Western Times News

Gujarati News

ભારતની વાત આખી દુનિયા સાંભળે છે: ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમર

યુદ્ધના મેદાનથી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવેઃ મોદી

(એજન્સી)વિયેના, વડાપ્રધાન મોદી તેમની ૨ દિવસની મુલાકાતે ઓસ્ટ્રિયામાં છે. રાત્રે ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત બાદ મોદી ઓસ્ટ્રિયાના પીએમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ વિઝિટર બુકમાં પોતાની સહી કરી. આ દરમિયાન આૅસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર તેમની સાથે રહ્યા. બંનેએ બિઝનેસ અંગે ચર્ચા કરી.

આ પછી પીએમ મોદીએ ચાન્સેલર નેહમેર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મોદીએ આ પ્રસંગે પુનરોચ્ચાર કર્યો હતો કે યુક્રેન સંકટનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં મળે. તેમણે આતંકવાદની પણ સખત નિંદા કરી હતી.

PM Modi Had an excellent meeting with Chancellor @karlnehammer . He said, This visit to Austria is very special because it is after several decades that an Indian Prime Minister is visiting this wonderful country. It is also the time when we are marking 75 years of the India-Austria friendship.

આ પહેલા વડાપ્રધાન મોદી જ્યારે એરપોર્ટથી હોટેલ રિટ્‌ઝ-કાર્લટન પહોંચ્યા ત્યારે તેઓ ત્યાં ભારતીયોને મળ્યા હતા. અહીં તેમને આવકારવા વંદે માતરમની ધૂન વગાડવામાં આવી હતી. આ પછી વડાપ્રધાન મોદી સ્ટેટ ડિનર માટે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરને મળવા પહોંચ્યા. નેહમરે મોદી સાથે સેલ્ફી લીધી.

મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેને પણ મળશે. તેઓ વિયેનામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધન કરશે. મોદી ૪૧ વર્ષ બાદ ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આ પહેલા ઈન્દિરા ગાંધી ૧૯૮૩માં ઓસ્ટ્રિયાના પ્રવાસે ગયા હતા. પીએમ મોદી અને ચાન્સેલર કાર્લ નેહમરે ભારત-ઓસ્ટ્રિયા બિઝનેસ મીટિંગમાં હાજરી આપી. બંને ઉપરાંત ભારત અને ઓસ્ટ્રિયાના ૪૦ સીઈઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

અમે પરસ્પર સહયોગ વધારે મજબૂત કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. આ માત્ર આર્થિક અને રોકાણ પૂરતું મર્યાદિત નથી. અમે ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીશું.
મેં અગાઉ પણ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. સમસ્યાઓનું સમાધાન યુદ્ધના મેદાનમાં ના આવી શકે. માસૂમોના જીવનું નુકસાન સ્વીકાર્ય નથી.
ભારત અને ઓસ્ટ્રિયા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરી પર આગ્રહ રાખે છે. અમે આ માટે તમામ સહયોગ આપીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.