Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચનની જેમ આજીવન કામ કરતા રહેવાની ઈચ્છાઃ અજય

મુંબઈ, અજય દેવગન અને તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ આવી રહી છે, જે નીરજ પાંડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગન, તબુ અને નીરજ પાંડેએ ફિલ્મના અનુભવ વિશે વિગતે વાત કરી હતી. તેમણે આ ફિલ્મના અનુભવને સૌથી વધુ મીઠાશભર્યાે, હુંફાળો અને યાદોથી ભરપૂર ગણાવ્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં અજયે જીવનમાં સક્રિય રહેવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેના માટે તેણે અમિતાભ બચ્ચનને તેનું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યા હતા કે કઈ રીતે સતત કામ કરવાથી વ્યક્તિ વ્યસ્ત અને તેજ રહે છે. અજયે એમ પણ કબૂલ્યું કે, તેની પાસે જ્યારે કામ ન હોય ત્યારે તેને ચેન પડતું નથી, તે તેની ફિલ્મો બનાવવાનો ખરો જુસ્સો દર્શાવે છે. “સમયાંતરે તમે તમારા બધા જ શોખ ભુલવા માંડો છો.

અને હવે જ્યારે તમારે બ્રેક હોય ત્યારે તમને ખબર નથી પડતી કે તમારે શું કરવું. ત્યારે તમને સમજાય છે કે તમને સેટ પર રહીને કામ કરવામાં સૌથી વધુ મજા આવે છે. હું જ્યારે સેટ પર હોઉં છું કે કામ કરતો હોઉં છું ત્યારે હું સૌથી વધુ ખુશ હોઉં છું.”

બચ્ચને આગળ સમજાવ્યું કે કઈ રીતે વ્યક્તિને કામ યુવાન રાખે છે અને એક ચોકઠાંમાં બંધાતા અટકાવે છે. તેણે કહ્યું કે સતત સંતોષ આપતા કામને છોડી દેવાથી સમય સાથે તમારા શોખ નાશ પામે છે.

અજયે કહ્યું, “હું એવું પણ માનું છું અને આશા રાખું કે બધાં જ માને કે તમે જેટલા વર્ષ સુધી જીવો એટલા વર્ષ કામ કરતા રહો. જે ક્ષણે તમે કામ બંધ કરવાનું અને જીવનમાં મજા કરવાનું નક્કી કરો એટલે તમારી ઉંમર ત્રણગણી વધવા માંડશે. તમે મિસ્ટર બચ્ચનને જ જોઈ લો. એમને કામ કરવું બહુ ગમે છે, તેઓ આ ઉંમરે પણ સતત કામ કરતા રહે છે.

તેઓ ઇન્ટેલિજન્ટ, નોર્મલ અને સમજદાર છે, એક જ કારણ કે તેઓ સતત કામ કરે છે.” સિંગાપોરમાં વૃદ્ધો પણ કામ કરે છે, આ અંગે પોતાના અનુભવ વિશે અજયે કહ્યું કે તેઓ મોટી ઉંમરે પણ કામ કરતા રહેવા પર ભાર આપે છે.

તેણે તેમની ‘આરામ હરામ’ વિચારસરણીથી કોઈ પણ સ્થિતિમાં ઉમરને અનુરૂપ કામ કરતા રહેવાની સિસ્ટમના વખાણ કર્યા હતા. ‘ઔરોં મેં કહાં દમ થા’ની સ્ટોરીમાં ક્રિશ્ના અને વસુધાના જીવનની ઘટનાઓ કેન્દ્રસ્થાને છે.

કેટલીક પરિસ્થિતિના કારણે તેમને અલગ થવું પડે છે. ક્રિશ્ના એટલે કે અજય દેવગનને ખૂનના ગુનામાં જેલમાં જવું પડે છે અને ૨૨ વર્ષે છુટીને તે વસુધા એટલે કે તબુને આખરે મળવા માટે જાય છે. તેમના જીવનની ઘટનાઓ કઈ રીતે આગળ વધશે તે ફિલ્મમાં જોવાનું રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.