Western Times News

Gujarati News

અમદાવાદમાં ર૦૧૬ બાદ પ્રથમ વખત કોલેરાના ૧૦૦ કરતા વધુ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો વગેરેના કેસ સતત વધી રહયા છે પરંતુ ચિંતાની બાબત એ છે કે અત્યંત જીવલેણ માનવામાં આવતા તેમજ રાજય સરકાર પણ જેની પર સતત ધ્યાન આપે છે તેવા કોલેરાના કેસમાં ચાલુ વર્ષે અસામાન્ય વધારો થયો છે તેમજ ર૦૧૬ બાદ પ્રથમ વખત કોલેરાના કેસનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે. ર૦ર૪ના પ્રથમ છ મહિનામાં જ કોલેરાના ૧ર૩ કેસ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ કોલેરાના કુલ કેસોમાંથી જેમા વર્ષ-૨૦૨૧માં પૂર્વ ઝોનમાંથી ૭.૮૧% કેસો અને દક્ષિણ ઝોનમાં ૮૯.૦૬% કેસો તેમજ પશ્ચીમ ઝોનમાં ૩.૧૩ % કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૨૧ના કુલ કેસોમાંથી ૧૦૦ % કેસો આ ત્રણ ઝોનનાં થાય છે. જ્યારે વર્ષ-૨૦૨૨માં પૂર્વ ઝોનમાંથી ૪૧.૧૮૪ કેસો અને દક્ષિણ ઝોનમાં ૫૦% કેસો તેમજ ઉતર ઝોનમાં ૮.૮૨ % કેસો નોંધાયેલ છે, જેથી વર્ષ-૨૦૨૨ના કુલ કેસોમાંથી ૧૦૦ % કેસો આ ત્રણ ઝોનનાં થાય છે.

તો આ ત્રણ ઝોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં કોલેરાના કેસોમાં ઘટાડો કરી શકાય. વધારામાં પૂર્વ ઝોનમાં અમદાવાદના કુલ કેસોના ૨૨.૮૬ % કેસો વસ્ત્રાલ વોર્ડમાં, ૫.૭૧% કેસો અમરાઇવાડી વોર્ડમાં, ૫.૭૧૪ કેસો રામોલ-હાથીજણ વોર્ડમાં નોંધાયેલ છે અને દક્ષિણ ઝોનમાં અમદાવાદના કુલ કેસોનાં ૧૭,૧૪ % કેસો લાંભા વોર્ડમાં અને ૧૧.૪૩% કેસો વટવા વોર્ડમાં, ૮.૫૭% કેસો બહેરામપુરા વોર્ડમા, ૫.૭૧% કેસો મણીનગર વોર્ડમાં નોંધાયેલ છે

અને ઉત્તર ઝોનમાં ૨.૮૯ % કેસો બાપુનગર વોર્ડમાં અને ૨.૮૬ % કેસો કુબેરનગર વોર્ડમા ૨.૮૯% કેસો નરોડા વોર્ડમાં નોંધાયેલ છે. ર૦ર૩માં કોલેરાના ૧૦૦ટકા કેસમાંથી ૯૭ટકા કેસ માત્ર બે ઝોનમાં જ નોંધાયા છે.

દક્ષિણ ઝોનમાં કુલ ૯પ કેસમાંથી પર અને પૂર્વ ઝોનમાં ૪૦ કેસ નોંધાયા હતાં. આમ દક્ષિણ ઝોનમાં પપ ટકા અને પૂર્વ ઝોનમાં ૪ર ટકા કેસ કન્ફર્મ થયા હતા. જયારે વોર્ડ મુજબ જોવામાં આવે તો રામોલ – હાથીજણમાં ૩૩.૬૮ ટકા, વટવા- ર૬.૩૧ ટકા, લાંભા- ૧ર.૬૩ ટકા કેસ નોંધાયા હતા. અત્રે નોંધનીય છે કે ર૦૦૭થી ર૦ર૩ દરમિયાન માત્ર ૩ વખત જ કોલેરાના ૧૦૦ કરતા વધુ કેસ નોંધાયા હતા જેમાં ર૦૧૦માં ૧૬પ, ર૦૧રમાં ૧ર૬ અને ર૦૧૬માં ૧૦ર કેસનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષે જે ગતિએ કોલેરાના કેસ વધી રહયા છે તે જોતા કેસની સંખ્યા પાછલા તમામ રેકોર્ડ તોડે તેમ માનવામાં આવે છે. શહેરમાં કોલેરાના સતત વધી રહેલા કેસ માટે આરોગ્ય વિભાગ અને હેલ્થ વિભાગની નિષ્ક્રિયતા જવાબદાર છે ખાસ કરીને પ્રદુષિત પાણી, બિનઆરોગ્યપ્રદ આહારના થતા ખુલ્લેઆમ વેચાણ વગેરે કારણોસર કોલેરાના કેસ વધી રહયા છે. શહેરના જે વિસ્તારોમાં ચાલીઓ અને શ્રમજીવી વસાહતો છે તેમાંથી મોટાપાયે કોલેરાના કેસ બહાર આવી રહયા છે.

કોલેરાના હાઈરિસ્ક એરિયા
વટવા ઃ ઈડબલ્યુ એસ કવાર્ટસ, અલાહનગર, વટવા ગામતળ, બહેરામપુરા ઃ મેલડી માતા મંદિર પાસેનો વિસ્તાર, નવી વસાહત, કરીમ કઠીયારાની ચાલી, દાણીલીમડા ઃ સાંકરચદ મુખીની ચાલી, ભીલવાસ, ચંડોળા છાપરા, પરિક્ષિતલાલ નગર, લાંભા ઃ રંગોલી નગર, સરદારની ધાબી, શાહવાડી, ગણેશનગર, વાસણા ઃ સોમેશ્વનગર, ગુપ્તાનગર, પ્રવિણનગર, વિરાટનગર ઃ સંતોષીનગર, શિવ રો હાઉસ,

રણુંજાનગર, મહાદેવનગર, ઓઢવ ઃ ભવાનીનગરનો ટેકરો, રબારી વસાહત, ઈન્દીરાનગરના કાચા છાપરા, જનતાનગર, રામોલ ઃ વિવેકાનંદનગર, હાથીજણ ગામ, જામફળ વાડી, વિનોબાભાવે નગર, ચુનારા વાસ, નિકોલ ઃ ગુજરાત હાઉસીંગ બોર્ડ, હુડકો, ચિત્રકુટ આવાસ યોજના, વસ્ત્રાલ ઃ દિપાલીનગરના છાપરા, મહાકાળી પાર્ક, કાંસકી વાસ,

ગોતા ઃ ભમરીયાના છાપરા, ગોકુલનગરના છાપરા, બોડકદેવ ઃ જાદવનગર, રણછોડપુરા, સરખેજ ઃ નહેરુનગર, તાજપીરનો ટેકરો, કુબેરનગર ઃ સરસવતી નગર, ત્રિકમલાલની ચાલી, જોગેશ્વરીનગર, શંકર જમાદારની ચાલી, સૈજપુર ઃ અનિલ વકીલની ચાલી, પટણી વાસ, મોદી કંપાઉન્ડ, ચુનારા વાસ, ઠક્કરનગર ઃ કેવડાજીની ચાલી, ભોજરાજની ચાલી, સરસપુર ઃ પઠાણની ચાલી, અબ્દુલ શેખની ચાલી, ડો. કનુભાઈની ચાલી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.