Western Times News

Gujarati News

AMAમાં સુઝુકી મોટર્સના પ્રતિનિધિઓ  “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” પર પેનલ ડિસ્કશન સંબોધશે

AMA દ્રારા જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર એક પર સિમ્પોઝિયમ અને શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ સિટીથી ગુડવિલ ડેલિગેશન મુલાકાતનું આયોજન

મંગળવાર૧૬ જુલાઈ ૨૦૨૪ના રોજ

સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી

પ્રવેશ: ઓપન પ્રોગ્રામ પરંતુ નોંધણી આવશ્યક

સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન

એએમએ દ્રારા જાપાન કેન્દ્રોના નેજા હેઠળ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર એક પર સિમ્પોઝિયમ અને શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશન મુલાકાતનું આયોજન મંગળવાર, ૧૬ જુલાઈ ૨૦૨૪ના રોજ સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સુઝુકી મોટર્સ (જાપાન), મારુતિ સુઝુકી (ભારત), સુઝુકી મોટર્સ ગુજરાતના પ્રતિનિધિઓ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” પર પેનલ ડિસ્કશન સંબોધશે.

આ ઉપક્રમે ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ શ્રી મુકેશ પટેલ, પ્રમુખ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત સ્વાગત પ્રવચન રજૂ કરશે અને ભારતમાં જાપાનના દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી, METI (અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય) શ્રી જુનીચિરો સુઝુકી મુખ્ય પ્રવચન આપશે.

જેટ્રો અમદાવાદના ડાયરેક્ટર જનરલ શ્રી યુ યોશિદા “ગુજરાતમાં જાપાનીઝ રોકાણને પ્રોત્સાહન આપવામાં જેટ્રોની ભૂમિકા” વિષય પર સંબોધન કરશે.

શ્રી ગૌરાંગ એચ. મકવાણા, મેનેજિંગ ડિરેક્ટર, ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો (INDEXTb), ગાંધીનગર “ગુજરાત-જાપાન – દ્રિપક્ષીય આર્થિક સંબંધોનો વિકાસ” વિષય પર સંબોધન કરશે. શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલી સભ્યો; અને પ્રાદેશિક રાજદ્વારી અને વ્યવસાય વિકાસ વિભાગ, JETRO અને હામામાત્સુ સિટી ઔદ્યોગિક પ્રમોશન વિભાગના અધિકારીઓ પણ આ સિમ્પોઝિયમમાં જોડાશે અને સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે.

આ ઓપન પ્રોગ્રામ છે પરંતુ નોંધણી આવશ્યક છે. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.