Western Times News

Gujarati News

આજે પણ ગુજરાતના આ ગામના આદિવાસી પર અત્યાચાર થઈ રહ્યા છેઃ કલેકટરને આવેદનપત્ર

ભુરખલ ગામે આદિવાસી સમાજના નાગરિકો પર અત્યાચારના મુદ્દે આવેદનપત્ર સુપ્રત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનાં ભૂરખલ ગામે અવાર નવાર આદિવાસી સમાજના લોકો સાથે અન્ય બિન આદિવાસી સમાજના માથાભારે અસામાજીક તત્વો ધ્વારા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. અને આ બાબતે અગાઉ શહેરા તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં પાંચ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છતાં પણ અત્યાચારો કરવાનું અટકવાનુ નામ લેતા નથી.

જેથી શહેરા તાલુકાના ભૂરખલ ગામને “એટ્રોસીટી પ્રોન એરીયા” તરીકે જાહેર કરવા અને અનુસુચિત જાતીના લોકોને રક્ષણ કાયમી ધોરણે આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આજરોજ શહેરા તાલુકાના ભુરખલ ગામના આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિન આદિવાસી સમાજના માથાભારે શખ્સો દ્વારા અવારનવાર તેઓ ઉપર હુમલાઓ કરવામાં આવે છે જેથી રક્ષણ આપવા માટે માંગ કરી હતી

વધુમા એટ્રોસીટી એક્ટ તે સ્પેશિયલ એક્ટ છે. જેથી પોલીસ સ્ટેશનમાં આરોપીઓને જામીન ઉપર મૂકવાની પ્રથા બંધ કરવા અમારી માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનોમાં એટ્રોસીટી એક્ટની ફરીયાદો દાખલ થતી જ નથી તે બાબતે પોલીસ સ્ટેશનો સંવેદનશીલ બને ગુનાઓ ન દાખલ કરનાર અધિકારીઓની વિરૂધ્ધમાં કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.

અમારી માંગણીઓ નહીં સંતોષાય તો બંધારણીય રીતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણભાઈ પારગી એ જણાવાયું હતું કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભૂરખલ ગામે રાઠવા સમાજના આદિવાસી લોકો ઉપર ભરવાડ સમાજ ના લોકો દ્વારા આદિવાસી રાઠવા સમાજની માલિકીની જમીનમાં ગેરકાયદેસર જમીનમાં પાયાઓ કેમ કરો છો

તેવી આદિવાસી રાઠવા સમાજના ઈસમ કહેવા જતા તેની ઉપર માથાભારે શખ્સોએ માર મારી હુમલો કર્યો હતો.જ્યારે આ માથાભારે શખ્સ સામે પાંચ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે.ત્યારે ગોકળપુરા ગામે એક સરપંચને માથાભારે શખ્સોએ મારી નાખ્યો હતો તેઓ બનાવ ભૂરખલ ગામે ન બને તે માટે અને આદિવાસી રાઠવા સમાજ ઉપર અત્યાચારો કરવામાં ના આવે તે માટે આજરોજ જિલ્લા અધિક કલેકટર ની મારફતે ગુજરાતના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.