Western Times News

Gujarati News

‘ધક ધક’માં નફો બુક કરી પ્રોડ્યુસર્સે ફિલ્મને તરછોડી

મુંબઈ, તાપસી પન્નુએ ૨૦૨૨માં પ્રોડ્યુસર તરીકે શરૂઆત કરી પછી તેણે તરુણ દુદેજાની ફિલ્મ ‘ધક ધક’ને પણ સપોર્ટ કર્યાે હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યાે છે કે ફિલ્મ રિલીઝ કરવી અઘરી હતી, કારણ કે પોતાનો ભાગ મળી ગયા પછી ફિલ્મના પ્રોડ્યુસર્સ ગાયબ થઈ ગયા હતા.

તાપસીએ અજય બહલની હોરર થ્રિલર ‘બ્લર’ સાથે પ્રોડક્શન ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેની ‘ધક ધક’ ઓક્ટોબર ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. પરંતુ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હોતી. તાપસીએ કહ્યું,“જો બહુ મોટા બજેટની ફિલ્મ ન હોય તો ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય તે પહેલાં જ પ્રોડ્યુસર્સના પૈસા રીકવર થઈ જાય છે.

તેમને પૈસા મળી જાય એટલે એ લોકો માત્ર ટોકન રિલીઝ જ કરે છે. તેમને પ્રિન્ટ્‌સ અને જાહેરાત માટેના પૈસા પણ ખર્ચવા હોતા નથી. જ્યારે એક્ઝિબિટર્સને લાગે છે કે આમ જનતાને ગમે એવી ફિલ્મ નથી, તો ઇલેક્ટ્રિસીટી અને પોપકોર્નના પૈસા પણ શું કામ બગાડવાના? તેથી તમને કોઈ ઠેકાણા વગરના શો અને થિએટર મળે છે. પછી અચાનક જ તમારી ફિલ્મ અઠવાડિયામાં અધવચ્ચે ઉતારી લેવાય છે.

એ સમયે હું બહુ જ અકળાઈ ગઈ હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યું એના ૪-૫ દિવસમાં જ અમે ફિલ્મ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેથી લોકો અમારી પાસે આવ્યા અને કહ્યું કે તે લોકો અમને ફિલ્મ પ્રમોટ કરવામાં મદદ કરશે. તેમ છતાં મારા પ્રોડ્યુસર્સ મારી સાથે નહોતા, જેમણે એવું કહી દીધેલું કે, અમારાથી થતું હતું એટલું અમે કર્યું હવે અમે દર્શકો પર છોડી દીધું છે.

તેમને એવું હતું કે, અમારે શું? તેમને પોતાના પૈસા મળી ગયા છે હવે ઓડિયન્સ તો એ જાતે શોધી લેશે.” તાપસીએ કહ્યું કે તે સમગ્ર ઘટના બહુ નિરાશાજનક હતી પણ ફિલ્મની કાસ્ટ તેની સાથે અડીખમ રહી હતી. “ફિલ્મની ચાર મહિલાઓ, તેઓ ફિલ્મની પડખે ઊભાં રહ્યા.

દિયાએ અમને મદદ કરી અને તેના ઘરમાં અમારા કલાકારોના ઇન્ટરવ્યૂ માટે જગ્યા આપી. તેણે પત્રકારોને ઇન્ટરવ્યૂ માટે પોતાના ઘેર બોલાવ્યા. મેં પોતાની ફિલ્મને આ રીતે પોતાની બનાવી લેતા બીજા કોઈ કલાકાર જોયા નથી. મને પણ એ ફિલ્મનો હિસ્સો હોવાનું ઘણું ગૌરવ હતું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.