Western Times News

Gujarati News

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું

અમદાવાદ / ગાંધીનગર : જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટ્રેડિશનલ સિંધી ડાન્સ અને મ્યુઝિક પરફોર્મન્સ ધરાવતા આ કાર્યક્રમનું આયોજન શ્રી સાધુબેલા તીર્થ , અડાલજ ખાતે કરાયું હતું.

જેમાં ટ્રસ્ટના ફાઉન્ડર અને ટ્રસ્ટીઝ રાજ મેંઘાણી, રાજુભાઈ વાધવાની, જયદીપ સિંધી, રામ આઈલાની, ધરમદાસ વાધવાની, રાજુભાઈ આસવાની, ચેતન આઈલાની, સુરેશ સાવલાની, સુનીલ ટિલવાની  ઉપસ્થિત રહ્યાં હતા. આ ટ્રસ્ટ ને અશોકકુમાર ગંગવાણી ( રાજાભાઈ ), લક્ષ્મણદાસ રોહેરા, નોતનદાસ હરવાણી, પવન સિંધી અને કનુભાઈ જેઠવાણી  સોશિયલ એક્ટિવિસ્ટ નો સંપૂર્ણ સહયોગ હતો.

સવારે સરસ્વતી પૂજા સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની પણ યોજાઈ હતી અને સિંધી સમાજના કલ્ચરર પ્રોગ્રામ સાથે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો. આ કાર્યક્રમમાં 850 થી વધુ લોકો એ હાજરી આપી હતી.

આ કાર્યક્રમ અંગે જય ઝુલેલાલ સિન્ઘી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરાના ફાઉન્ડર અને ટ્રસ્ટી રાજભાઇ મેંઘાણી એ જણાવ્યું હતું કે, “જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, મોટેરા છેલ્લા ઘણા સમય થી આ ક્ષેત્રમાં સક્રિયપણે સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. ટ્રસ્ટ કેટલાક ઉદ્દેશ્યો સાથે કામ કરી રહ્યું છે, જેમાંથી સિંધી સમાજના બાળકો અને યુવાનોમાં શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવાનું છે.

આ યુવાનો આપણા સમાજ, રાજ્ય અને દેશના ફ્યુચરબ્રાન્ડ એમ્બેસેડર છે. આવા યુથ મોટિવેશન ઈવેન્ટ દ્વારા, ટ્રસ્ટ આખા વર્ષ દરમિયાન અમારા બાળકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને માન્યતા આપે છે અને અમે શિક્ષણ ક્ષેત્રે તેમની સિદ્ધિ બદલ એવોર્ડ આપીને તેમનું સન્માન કરીએ છીએ. અને એટલું જ નહીં કે અમે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોની સિદ્ધિઓને પણ ઓળખીએ છીએ. આ વર્ષે અમે આ ઇવેન્ટની 3જી આવૃત્તિની ઉજવણી કરી હતી અને અમે અમારા સમાજના 243 થી વધુ તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા.”

આ કાર્યક્રમમાં 850 થી વધુ લોકો એ હાજરી આપી હતી જેમાં મેરિટના આધારે પુરસ્કારો માટે પસંદ કરાયેલા બાળકો, સમાજના વિવિધ ક્ષેત્રના કેટલાક અગ્રણી વ્યક્તિત્વ જેવા કે સામાજિક કાર્યકરો, પ્રખ્યાત સ્થાનિક અને રાજ્ય સ્તરના રાજકારણીઓ, સિંધી સમાજના VIP જેમ કે સ્પોર્ટ્સ પરસન્સ, સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે.

“મૂળભૂત રીતે, સિંધી સમુદાયના ઉમેદવારો જેમણે 85% કે તેથી વધુ પ્રાપ્ત કર્યા છે તેઓ આ એવોર્ડ માટે અરજી કરવા પાત્ર છે. પછી મેરિટ લિસ્ટના આધારે મીનીમમ ટોપ 15- પુરસ્કારોને ફાઇનલ કરવામાં આવે છે. તે ઉપરાંત અમારી કોર ટીમ માત્ર શિક્ષણ સિવાયના અન્ય ક્ષેત્રોના ઉમેદવારોની પ્રતિભાને પણ ઓળખે છે અને તેમને વિશેષ શ્રેણીના પુરસ્કારો તરીકે એનાયત કરે છે.”- રાજ મેંઘાની એ વધુમાં જણાવ્યું હતું.

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા વિદ્યાર્થીઓની પ્રતિભાને અભિવ્યક્ત કરવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ કોઈ કસર ન છોડે અને  ધ્યાન કેન્દ્રિત કરે, ટ્રસ્ટ તેમને ટેકો આપવા અને દરેક સંભવિત રીતે તેમના પ્રયત્નોને ઓળખવા માટે અગ્રેસર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.