Western Times News

Gujarati News

એમક્યોર ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે મંગળવારે કહ્યું હતું કે તેણે જાહેર ભરણા માટે પ્રારંભિક શેર-સેલ ઓફરના એક દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે.

એન્કર બુકમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એસબીઆઇ એમએફ, નિપ્પોન ઇન્ડિયા એમએફ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગોલ્ડમેન સૅશ એસેટ મેનેજમેન્ટ, નોમુરા, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે.

ફાર્મા કંપનીએ 48 ફંડ્સને પ્રતિશેર રૂ. 1,008ની કિંમતે 57.8 લાખ ઇક્વિટી શેર્સ ફાળવવાનો નિર્ણય કર્યો છે, જે સાથે ટ્રાન્ઝેક્શનનું કુલ કદ રૂ. 582.6 કરોડ થવા પામે છે, તેમ બીએસઇની વેબસાઇટ ઉપર એક પરિપત્રમાં જણાવાયું હતું.

આ ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 960થી રૂ. 1,008 છે અને જાહેર સબસ્ક્રિપ્શન 3 જુલાઇના રોજ ખૂલીને 5 જુલાઇએ બંધ થશે. આઇપીઓમાં રૂ. 800 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર અને વર્તમાન શેરધારકો દ્વારા અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 1.14 કરોડ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે, જેની કુલ રકમ રૂ. 1,152 કરોડ થવા પામે છે.

આ જાહેર ભરણાનું કુલ કદ રૂ. 1,952 કરોડ છે.  ઓએફએસમાં શેર્સનું વેચાણ કરનારમાં પ્રમોટર સતિષ મહેતા અને ઇન્વેસ્ટર બીસી ઇન્વેસ્ટમેન્ટ્સ IV લિમિટેડ સામેલ છે, જે યુએસ-સ્થિત અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી બેઇન કેપિટલ સાથે સંકળાયેલું છે.

હાલમાં સતિષ મહેતા કંપનીમાં 41.85 ટકા હિસ્સો ધરાવે છે અને બીસી ઇન્વેસ્ટમેન્ટ્સનો 13.07 ટકા હિસ્સો છે.

પ્રસ્તાવિત ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ દેવાની પુનઃચૂકવણી અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. બ્રોકરેજ હાઉસિસે ઇશ્યૂ બાદ કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

પૂણે-સ્થિત એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ ઘણાં મહત્વપૂર્ણ ચિકિત્સાક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીના વિકાસ, ઉત્પાદન અને વૈશ્વિક માર્કેટિંગમાં કાર્યરત છે. આઇપીઓમાં કર્મચારીઓ માટે 108,900 ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.

આ ઉપરાંત ઇશ્યૂનો અડધો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ક્યુઆઇબી), 35 ટકા રિટેઇલ રોકાણકારો અને બાકીના 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે. તે ઉપરાંત રોકાણકારો લઘુત્તમ 14 શેર્સ અને ત્યારબાદ 14 શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરિઝ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ અને જેપી મોર્ગન ઇન્ડિયા ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીના ઇક્વિટી શેર્સ 10 જુલાઇના રોજ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની આશા છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ પ્રારંભિક શેર વેચાણ માટે સેબીની મંજૂરી મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.