Western Times News

Gujarati News

નવા કાયદા મુજબ પ્રથમ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં તાલુકા પોલીસે કતલ કરવાના ઈરાદે પશુ ભરેલ ટ્રક લઈ જવાતી હોવાની બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડી ૭,૨૦,૦૦૦ નો મુદ્દમાલ ઝડપી પાડી મૂંગા પશુઓને મુક્ત કરાવી ચાલક અને ક્લીનરની અટકાયત કરી મોકલનાર અને મંગાવનાર સામે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ પોલીસને બાતમી મળી હતી કે નવા એક્સપ્રેસ હાઈવેથી ટ્રક નંબર જીજે ૨૪ એક્સ ૭૮૭૨ દહેગામ ચોકડી પાસેથી ટોકનાકા પાસેથી પસાર થવાની છે અને તેમાં કતલ કરવાના ઈરાદે મૂંગા પશુઓ લઈ જવાઈ છે જે બાતમીના આધારે પોલીસે નવા એક્સપ્રેસ હાઈવે ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી ટ્રકમાં શું ભરેલ છે

તે ચાલાક અને ક્લીનરને પૂછતાં સંતોષકારક જવાબ ના આપતા ટ્રકના પાછળના પાટીયા તથા ઉપરની તાડપત્રી ખોલી તેમાં ચેક કરતાં ખીચોખીચ ટૂંકા દોરડા બાંધી રાખેલ ભેંસો અને પાડો મળી આવ્યા હતા.જેના પગલે ચાલકનું નામ થામ પુછતા પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના ખડીયાસણનો ૩૯ વર્ષીય તાહિર હનીફ મન્સૂરી તથા ૩૯ વર્ષીય ક્લીનર અલ્તાફખાન અબ્બાસખાન સિપાઈ હોવાની ઓળખ આપતા

તેમના કબ્જામાં રહેલા મૂંગા કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ભેંસો અને પાડો મળી ૧૪ પશુઓનો કબ્જો મેળવી પોલીસે કુલ ૨.૨૦ લાખના પશુ તથા ૫ લાખની ટ્રક મળી ૭.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ઝડપાયેલા પશુઓને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા. મૂંગા પશુઓ કતલ કરવાના ઈરાદે કોને પહોંચાડવાના હતા તેની પૂછપરછ કરતાં ઝડપાયેલા આરોપીએ આણંદ જીલ્લાના સમરખા ગામના અજરભાઈએ ભરી આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.