વારી રિન્યૂએબલને રાજસ્થાનમાં જુના રિન્યૂએબલ એનર્જીનો 412.5 MWp સોલર પ્રોજેક્ટ માટે EPC કોન્ટ્રાક્ટ મળ્યો
મુંબઈ, 8 જુલાઈ, 2024 – 30 જૂન, 2023 સુધી 12 GWની સૌથી મોટી એકંદર સ્થાપિત ક્ષમતા સાથે સોલર પીવી મોડ્યુલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની વારી એનર્જીસ લિમિટેડ(સ્ત્રોત: ક્રિસિલ રિપોર્ટ)ની પેટાકંપની વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડને રાજસ્થાનમાં એક્સિઓના એનર્જીની પેટાકંપની જુના રિન્યૂએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના 412.5 MWp/335 MW ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ માટે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) એવોર્ડ મળ્યો છે.
Waaree Renewable Technologies Awarded EPC Contract for Acciona Energy’s subsidiary Juna Renewable Energy’s 412.5 MWp Solar Project in Rajasthan.
આ પ્રોજેક્ટ બિકાનેર જિલ્લાના કાવાની ગામમાં સ્થિત છે. આ એક યુટિલિટી-સ્કેલ સોલાર પ્લાન્ટ છે જે વારી એનર્જી લિમિટેડ દ્વારા પૂરા પાડવામાં આવતા બાયફેસિયલ સોલાર મોડ્યુલ્સનો ઉપયોગ કરશે. આ મોડ્યુલ્સ હોરિઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકર્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવશે, અને વધુ પ્રકાશ શોષણ અને ટ્રેકિંગ ક્ષમતાઓ દ્વારા ઊર્જા ઉપજને મહત્તમ કરશે તેવી અપેક્ષા છે.
ઈપીસી કોન્ટ્રાક્ટર તરીકે વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડ વ્યાપક સેવાઓ પૂરી પાડશે, જેમાં ડિઝાઇન એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન અને પ્રોજેક્ટના કમિશનિંગનો સમાવેશ થાય છે. કામગીરીમાં 33/220 kV પ્લાન્ટ સબસ્ટેશન, પાવર ટ્રાન્સફોર્મર્સ અને ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક મોડ્યુલ ક્લિનિંગ રોબોટ્સ અને સ્પેરનું મિશ્રણ સમાવિષ્ટ છે.
વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિરેન દોશીએ જણાવ્યું હતું કે “અમને એક્સિઓનાની પેટાકંપની જુના રિન્યૂએબલના પ્રોજેક્ટ માટે ઈપીસી મેન્ડેટ મળ્યાનો આનંદ છે. અમે માનીએ છીએ કે આ પ્રોજેક્ટ મોડ્યુલ સપ્લાયથી માંડીને ટર્નકી ઈપીસી સોલ્યુશન્સ સુધી મોટા પાયે સોલાર પ્રોજેક્ટ્સ ચલાવવામાં અમારી ક્ષમતાઓ દર્શાવે છે. અમારી એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને ટ્રેક રેકોર્ડ સાથે, અમે માનીએ છીએ કે અમે આ પ્રોજેક્ટને અસરકારક રીતે પહોંચાડવા માટે સુસજ્જ છીએ અને નવીનતમ ટેક્નોલોજીસ તથા ટકાઉ પ્રેક્ટિસના સરળ ઇન્ટિગ્રેશનને સુનિશ્ચિત કરીએ છીએ.”
ભારતમાં એક્સિઓના એનર્જીઆ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાધાકૃષ્ણન રામચંદ્રને જણાવ્યું હતું કે “અમે આ પ્રોજેક્ટ માટે વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસ લિમિટેડ સાથે ભાગીદારી કરતા સન્માનિત છીએ. અમે માનીએ છીએ કે રિન્યૂએબલ એનર્જી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની ક્ષમતાઓ તેમને વિશ્વસનીય ભાગીદાર તરીકે બધાથી અલગ પાડે છે. સાથે મળીને અમે આ પ્રોજેક્ટને અસરકારક રીતે પૂરો કરવાનો પ્રયાસ કરીશું અને ભારતના રિન્યૂએબલ એનર્જી લક્ષ્યાંકોમાં યોગદાન આપવાની તથા ટકાઉ ભવિષ્ય માટે હકારાત્મક પરિવર્તન લાવવાની અપેક્ષા રાખીએ છીએ.”
જુના રિન્યૂએબલ એનર્જીનો નવો સોલાર પ્રોજેક્ટ એ ભારતના મહત્વાકાંક્ષી રિન્યૂએબલ એનર્જી ધ્યેયો અને ટકાઉ, ઓછા કાર્બન ભવિષ્ય તરફ વળવાની દિશામાં વધુ એક પગલું છે. સૌર ઊર્જાનો ઉપયોગ કરીને, આ પ્લાન્ટ નોંધપાત્ર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓફસેટ કરીને આ પ્રદેશમાં પર્યાવરણીય ટકાઉપણું લાવી સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો થવા પર પુનઃપ્રાપ્ય સ્ત્રોતોને સ્વીકારવા અને મોટા પાયે ગ્રીન એનર્જી પહેલ દ્વારા આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવા માટેની ભારતની અડગ પ્રતિબદ્ધતામાં મદદ મળે તેવી અપેક્ષા છે.