Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના માધવ સેતુ બ્રિજ તરફનો માર્ગ બિસ્માર

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે.ઝઘડિયા તાલુકામાં અશા માલસર વચ્ચેના માધવ સેતુ બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે,

જે માધવ સેતુ બ્રિજ બનવાથી વડોદરા, ડભોઈ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે.પરંતુ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે.અશા માલસર બ્રિજને જોડતો આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતાં વાહન ચાલકોને અગવડ પડી રહે છે.

આ માર્ગ ઉપર ઓવર લોડ વાહનોને લઈ માર્ગ બિસ્માર બન્યાના આક્ષેપ લોકોએ કર્યા હતા અને આજ માર્ગ પર આવેલ તાલુકાના વડીયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વીસ દિવસ પહેલા ઢસડી પડયો હતોદ્બજેના પગલે વાહનોને અવરજવર માટે સમસ્યા ઉભી થઈ છે? તેમ જતા આ વીસ દિવસ દરમિયાન જવાભદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેના પગલે?

વધુ મોટો ખાડો પડી ગયેલ છે જેને લઈ કોઈ વાહન ચાલક આ ખાડામાં ખાબકે તો મોટો અકસ્માત થઈ શકે છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આળસ ખંખેરી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડીયા મંદિર પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડયું છે તેનું સમારકામ કરવામાં આવશે ? કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવશે ! તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે! કોઈ મોટો અકસ્માત થાઇ એ પહેલા આ માર્ગની સમારકામની કામગીરી થાય એવી લોક માંગ ઉઠવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.