Western Times News

Gujarati News

“દમણ ગંગા ટાઈમ્સ”ને “કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ- ૨૦૨૪” એનાયત

મુંબઈના જાહેર જીવનમાં અને ગુજરાતી સમુદાયમાં દાયકાઓથી જાણીતા કચ્છ શક્તિના તંત્રી શ્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ દર વર્ષે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ‘કચ્છ શક્તિ એવોર્ડ’ એનાયત સમારોહ યોજવામાં આવે છે.

સતત ૪૫ વર્ષથી યોજાતા આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષના નેશનલ સ્ટોક એક્સચેન્જના હોલમાં એનો ભવ્ય અને કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ૨૦ જેટલા કચ્છ સાથે નાતો ધરાવતા કચ્છી માડુ અને વિવિધ શ્રેણીમાં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ ૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો

આ પ્રસંગે વાપી થી છેલ્લા ૨૭ વર્ષથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબાર “દમણ ગંગા ટાઈમ્સ “ના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને આ વર્ષનો “કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ- ૨૦૨૪” એનાયત કરવામાં આવ્યો. (તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.