Western Times News

Gujarati News

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ બાર એસોસીયેશન દ્વારા એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે આજરોજ તારીખ ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ સવાર ના ૧૦/૦૦ કલાકે નેત્રંગ બાર એસોસીયેશનની અરજન્ટ મીટીંગ મળી

જેમાં નીચે મુજબનો કરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના એસોસીયેશની તરફથી એડવોકેટ પ્રોટેકશન એકટ બાબતે અને વકીલાતને વ્યવસાયકો પર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ આ બાબતે આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવેલ છે.

એડવોકેટસ આપણી કાનૂની પ્રણાલિનો અભીન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તી અને ન્યાય પ્રણાલીની વિજેતા ને સુનિસ્ચીત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાય પ્રક્રિયા અને સત્ય માટેની લડતમાં અંગ્રેસર રહે છે અને હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે.

છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃતિઓની વધારો થયેલ છે અને આ પરીસ્થીતીને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એકટ તાત્કાલિક પસાર કરવાની જરૂર છે જો વકીલો અને તેમના પરીવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિચ્ચીત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિચ્ચીત કરી શકાશે નહીં.

વકીલો સમાજના હિત માટે સત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિસ્થિત થઈને કાર્ય કરી શકે તે માટે વકીલો અને તેઓના પરીવારના હિત માટે આ એડવોકેટ પ્રોટેકશન એકટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થઈ પડેલ છે. તાજેતરમાં તા.૧૬-૦૬-૨૦૨૪નાં રોજ વકીલશ્રી ગોવિંદભાઈ મકવાણા ઉપર પાલનપુરમાં હુમલા કરવામાં આવેલો. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલોનું મર્ડર થયેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.