Western Times News

Gujarati News

શહેરોમાં રહેતી ભારતીય મહિલાઓ પુરૂષો કરતાં બેંકમાં વધુ નાણાં ધરાવે છે

Nari vandan utsav from 1st august

File

ભારત આર્થિક પરિવર્તનના અગ્રીમ મોરચેઃ ડેમોક્રેટાઇઝેશન, ચાઈના પ્લસ વન તકો અને મહિલા સશક્તિકરણ વિકાસને આગળ ધપાવે છે

  • ચાઈના પ્લસ વન તકઃ ભારત માટે 300 અબજ ડોલરની તક ચીનની આર્થિક દિશા બદલાવાના લીધે ભારત માટે વાર્ષિક 300 અબજ ડોલરની તકો ઊભી થશે

 ભારતના બોર્ડરૂમ્સ સુલભ બન્યા પહેલી વખત નોન-આઈઆઈટી, નોન-આઈઆઈએમ અને નોન-ફોરેન ડિગ્રીવાળા લોકો નિફ્ટી50 કંપનીઓ પૈકીની મોટાભાગની કંપનીઓનું નેતૃત્વ કરે છે 

મુંબઈ, પોતાની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ માટે વિખ્યાત માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે આજે ભારતમાં રોકાણની નવી તકોને આગળ વધારતી ત્રણ પરિવર્તનકારી થીમ પર પ્રકાશ પાડ્યો હતો: બોર્ડરૂમ તકોને સુલભ બનાવવા, 300 અબજ ડોલરની ચાઇના પ્લસ વન તકો અને ભારતીય મહિલાઓનું સશક્તિકરણ. Marcellus investment Managers – India at the Forefront of Economic Transformation: Democratization, China +1 opportunity, and Women’s Empowerment Drive Growth.

ઊભરતાં બજારોના ક્ષેત્રમાં ભારત અને ચીન બંનેએ નોંધપાત્ર સંખ્યામાં સાતત્યપૂર્ણ વિશાળકાય કંપનીઓ ઊભી કરી છે, એવી કંપનીઓ કે જેણે એક દાયકામાં સતત વાર્ષિક ધોરણે 10 ટકા આવક વૃદ્ધિ અને 10 ટકા આરઓસીઈ હાંસલ કરી છે. જો કે, ભારત ન કેવળ સાતત્યપૂર્ણ કંપનીઓની સંખ્યામાં ચીનથી આગળ વધે છે, પરંતુ તેના ચીની સમકક્ષોની સરખામણીમાં શેરધારકોને બમણાથી વધુ વળતર આપીને પણ આગળ આવ્યું છે.

 ચાઈના પ્લસ વન તક સાથે ભારત મોટા આર્થિક પરિવર્તનની ટોચ પર ઊભું છે. વૈશ્વિક વ્યવસાયો ચીનથી દૂર તેમની સપ્લાય ચેઇનને વૈવિધ્યસભર બનાવવાનું વિચારે છે, તેથી ભારતને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. સ્માર્ટફોન્સ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) અને મેડિકલ ડિવાઇસ જેવા મુખ્ય ક્ષેત્રો આ વૃદ્ધિને આગળ વધારશે તેવી અપેક્ષા છે, જે સંભવિતપણે ભારતના અર્થતંત્રમાં વધારાના 300 અબજ ડોલરનું યોગદાન આપશે. આ તકને ભારત સરકારની સક્રિય નીતિઓ દ્વારા વધુ પ્રોત્સાહન મળે છે જે વૈશ્વિક ઉદ્યોગોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે, જે સતત આર્થિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.

 માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપક અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સૌરભ મુખર્જીએ જણાવ્યું હતું કે, “ભારત એક નિર્ણાયક તબક્કા પર છે જ્યાં સુલભ બનેલી તકોનું સંકલન, વ્યૂહાત્મક આર્થિક સ્થિતિ અને મહિલાઓનું સશક્તિકરણ અભૂતપૂર્વ વિકાસ માટેનો માર્ગ મોકળો કરી રહ્યું છે. નાના શહેરોના ઉદ્યોગસાહસિકો, ચાઈના પ્લસ વન તકની સંભાવના અને ભારતીય મહિલાઓની વધતી જતી આર્થિક શક્તિ એ મુખ્ય ચાલકબળો છે જે ભારતના ભાવિને આકાર આપશે. માર્સેલસ ખાતે, અમે અમારા હિસ્સેદારો માટે લાંબા ગાળા માટે મૂલ્ય સર્જન કરવા આ પરિવર્તનશીલ વલણોને ઓળખવા અને તેમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

 ભારતના વ્યવસાયિક વાતાવરણમાં વર્ષોથી નોંધપાત્ર ફેરફારો થયા છે, જે એક એવા યુગને ઉત્તેજન આપે છે જ્યાં સમાજના વ્યાપક સ્પેક્ટ્રમ માટે તકો વધુને વધુ સુલભ બની છે. નાના શહેરો અને ઓછી સુવિધાઓ ધરાવતા વર્ગમાંથી આવેલા નવા ઉદ્યોગસાહસિકોનો ઉદય આ પરિવર્તનનું ઉદાહરણ આપે છે. ભારતના ડિજિટલ અને ભૌતિક એકીકરણે આ વ્યક્તિઓને આગળ આવવા, પરંપરાગત શક્તિ માળખાને પડકારવા અને નવો ઉદ્યોગસાહસિક તથા વ્યાવસાયિક વર્ગ બનાવવા માટે સક્ષમ બનાવ્યા છે.

 ભારતીય મહિલાઓનું સશક્તિકરણ એ ભારતની વિકાસગાથામાં એક શક્તિશાળી કથા છે. મહિલાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો થવાથી વિવિધ ક્ષેત્રોમાં મહિલા-કેન્દ્રિત વપરાશ અને રોકાણની તકોમાં વધારો થયો છે. શહેરી ભારતીય મહિલાઓ વધુ સંપત્તિ ભેગી કરી રહી છે, જેનું પ્રમાણ મોટી બેંક ડિપોઝીટ્સ અને તેજી નિહાળી રહેલા ટેક ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં વધુ કમાણી દર્શાવે છે. આ લાભો હોવા છતાં, પડકારો યથાવત છે, જેમ કે વર્ષ 2,000થી ભારતીય મહિલાઓમાં ઘટતો જતો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર). જો કે, મહિલાઓ અને પુરૂષો વચ્ચે વેતનનો ઓછો તફાવત લિંગ સમાનતા તરફની પ્રગતિ દર્શાવે છે.

 ભારતીય મહિલાઓ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, ઈન્ટરનેટ દ્વારા મુખ્ય બજારોમાં વધુ પહોંચ, ધિરાણની સરળ એક્સેસ અને સમૃદ્ધ મહિલાઓના વધતા લક્ષ્ય બજારને કારણે વધુ સમૃદ્ધ બની રહી છે. આનાથી ભારતીય મહિલાઓમાં તેમના પુરૂષ સમકક્ષોની તુલનામાં ઉદ્યોગસાહસિકતાનો ઝડપથી ફેલાવો થયો છે.

 પુરૂષો કરતાં વધુ ભારતીય મહિલાઓ મતદાન કરી રહી છે, જે તેમની વધેલી રાજકીય ભાગીદારી અને સશક્તિકરણને દર્શાવે છે. માહિતી અને વ્યવસાયની તકોની વધુ સારી પહોંચ દ્વારા સંચાલિત આ ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે, જે રાજકારણમાં મહિલાઓના પ્રભાવને વધુ વધારશે અને સશક્તિકરણનું એક મજબૂત ચક્ર બનાવશે.

 આ પરિવર્તનકારી થીમ વિવિધ ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઊભી કરી રહી છે. રોકાણકારો હવે નાના નગરોમાં વધતા જતા ઉદ્યોગસાહસિક ક્ષેત્રમાં ઝંપલાવવા, ચાઇના પ્લસ વન તક સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનના ડાયવર્સિફિકેશનનો લાભ ઉઠાવવા અને વધતા મહિલા-કેન્દ્રિત વપરાશ અને રોકાણના વલણોનું અન્વેષણ કરવામાં સક્ષમ છે. માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ અમારા હિતધારકો માટે શ્રેષ્ઠ વળતર આપવા માટે આ તકોને ઓળખવામાં અને તેનો લાભ લેવામાં મોખરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.