્ચ સાઇટ ખાતે ટ્રેનિંગ માટે ફ્લાઇટના ત્રણ દિવસ પહેલા પહોંચી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.