Western Times News

Gujarati News

શરાબ કૌભાંડમાં AAPના કેજરીવાલ જ મુખ્ય કાવતરાબાજ હોવાનો દાવો

ઈડીની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો

(એજન્સી)નવી દિલ્હી, ઈડીએ દિલ્હીના શરાબ કૌભાંડમાં આરોપનામું દાખલ કર્યું છે. આ ચાર્જશીટમાં કુલ ૩૮ આરોપીઓના નામ છે જેમાં કેજરીવાલનો ૩૭મો નંબર છે. કેજરીવાલ વિશે આ આરોપનામામાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. કુલ ૩૮ આરોપીઓમાં કેજરીવાલનો નંબર ૩૭મો છે.

આ ચાર્જશીટ મુજબ કેજરીવાલ જ મુખ્ય કિંગપિન અને કાવતરું ઘડનાર છે. આરોપનામામાં કહેવામાં આવ્યું છે કે, ગોવાની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના નાણાનો ઉપયોગ થઈ રહ્યો છે તેની કેજરીવાલને જાણકારી હતી અને તે પોતે તેમાં સામેલ હતા. આ ચાર્જશિટમાં કેજરીવાલ અને અન્ય આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે થયેલી વાટ્‌સએપ ચેટની વિગતો પણ આપવામાં આવી છે.

આ કૌભાંડમાં એવો આરોપ છે કે તેલંગણાના બીઆરએસ પક્ષના નેતા કે. કવિતાના અંગત સચિવ વિનોદ મારફત ૨૫.૫ કરોડ રૂપિયા ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આરોપનામામાં જે વાટ્‌સએપ ચેટનો હવાલો આપવામાં આવ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિનોદ અને કેજરીવાલ વચ્ચે ઘણા સારા સંબંધ હતા.

ચાર્જશિટમાં ઈડીએ પ્રોસીડ આૅફ ક્રાઈમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી વિનોદ ચૌહાણના મોબાઈલમાંથી હવાલા નોટ નંબરના ઘણા Âસ્ક્રનશોટ મળ્યા છે. આ Âસ્ક્રનશોટ અગાઉ આવકવેરા ખાતાએ પણ જપ્ત કર્યા હતા. આ Âસ્ક્રનશોટ પરથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે વિનોદ ચૌહાણે પ્રોસીડ આૅફ ક્રાઈમ અર્થાત ગેરકાયદે રીતે મેળવેલી રકમ દિલ્હીથી ગોવા હવાલા દ્વારા પહોંચાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.