Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેનને બીજી ચર્ચા માટે પડકાર્યા

વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બિડેન આ અઠવાડિયે તેમની સાથે બીજી ચર્ચા કરવી જોઈએ, જેથી લોકો જાણી શકે કે આળસુ બિડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય છે કે નહીં.

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી અને વર્તમાન પ્રમુખ જો બિડેનને ચર્ચાના બીજા રાઉન્ડ માટે પડકાર ફેંક્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ બિડેન સાથે ગમે ત્યાં, ગમે ત્યારે, કોઈપણ જગ્યાએ અને સમયે ચર્ચા કરવા તૈયાર છે.

ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી અને વર્તમાન પ્રમુખ જો બિડેનને આ અઠવાડિયે બીજી ચર્ચા દ્વારા “સમગ્ર વિશ્વની સામે પોતાને રીડીમ“ કરવાની તક આપી છે, અને તેમને ગોલ્ફના રાઉન્ડમાં પણ પડકાર આપ્યો છે.આની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે હું સત્તાવાર રીતે બિડેનને આખી દુનિયાની સામે પોતાને રિડીમ કરવાનો મોકો આપી રહ્યો છું,

ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલીને સંબોધતા આ વાત કહી.આગળ, ટ્રમ્પે કહ્યું કે બિડેન આ અઠવાડિયે તેમની સાથે બીજી ચર્ચા કરવી જોઈએ, જેથી લોકો જાણી શકે કે આળસુ બિડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય છે કે નહીં. આ સિવાય બિડેનને પડકાર ફેંકતા ટ્રમ્પે કહ્યું કે આ વખતે હરીફાઈ સીધી હશે, મધ્યસ્થની ભૂમિકામાં કોઈ નહીં હોય.

આ વખતે ચર્ચા સામ-સામે થશે.અગાઉ ૨૭ જૂનના રોજ, બિડેનના સાથીઓએ તેમને રાષ્ટ્રપતિની ચર્ચામાં ખરાબ પ્રદર્શનને કારણે રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાનું સૂચન કર્યું હતું. જો કે, બિડેને તે સૂચનોની અવગણના કરી.

આ જ રેલીમાં ટ્રમ્પે બિડેનને ગોલ્ફ મેચ રમવાનો પડકાર ફેંક્યો હતો.એટલું જ નહીં, ટ્રમ્પે કહ્યું હતું કે જો બાયડેન મેચ જીતી જાય છે તો હું તેની પસંદગીની ચેરિટી અથવા તે ઇચ્છતી કોઈપણ ચેરિટીને ૧ મિલિયન યુએસ ડોલર આપીશ.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, ‘હું તમારા પર શરત લગાવી શકું છું કે તે આ પ્રસ્તાવને સ્વીકારશે નહીં, આ સિવાય તે મેચ એ પણ સાબિત કરશે કે બિડેન માત્ર વાતો કરે છે, કોઈ કામ નથી કરતા.’

બિડેન-હેરિસના પ્રવક્તા જેમ્સ સિંગરે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા તમામ પડકારોને ફગાવી દેતા કહ્યું કે જો બિડેન પાસે ડોનાલ્ડ ટ્રમ્પની વિચિત્ર હરકતો માટે સમય નથી. તેમની પાસે ટ્રમ્પની આવી વાતો પર ધ્યાન આપવા માટે પૂરતો સમય નથી. તે અમેરિકાનું નેતૃત્વ કરવા અને મુક્ત વિશ્વનું રક્ષણ કરવા જેવા અસંખ્ય કાર્યાેમાં વ્યસ્ત છે. જેમ્સ સિંગરે એવો પણ આક્ષેપ કર્યાે હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ જૂઠા, દોષિત અને છેતરપિંડી કરનાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.