Western Times News

Gujarati News

હાઈકોર્ટના ન્યાયાધીશો કેસનો સમયસર નિકાલ કરેઃ જસ્ટીસ ગવઈ

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈએ હાઈકોર્ટના કેટલાક ન્યાયાધીશોના ન્યાયીક વર્તનની આકરી ટીકા કરી છે. અને તેમનો ઉધડો લીધો છે. તેમાં સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ઝુંબેશ ચલાવવી અને પોતાની ફરજોમાં સમયની પાબંદીનું પાલન ન નકરવાનું સામેલ છે. ર૯ જુને કોલકત્તામાં જયુડીશીયલ એકેડેમીમાં બોલતા જસ્ટીસ, ગવઈએ ન્યાયાધીશો દ્વારા સમયસર કોર્ટમાં ન બેસવાના, મહીનાઓ સુધી ચુકદા અનામત રાખવા અને વકીલો સાથે ગેરવર્તન કરવાના ઉદાહરણો પણ ટાંકયાં હતાં.તેમણે કહયું હતું કે હાઈકોર્ટમાં કેટલાક ન્યાયધીશો સમયસર કોર્ટ શરૂ કરતા નથી.

તેમણે કહયું કે આ જાણવું ચોકાવનારું હશે કે કેટલાક ન્યાયધીશો કોર્ટના સમય સવારે ૧૦.૩૦ નો હોવા છતાં તેઓ સવારે ૧૧.૩૦ વાગગે કોર્ટનું કામકાજ શૃર કરે છે. અને ૧ર.૩૦ વાગે તો બેઠી પણ જાય છે. કેટલાક વકીલો તો સેકન્ડ હાફમાં પણ બેસતા નથી. જસ્ટીસ ગવઈએ કહયયું કે કેટલાક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવવા માટે તેમની ઉમેદવારીને પ્રમોટ કરવાની હદ સુધી જાય છે. તેઓ સાબીત કરવાનો પ્રયાસ કરે છે. કે તેઓ તેમની પોતાની કોર્ટના અન્ય વરીષ્ઠ ન્યાયાધીશોને સરખામણીમાં સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ થવા માટે વધુ યોગ્ય છે.

તેમણે કહયું કે આ પ્રકારનું વેતન ન્યાયીક શિસતના સિદ્ધાંતને નબળા બનાવે છે. અને સંસ્થાની પ્રતીષ્ઠાને નુકશાન પહોચાડે છે. જસ્ટીસ ગવઈ મે ર૦રપમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ બનવાની હરોળમાં છે. જસ્ટીસ ગવઈએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ચુકાદાઓ અનામત રાખવાથી “ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે. સામાન્ય માણસની છેલ્લી આશા ન્યાયતંત્ર છે. તેમણે કહયયું નાગરીકોનો આત્મવિશ્વાસ વધારવો આપણી ફરજ છે. કે આપણે એવી રીતે કાર્ય કરીએ કે જેનાથી માત્ર તેમનો આત્મવિશ્વાસ જ વધે નહી પરંતુ જેના માટે બધા ઋણીએ છીએ એ સંસ્થાની ગરીમા પણ વધે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.