Western Times News

Gujarati News

કોર્ટના ખોટા ચૂકાદાને લીધે આરોપીએ ૪૦ વર્ષથી વધુ જીવન જેલમાં વિતાવ્યું હતું !

સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટાે દેશની તપાસ એજન્સીઓએ મુકેલા આરોપોનું સર્વગ્રાહી અવલોકન કરી બંધારણીય પરિપ્રેક્ષ્યમાં ચૂકાદાઓ આપે છે તો સરકાર તેની તપાસ એજન્સીઓ બંધારણીય મૂલ્યો અને કાયદાનો તુલનાત્મક અભ્યાસ કરી પછી એફ.આઈ.આર. કરે તો કોર્ટમાં કેસોનો ભરાવો ઓછો ના થાય ?!

“રડી લો આ જ સબંધોને વિટળાઈ જઈને પછી કોઈની કબર મળે ન મળે”! – પૂર્વ ચીફ જસ્ટીસ અનંતભાઈ દવે !!

તસ્વીર એમરિકાની સુપ્રિમ કોર્ટની છે ! જયારે બીજી તસ્વીર અમેરિકાની મિસોરીની જેલમાંથી ત્રણ લોકોની હત્યા કરવાની સજા કાપીને નિર્દાેષ છુટેલા આરોપી કેવિન સ્ટ્રિકલેન્ડની છે ! કોર્ટના ખોટા ચૂકાદાને લીધે આરોપીએ ૪૦ વર્ષથી વધુ જીવન જેલમાં વિતાવ્યું હતું ! પરંતુ આખરે એ નિર્દાેષ છુટતાં અજાણ્યા લોકોએ તે બાકીની જીદંગી શાંતિથી જીવી શકે તે માટે ૧૪.૫ લાખ ડોલર ભેગા કરી આપ્યા ! અંદાજે ૧૦.૭ કરોડની રકમ થાય છે !!

કોર્ટે કેવિનને નિર્દાેષ ઠરાવતા નોંધ્યુ કે, કેવિનને દોષિત ઠરાવવા પુરતા પુરાવા નહોતા ! કેવિન નિર્દાેષ છુટયા પછી કહ્યું કે, “તેઓ શ્રી ભગવાનનો આભાર માને છે”!! વિશ્વમાં આવું અનેક જગ્યાએ બને છે ! ભારતમાં તો કેસો ચાલવા પર જ નથી આવતા તેનો ફાયદો ઈ.ડી., સી.બી.આઈ., ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને મળે છે ?! ‘લોકશાહી’ સરકારનો શું અર્થ ?! In India, cases do not come only when they are pending, ED, CBI, Income Tax Department get the benefit?! What does ‘democratic’ government mean?!

ઘણીવાર કેસ ચાલતા વર્ષાે વિતી જાય છે ! ત્યારે આ દુનિયાએ, સમાજે, સીસ્ટમે છીનવી લીધેલી જીંદગી માટે કોણ જવાબદાર ?! ન્યાયાધીશો, વકીલો ?! સમાજ વિચારે તેનો વિકલ્પ શોધે કે હત્યાના ગુન્હાઓ ફાસ્ટટ્રેક કોર્ટમાં જ ચાલીને પાંચ વર્ષમાં સુપ્રિમ કોર્ટ સુધી પુરો કરી નાંખવો જોઈએ ખરૂં ને ? !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

‘કલ ખેલ મેં હમ હો ન હો ગર્દિશ મેં તારે રહેંગે સદા’ ! જસ્ટીસ મુકેશભાઈ શાહ તેનો જવાબ છે ‘કયા યે આપને ઐસા ઈન્સાફ કી લકીર ઈસ ધરતી પર રહેંગે સહ’?! ન્યાયધીશો ઐતિહાસિક ચૂકાદા હંમેશા જીવત રહે છે !!

અમેરિકાના રાજનીતિજ્ઞ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “કોઈપણ સ્થળે પ્રવર્તતો અન્યાય એ પ્રત્યેક જગ્યાએ પ્રર્વતમાન ન્યાય માટે ખતરો છે”!! જયારે અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “ન્યાયનું વહાણ એ સરકારનો સૌથી મજબુત આધારસ્તંભ છે”!! ભારતની અદાલતોએ અનેક વિવાદાસ્પદ કેસોમાં કરેલા અને સમજદારી દાખવીને “ન્યાયધર્મ” ની ગરિમા જાળવી છે ! અને અનેકવાર સરકારે કરેલા કેસોમાં સી.બી.આઈ !

ઈ.ડી ! ક્રાઈમ બ્રાન્ચે કરેલા કેસોમાં અદાલતો કથિત પુરાવાઓનું ગંભીર અને સર્વગ્રાહી અવલોકન કરીને આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મુકવાના અને કથિત કેસોમાં આરોપીના જામીન મંજુર કરતા તપાસ એજન્સી વિરૂધ્ધ ગંભીર અવલોકન કર્યાના ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે !! જે દેશની રાજય સરકારો માટે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ માટે ગંભીર આત્મદર્શનનો મુદ્દો બન્યો છે !!

ભારતની સુપ્રિમ કોર્ટે અત્યંત વિવાદાસ્પદ કેસોમાં નિભાવેલો “ન્યાયધર્મ” એ લોકશાહી મૂલ્યોનો આધારસ્તંભ છે ! અને સરકાર અને સરકારની તપાસ એજન્સીઓ માટે આત્મનિરિક્ષણનો મુદ્દો છે ?!

ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે ‘કાયદાનું શાસન’ જ મોટી આશા છે, ન્યાયતંત્ર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે ધારાસભા કે કારોબારીની હકૂમત હોવી જોઈએ નહીં”!! આ આદર્શ પર ભારતનું ન્યાયતંત્ર પોતાની આગવી અને અર્થસભર ફરજ બજાવે છે એ અત્રે નોંધનીય છે ! અદાલતોએ ભારતના લોકોની આઝાદી અને માનવ અધિકારની રક્ષક રહી છે ! તે કેવી રીતે ?!

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડની નેતૃત્વ વાળી બેન્ચમાં જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ શ્રી મનોજ મિશ્રાની ખંડપીઠે મિડિયા હાઉસમાં પ્રસિધ્ધ થયેલા લેખ અંગે અવલોકન કરતા કહ્યું કે, “કોઈપણ લેખ કેટલો નુકશાનકારક છે એ જાણ્યા વગર એના પર “રોક” લગાવવી એ “મોતની સજા” આપવા બરોબર છે”!!

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તાએ એક કેસનું અવલોકન કરતા કહ્યું હતું કે, “અત્યારે માત્ર બુમો પડી રહી છે અને સૂત્રોચાર થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવે છે કે, “તમે મારી સાથે સહમત થાઓ નહીંતર તમે મારા દુશ્મન છો””!! દેશના સ્થાપકોએ આ પ્રકારની લોકશાહીની કલ્પના નહોતી કરી !! ભારતની સુપ્રિમ કોર્ટે તો પાકિસ્તાન યુવક સજજાદ વોરાને પાકિસ્તાનથી સુરત આવેલા યુવકની નકલી નોટો છાપવાના આક્ષેપસર ધરપકડ કરી હતી

જેમાં ગુજરાતની સેસન્સ કોર્ટે ગુજરાતની હાઈકોર્ટે અને આખરમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી રોહિત ફલી નરીમાન જસ્ટીસ શ્રી નવીનભાઈ સિંહા અને જસ્ટીસ શ્રી ઈન્દીરા બેનરજીને નિર્દાેષ છોડવા હુકમ કર્યાે હતો !! સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગાઈ, જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા અને જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ બોસની ખંડપીઠે ઉનાવા ગેંગ રેપ કેસમાં એક જ દિવસમાં ફટાફટ ચાર હુકમો જાહેર કરતા ભા.જ.પ.ના ધારાસભ્ય શ્રી કુલદિપસિંહ સેંગર સામે ૭ દિવસમાં તપાસ કરવા અને ૪૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવા અને પિડિતા મહિલાને ૨૫ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યાે હતો !

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એસ.એ. બોબડેએ વિકાસ દુબે કેસમાં એવું અવલોકન કર્યું હતું કે, “વિકાસ દુબે સામે આટલા બધાં કેસો હોવા છતાં આરોપી વિકાસ દુબેને મળેલા જામીન એ સંસ્થાગત નિષ્ફળતા છે”!! તેમ કહી કાયદાનું શાસન પ્રસ્થાપિત કરતો હુકમ કરેલ !!

આ જ રીતે ગુજરાત હાઈકોર્ટ અને દેશની હાઈકોર્ટના ચૂકાદાઓ રસપ્રદ અવલોકનનો આધાર બન્ય છે ?! કલ ખેલ મેં હમ હો ન હો ગર્દિશ મેં તારે રહેંગે સદા !! જસ્ટીસ શ્રી મુકેશકુમાર ?!

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો હોય કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો હોય તેમણે આપેલા ઐતિહાસિક ચૂકાદાઓએ ભારતના પ્રજાતંત્રની દિશા નકકી કરશે !! નેતાઓને તો આજકાલ મોટા ભાગે “સત્તા” નું સિંહાસન સાચવવાનો ઉદ્દેશ પ્રથમ હોય છે ?! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના કે ગુજરાત હાઈકોર્ટના કે દેશની અન્ય અદાલતોના ન્યયાધીશો જે ચૂકાદા આપે છે તે દેશ માટે દિવાદાંડી સમાન હોય છે !

માટે તો સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ શ્રી મુકેશભાઈ શાહે કહ્યું હતું કે, “જીના યહાં મરના યહાં ઉસકે સિવા જાના કહાં ?! કલ ખેલ મેં હમ હો ના હો ગર્દિશ મેં તારે રહેંગે સદા”!! હા દેશના ન્યાયાધીશોએ લખેલા ચૂકાદાઓ “તારા” બની સદા ચમકતા રહેશે !! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી અનંતભાઈ દવેએ કહ્યું હતું કે, “રડી લો આજ સબંધોને વિંટાળાઈ જઈને પછી કોઈને કોઈની કબર મળે ન મળે વળાવવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે”!!

ગુજરાત હાઈકોર્ટના જે તે સમયના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી વૈભવીબેન નાણાંવટીએ સાબરમતીને પ્રદુષિત થતી અટકાવવા સાબરમતીમાં કચરો ઠાલવતા ઉદ્યોગોને સરકારે કનેકશન ન કાપતા ગુજરાત હાઈકોર્ટને કનેકશન કાપવા હુકમ કર્યાે હતો ! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી વિક્રમનાથે અને જસ્ટીસ શ્રી જે. બી. પારડવાલાએ ન્યાયના વ્યાપક હિતમાં કોઈપણ વ્યક્તિની પાસા હેઠળ અટકાયત કરો તો તેના કારણો તથા દસ્તાવેજ આપવા હુકમ કરેલ હતો !!

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એ. જે. દેસાઈએ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવે પરણિત પુત્રી જ કુટુંબનો અભિન્ન અંગ કહેવાય માટે હાઈકોર્ટે પિતાના મૃત્યુ બાદ પુત્રીને રહેમરાહે નોકરી આપવાનો હાઈકોર્ટે હુકમ કર્યાે હતો ! દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ શ્રી સિધ્ધાર્થ મૃદુલ અને જસ્ટીસ શ્રી અનુપ એ. ભંભાનીની ખંડપીઠે દિલ્હીની એક્ટિવિસ્ટ નતાશા દેવાંગના અને આસિફ સામે સરકારનો વિરોધ એ આંતકી પ્રવૃત્તિ નથી તેમ ગણાવી જામીન આપી દીધાં હતાં !!

આમ છેલ્લે તાજેતરમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સારેનને મનીલોન્ડરીંગ કેસમાં ઈ.ડી.એ ધરપકડ કરી કેસને બહું લાંબો ખેંચવા પ્રયાસ કર્યાે હતો આ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને જામીન આપતાં નોંધ્યું છે કે, પ્રથમ દ્રષ્ટિએ હેમંત સોરેન દોષિત હોય તેમ નથી લાગી રહ્યું ! તેમને છોડવાથી અપરાધ થાય એવું પણ નથી લાગી રહ્યું ! પ્રથમ દ્રષ્ટિએ અપરાધ કર્યાે હોવાનું સાબિત ન થતાં કોર્ટે જામીન આપ્યા છે ! આવા તો અનેક કેસો છે એ જોતાં એવું લાગે છે કે ભારતમાં લોકશાહી અને અદાલતો ન હોય તો દેશની પ્રજાનું શું થાત ??! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.