Western Times News

Gujarati News

ઈટોન સોલ્યુશન્સે ભારતમાં ફેમિલી ઓફિસ વેલ્થ મેનેજમેન્ટ માટે AtlasFive લોન્ચ કર્યું

બેંગ્લોર, ભારત11 જુલાઈ2024 –  ભવિષ્યની ફેમિલી ઓફિસો માટે ક્લાઉડ-આધારિત સર્વિસીઝમાં વૈશ્વિક અગ્રણી ઇટોન સોલ્યુશન્સ ભારતમાં ફેમિલી ઓફિસો માટે તેનું પ્રખ્યાત ઈઆરપી પ્લેટફોર્મ AtlasFive® લોન્ચ કરી રહી છે. ઇટોન સોલ્યુશન્સે ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિની ફેમિલી ઓફિસ કેટામરનને તેના લોન્ચ કસ્ટમર તરીકે પણ જાહેર કરી છે.

આ દેશભરની ફેમિલી ઓફિસીસ માટે વ્યાપક, નવીન અને સ્થાનિક ઈઆરપી પ્લેટફોર્મ ઓફર કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં મુખ્ય મથક ધરાવતી ઇટોન છેલ્લા 5 વર્ષથી ભારતમાં 300થી વધુ કર્મચારીઓ સાથે બેંગલુરુમાં તેના ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટરમાં હાજરી ધરાવે છે અને વૈશ્વિક સ્તરે AtlasFive® ક્લાયન્ટ્સને સપોર્ટ પૂરો પાડે છે.

 કેટામરન તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા અને ઓપરેશનલ પ્લાનિંગરિપોર્ટિંગ અને કમ્પ્લાયન્સને વધારવા માટે ઇટોન સોલ્યુશન્સના AtlasFive® પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. ઇટોન સોલ્યુશન્સે ફેમિલી ઓફિસીસની જટિલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત આધુનિક ઈઆરપી પ્લેટફોર્મ AtlasFive® વિકસાવ્યું છે જે એક ફુલ્લી ઇન્ટિગ્રેટેડ, સુરક્ષિત ક્લાઉડ-નેટિવ એઆઈસંચાલિત સોફ્ટવેર છે,  હાલમાં વિશ્વભરના 665 પરિવારો માટે 781 અબજ ડોલરથી વધુની એસેટ્સ મેનેજ કરે છે. આ પ્લેટફોર્મ પર 92,000 એકમો સાથે વાર્ષિક 11.5 મિલિયનથી વધુ વ્યવહારો પ્રોસેસ થાય છે. આ પ્લેટફોર્મ કાર્યક્ષમતા અને ઓપરેટિંગ લીવરેજ પર ભાર મૂકતાફેમિલી ઓફિસીસના તમામ ઓપરેશનલ પાસાંને એક સંકલિત ઉકેલમાં એકીકૃત કરે છે.

 ઇટોન સોલ્યુશન્સ વૈશ્વિક સ્તરે ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી તેની સર્વિસીઝના વિકાસને ટેકો આપવા માટે નજીકના ભવિષ્યમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં એકમ સ્થાપવાનું પણ આયોજન કરી રહી છે. આ નવું ટેક્નોલોજી સેન્ટર કંપનીની વિસ્તરણ વ્યૂહરચના માટે મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને દેશમાં ઇટોન સોલ્યુશન્સની કામગીરી માટે એક હબ તરીકે સેવા આપશેજેનાથી તે ગિફ્ટ સિટીના વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમનકારી વાતાવરણના અનન્ય લાભોનો લાભ ઉઠાવી શકશે.

 કેટામરનના પ્રેસિડેન્ટ દીપક પદકીએ જણાવ્યું હતું કે “અમે વિવિધ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવાની અને અમારા વિકાસના ઉદ્દેશ્યોને સમર્થન આપવા માટે તેની પુરવાર થયેલી ક્ષમતા માટે AtlasFive® પસંદ કર્યું છે. પ્લેટફોર્મની અત્યાધુનિક વર્કફ્લો ઓટોમેશન ક્ષમતાઓ બેક-ઓફિસ કામગીરીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સાથે સંકલિત કરવામાં મદદ કરશેજેનાથી અમે અમારી રોકાણ પ્રવૃત્તિઓમાં વધુ પ્રોડક્ટિવ બની શકીશું.”

 ઇટોન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન સત્યેન પટેલે જણાવ્યું હતું કે, “ચીન અને અમેરિકા પછી વિશ્વમાં અબજોપતિઓના ત્રીજા સૌથી મોટા સમૂહ સાથે ફાઇનાન્શિયલ પાવરહાઉસ તરીકે ભારતનો ઉદભવ ઇટોન સોલ્યુશન્સની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓ સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. અમારી વૈશ્વિક વૃદ્ધિ વ્યૂહરચનામાં ભારત એક મહત્વપૂર્ણ બજાર છે અને અમે આ દેશમાં રહેલી તકો વિશે અને ભારતમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડાયસ્પોરાને સેવાઓ પૂરી પાડવા અંગે ઉત્સાહિત છીએ. અમે ગિફ્ટ સિટીમાં અમારું આગામી ટેક્નોલોજી સેન્ટર ખૂબ જ ટૂંક સમયમાં ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ તે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

 સત્યેને ઉમેર્યું હતું કે“અમને વિશ્વાસ છે કે ભારતમાં અમને ઘણા બધા ગ્રાહકો મળશે અને તેમાંથી પ્રથમ ગ્રાહક તરીકે કેટામરનને મેળવીને અમે રોમાંચિત છીએ. કેટામરન સાથેની અમારી ભાગીદારી AtlasFive® ની શક્તિ અને વૈવિધ્યતાને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે અમારું પ્લેટફોર્મ કેટામરનને કોર્પોરેટ ગવર્નન્સના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખીને તેના મહત્વાકાંક્ષી વૃદ્ધિ લક્ષ્યોને હાંસલ કરવા માટે સશક્ત બનાવશે.”

 ભારતમાં AtlasFive® જેવા અદ્યતન પ્લેટફોર્મની ઉપલબ્ધતા ભારતીય ફેમિલી ઓફિસ ક્ષેત્ર માટે પરિવર્તનકારી હશેજે ભારતને વૈશ્વિક સ્તરે ફેમિલી ઓફિસ માટે રોકાણનું વધુ આકર્ષક સ્થળ બનાવશે. અલ્ટ્રા-હાઇ-નેટ-વર્થ પરિવારોની જટિલ જરૂરિયાતોને સંબોધવા માટે ઇટોન સોલ્યુશન્સનું વિઝન એવી માન્યતા દ્વારા મજબૂત થાય છે કે ફેમિલી ઓફિસ સ્પેસમાં ડોમેન નોલેજ ધરાવતા કુશળ નિષ્ણાંતોની ટીમના સમર્થન સાથે એક સર્વગ્રાહીઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મસિંગલ ફેમિલી ઓફિસીસમલ્ટી-ફેમિલી ઓફિસીસ અને પ્રોફેશનલ સર્વિસીઝ ટીમને સક્ષમ કરી શકે છે જેની તેમના ગ્રાહકો પ્રદાન કરી શકાય તેવા મૂલ્યની પુનઃકલ્પના કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.