Western Times News

Gujarati News

સૂર્યનગરી સુપરફાસ્ટ, વલસાડ-વડનગર ટ્રેનને અંકલેશ્વર સ્ટોપેજની માંગણી

પ્રતિકાત્મક

અંકલેશ્વરમાં ટ્રેનોના સ્ટોપેજ કોરોનાકાળ દરમિયાન રદ્દ કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર, વેસ્ટર્ન રેલવે પેસેન્જર અને પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ ચર્ચગેટ-મુંબઈ ખાતે વેસ્ટન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી અંકલેશ્વરમાં ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે અપીલ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નંબર ૧ર૪૮૦-૧ર૪૭૯ સૂર્યનગરી સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનનો સ્ટોપ હલામાં ઉઠાવી લેવામાં આવ્યો છે.

જેના લીધે અંકલેશ્વરના પેસેન્જરોને ખૂબ જ મુસીબતનો સામનો કરવો પડે છે આ ટ્રેનમાં મુસાફરોને વડોદરા અથવા સુરત જઈને આ ટ્રેનમાં જવા માટે અંકલેશ્વરના બદલે ૭૦ થી ૮૦ કિ.મી. જવું પડે છે જેનાથી પેસેન્જરોને પોતાના કુટુંબમાં નાના-મોટા માણસોને વધારે ના પૈસા અને સમય વેડફાય છે અંકલેશ્વર શહેર ભરૂચ જિલ્લાનું બીજા નંબરનું મોટુ શહેર છે

ઉપરાંત અંકલેશ્વરમાં અને આસપાસ નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. ભૂતકાળમાં રાજયસભા સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલની રજૂઆતના પગલે મોટાભાગની ટ્રેનોને સ્ટોપેજ ભરૂચ તથા અંકલેશ્વરમાં આપવામાં આવ્યા હતા પરંતુ કોરોનાકાળમાં આ ટ્રેનોના સ્ટોપેજ રદ કરી દેવામાં આવ્યા હતા જે આજદિન સુધી સ્ટોપેજ આપવામાં આવ્ય્‌ નથી જે ઘણી દુઃખદ બાબત છે

જેથી આ ટ્રેનોના સ્ટોપેજ વહેલી તકે અપાય તેવી લોક લાગણી અને માંગણી છે. ટ્રેનનો સ્ટોપેજ ના હોવાથી આ ઉદ્યોગોને ગંભીર અસર થાય છે જેનાથી રેલવે કેન્ટીન, પા‹કગ અને રલવેની આવકમાં પણ અસર કરે છે જેથી તેઓએ નમ્ર અરજ કરી પેસેન્જરોને પડતી તકલીફ દૂર કરવા આ ટ્રેનને સ્ટોપ ફરીથી આપવામાં આવે તથા ટ્રેન નંબર ર૦૯પ૯-ર૦૯૬૦ વલસાડ-વડનગર ટ્રેનને પણ અંકલેશ્વર સ્ટોપ આપવામાં આવે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.