Western Times News

Gujarati News

‘કલ્કિ’નો કમાલઃ ૧૧ દિવસમાં ૯૦૦ કરોડને પાર, ભારતમાં રૂપિયા ૫૦૦ કરોડ

મુંબઈ, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની બિગ બજેટ ફિલ્મ ‘કલ્કિ ૨૯૮૯ એડી’એ રિલીઝના ૧૧ દિવસમાં ગ્લોબલ બોક્સઓફિસ પર રૂ.૯૦૦ કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું છે. ૨૭ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ વર્લ્ડવાઈડ સફળતા મેળવી રહી છે અને તેના પ્રોડ્યુસર્સે આ સક્સેસ સ્ટોરીને શેર કરી છે.

વૈજયંતી મૂવીસ દ્વારા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટર શેર કર્યું હતું અને આ મેજિકલ માઈલ સ્ટોનની માહિતી આપી હતી. આ સાથે પ્રેસનોટમાં જણાવાયુ હતું કે, આ ફિલ્મ ૧૦૦૦ કરોડના માઈલસ્ટોની તરફ આગળ વધી રહી છે.

૧૧ દિવસમાં તેને રૂ.૯૪૫ કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન મળ્યું છે, જેમાંથી ૫૦૦ કરોડ ભારતીય બોક્સઓફિસના છે. ફિલ્મની સફળતા અંગે વાતચીત દરમિયાન ડાયરેક્ટર નાગ અશ્વિને માર્વેલ સ્ટુડિયોઝની ફિલ્મ પાસેથી ‘કલ્કિ’ની પ્રેરણા મળી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યુ હતું કે, માર્વેલની ફિલ્મો જોતાં અમે મોટાં થયા છીએ. આયર્ન મેન કરતાં ગાર્ડિયન ઓફ ગેલેક્સીની અસર વધારે હતી અને સ્ટારવોર્સ પાસેથી પણ ઘણું શીખવા મળ્યું હતું. મારા મનમાં ઊંડે સુધી આ ફિલ્મો ઘર કરી ગઈ હોવાથી તે મારી કલાસૃષ્ટિમાં વણાયેલી હતી.

ફિલ્મમાં કમલ હાસને સુપ્રીમ યાસ્કિનનો રોલ કર્યાે છે. હેરી પોટરના વોલ્ડમોર્ટથી આ કેરેક્ટર પ્રેરિત હોવાનું મનાય છે. જો કે નાગ અશ્વિને તિબેટિયન સાધુઓથી પ્રેરિત આ કેરેક્ટર બનાવ્યું હતું. ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં પ્રભાસે બાઉન્ટી હન્ટર ભૈરવનો રોલ કર્યાે છે, જેની ઈચ્છા કોમ્પ્લેક્સમાં રહેવાની છે. કોમ્પ્લેક્સમાં રહેવા માટે પુષ્કળ નાણાં હોવા જોઈએ

નાણાં કમાવાની કવાયત દરમિયાન તેની મુલાકાત દીપિકા પાદુકોણ સાથે થઈ હતી. આ કોમ્પ્લેક્સનો લીડર સુપ્રીમ યાસ્કિન (કમલ હાસન) છે. જેની સાથે પ્રભાસની ટક્કર થાય છે અને સ્ટોરીમાં ટિ્‌વસ્ટ આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.