Western Times News

Gujarati News

અરવિંદ સ્માર્ટ સ્પેસીસનું ગુજરાતમાં 2025માં રૂ. 1,200-1,500 કરોડના નવા પ્રોજેક્ટ્સ ઉમેરવાનું લક્ષ્ય

  • નાણાંકીય વર્ષ 2025માં અમદાવાદ તથા સુરતથી સંયુક્તપણે સેલ્સ વેલ્યુમાં વાર્ષિક ધોરણે 30-35 ટકાથી વધુની વૃદ્ધિ હાંસલ કરવાની ધારણા

 4 જુલાઈ, 2024, અમદાવાદ – ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીમાંની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ, નવા પ્રોજેક્ટ લોંચ અને અમદાવાદમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સફળતાના પગલે બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024માં પૂરા થયેલા પાંચ વર્ષમાં બુકિંગમાં 38 ટકા વૃદ્ધિ અને કુલ કલેક્શનમાં 46 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

Arvind SmartSpaces targets strong growth in Gujarat with launch pipeline of ₹1,500 Cr in Ahmedabad and Surat in FY25

કંપની પાસે હાલમાં અમદાવાદમાં 1,000 એકરથી વધુ વિસ્તાર વિકાસના તબક્કા હેઠળ છે, જે ગુજરાતના પોર્ટફોલિયોમાં કુલ 68.8 મિલિયન ચોરસ ફૂટ (એમએસએફ)નું યોગદાન આપે છે, જેમાં સુરતમાં 13 એમએસએફ અને બાકીના વિસ્તારનો અમદાવાદમાં સમાવેશ થાય છે. આ પોર્ટફોલિયોમાંથી, 42.2 એમએસએફનું આયોજન કરવામાં આવ્યું છે (સુરતમાં 13 એમએસએફ સહિત), 23.4 એમએસએફનું કામ ચાલુ છે અને 3.2 એમએસએફમાં કામ પૂર્ણ થઈ ગયું છે.

પોતાની ગુજરાત-સંબંધિત વિસ્તરણ યોજનાઓમાં, અરવિંદ સ્માર્ટસ્પેસીસ અમદાવાદ અને સુરતમાં વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાણાંકીય વર્ષ 2025માં આયોજિત કુલ રૂ. 2,500 કરોડના મૂલ્યના નવા લોન્ચમાંથી, રૂ. 1,500 કરોડ અમદાવાદ અને સુરતમાં કરવામાં આવશે. રૂ. 5,500 કરોડની બિઝનેસ ડેવલપમેન્ટ પાઈપલાઈનમાંથી, કંપનીની ધારણા છે કે નાણાંકીય વર્ષ 2025માં ગુજરાતમાંથી જ રૂ. 1,200 થી રૂ. 1,500 કરોડનો બિઝનેસ થશે.

અમદાવાદમાં અરવિંદ સ્માર્ટસ્પેસીસનું બુકિંગ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 340 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 690 કરોડ થયું હતું.  નાણાંકીય વર્ષ 2025માં ગુજરાતમાં બુકિંગ વાર્ષિક ધોરણે 30-35 ટકા વધવાની અપેક્ષા છે. સુરતમાં તાજેતરનું વિસ્તરણ કંપનીની વૃદ્ધિ વ્યૂહરચનામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ દર્શાવે છે અને આ પ્રોજેક્ટ નાણાંકીય વર્ષ 2025માં શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે, કંપનીએ ઘણા સફળ લોન્ચ કર્યા છે, મજબૂત વૃદ્ધિ જોઈ છે તથા પ્રી-સેલ્સ અને કલેક્શનમાં વાર્ષિક ધોરણે મજબૂત પ્રદર્શન સાથે તેની હાજરીમાં વધારો કર્યો છે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી કમલ સિંગલએ  (Mr. Kamal Singal, Managing Director and CEO, Arvind SmartSpaces) ગુજરાતમાં કંપનીની પરિવર્તનકારી સફરને રજૂ કરતા જણાવ્યું હતું કે “અમે ગુજરાતના રેસિડેન્શિયલ માર્કેટ વિશે ખૂબ આશાવાદી છીએ અને ત્યાં ઘણી મોટી ગોલ્ફ થીમ આધારિત ટાઉનશિપ વિકસાવવા માટે ઉત્સાહિત છીએ. અમારી પાસે હવે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત ગુજરાતમાં 69 એમએસએફના પ્રોજેક્ટ્સ છે.

ગુજરાતના બજારમાં જે વિશાળ તકો રહેલી છે તેના પર અમને વિશ્વાસ છે અને અમે ત્યાં અમારી હાજરી વિસ્તારવા માટે આતુર છીએ. આગામી ત્રિમાસિક ગાળામાં આ પ્રદેશમાં નવા પ્રોજેક્ટ્સ ઉમેરવા અને લોન્ચ કરવા માટે અમે આતુર છીએ. અરવિંદ સ્માર્ટસ્પેસીસ ઉચ્ચ-ગુણવત્તાવાળા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે જે વિશાળ અને સુંદર જગ્યાઓનું સંતુલન રજૂ કરે છે અને ગુજરાત અને તેનાથી આગળના શહેરી ક્ષેત્રના ટકાઉ વિકાસમાં ફાળો આપે છે.”

અરવિંદ સ્માર્ટસ્પેસીસના પ્રોજેક્ટ્સ ન કેવળ પ્રેરણા આપવા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ #DesignedToInspire એ ડિઝાઇનને સુલભ બનાવવા વિશે છે. અરવિંદ સ્માર્ટસ્પેસીસ ઔદ્યોગિક ગૃહની શક્તિ અને વિશ્વસનીયતા સાથે, પહેલેથી જ ગ્રુપના ડીએનએમાં રહેલી ડિઝાઇન સેન્સ ધરાવે છે. આનાથી એએસએલ ઉચ્ચ ડિઝાઇન ધોરણોને સંસ્થાકીય બનાવી શકે છે અને તેને નિયમિતપણે, સ્કેલ સાથે, શેડ્યૂલ પર પૂરા પાડી શકે છે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસ પાસે સમગ્ર અમદાવાદ પ્રદેશમાં કુલ 19 પ્રોજેક્ટ્સ છે જેમાં 8 પ્રોજેક્ટ્સ પહેલેથી જ પૂરા થઈ ચૂક્યા છે અને 11 વિકાસના વિવિધ તબક્કામાં છે. અમદાવાદ ઉદ્યોગો માટેનું હબ રહ્યું છે અને છેલ્લા એક દાયકામાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. વધેલી બીએફએસઆઈ, આઈટી તથા આઈટી એનેબલ્ડ સર્વિસીઝ ગતિવિધિઓના લીધે જીવનના ઉચ્ચ ગુણવત્તાના માપદંડો અને વધતી પરવડે તેવી ક્ષમતાએ અમદાવાદમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની માંગમાં વધુ સુધારો કર્યો છે.

રોગચાળા અને તેના પગલે શરૂ થયેલા હાઇબ્રિડ વર્ક કલ્ચરને કારણે ઘર ખરીદનારાઓની પ્રાથમિકતામાં મોટાપાયે ફેરફારો આવ્યા છે અને લોકો માત્ર મોટા ઘરો જ નહીં, પણ સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધુ ધ્યાન આપીને સ્વતંત્ર ઘરો શોધી રહ્યા છે. રોગચાળા પછી જમીનની માલિકી પ્રત્યેનો લગાવ પણ વધ્યો છે. વધુમાં, પ્લોટિંગ સેગમેન્ટમાં બિલ્ટ-ટુ-સુટ સુવિધા ગ્રાહકોને વધારાની ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે.

અરવિંદ સ્માર્ટ સ્પેસીસે નાણાંકીય વર્ષ 2024માં સુરતમાં એક પ્રોજેક્ટ ઉમેર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2025માં લોન્ચ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ ઉચ્ચ સંભવિત સુરત માર્કેટમાં એએસએલનો પ્રવેશ દર્શાવે છે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય ગુજરાતનું આ ત્રીજું શહેર હશે. સુરત એક સ્થાપિત બિઝનેસ હબ છે અને ગુજરાતમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીકએન્ડ હોમ્સ માટેના એક આશાસ્પદ બજાર તરીકે ઉભરી આવ્યું છે.

પ્રોજેક્ટ લોકેશન સુરતના વિવિધ ભાગો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે તથા અંકલેશ્વર અને ભરૂચના ઔદ્યોગિક શહેરોની નજીક છે. આ પ્રોજેક્ટ સુરતમાં ગોલ્ફ કોર્સ, વિશાળ ક્લબહાઉસ, હજારોની સંખ્યામાં સંપૂર્ણ ઉગેલા મોટા વૃક્ષો સાથેના બગીચા અને પ્રાઇવેટ લેક સાથેનો સૌપ્રથમ મોટા પાયે પ્લોટિંગ પ્રોજેક્ટ હોવાની કલ્પના કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.