Western Times News

Gujarati News

આ સમાજ સેવક ઝૂંપડાઓમાં રહેવાવાળાઓને કરી રહ્યા છે તાડપત્રી અને પ્લાસ્ટિકનું વિતરણ

વાપીમાં ઝૂંપડાઓમાં રહેવાવાળાઓને તાડપત્રી અને પ્લાસ્ટિકનું વિતરણ

(પ્રતિનિધિ) વાપી, સમગ્ર પ્રદેશમાં ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે એવા માં મેધરાજા પોતાન ધુઆધાર બેટિંગ જે વલસાડ જિલ્લામાં કરી રહ્યા છે જેનાથી ઝૂંપડપટ્ટી એ રસ્તાઓ તથા હાઇવે ની આજુબાજુમાં ચોપડા બનાવી રહેતા મજૂર તથા કામદાર વર્ગના ગરીબ લોકો ભારે વરસાદની સિઝનમાં ને ખૂબ જ તકલીફ વેઠતા હોય છે. અને તેમની અને તેમનાબાળકોની હાલત ખૂબ જ દયનીય બની જતી હોય છે.

વરસાદના વધુ પડતા પ્રમાણ થી આવા પરિવારોના ઘરોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે વાપી ના આજુબાજુ ના અલગ અલગ વિસ્તારમાં આર્થિક રીતે નબળા તથા મજુર વર્ગના પરિવારો ના ઘરો ના છત માંથી પાણી પાડવા લાગ્યા છે વરસાદ સાથે વધુ પડતાં પવન ને કારણે લોકોના ઘરોના છતના છાપરા પણ તૂટી જવા પામ્યા છે

એવામાં વાપી ના સમાજ સેવક એવા કિરણ રાવલ દ્વારા વાપી અલગ અલગ વિસ્તારો માં ફરીને જે પણ ઘરોની છતમાંથી પાણી પડતું હોય એવા ઘરો વાળા વિસ્તારો માં અને ખાસ કરીને રસ્તાઓ અને હાઇવે ની આજુબાજુ પોતાનું ઝૂંપડું બનાવી પોતાના પરીવાર સાથે ગુજરાન કરતા હોય એવા પરિવારોને મળીને તેમના ઘરોની છતમાંથી પાણી ના પડે અને

એમને પડનારી તકલીફ માં થોડી રાહત મળી રહે એ ને દયાન માં રાખી કિરણ રાવલે છેલ્લા ૨ દિવસથી તાડપત્રી તેમજ જાડા પ્લાસ્ટિકનું વિતરણ કરવાનું કાર્ય ચાલુ કર્યું હતું આમ સમાજ સેવક કિરણ રાવલ દ્વારા ૩ મીટર અને ૬ મીટર ની એવી લગભગ ૩૬૦ ઘરોમાં તાડપત્રી અને જાડા પ્લાસ્ટિક નું વિતરણ કર્યું હતું જેનાથી લોકો ના ઘરો માં વરસાદ પડવાથી થોડી રાહત થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.