અમદાવાદ મંડળના તમામ રનિંગ રૂમમાં રનિંગ સ્ટાફને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે
ગાંધીધામ. ભારતીય રેલવે દ્વારા રેલવે ક્રૂ મેમ્બરો જેમ કે લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલોટ, ટ્રેન મેનેજર વગેરેને રનીંગ રૂમ અથવા રેસ્ટ રૂમની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જ્યાં તેઓ તેમની ડ્યુટી પછી આરામ કરી શકે છે.
આ સુવિધાઓ સામાન્ય રીતે મોટા રેલવે સ્ટેશનો અને કેટલાક જંકશન સ્ટેશનો અથવા ઇન્ટરચેન્જ પોઈન્ટ પર મળે છે જ્યાં ક્રૂ તેમના સુનિશ્ચિત ફરજના કલાકો પછી સાઇન ઓન/સાઇન ઓફ કરે છે. આ રનિંગ રૂમમાં ઘણી સુવિધાઓ અને સવલતો પૂરી પાડવામાં આવે છે, જેથી કર્મચારીઓ યોગ્ય આરામ અને વિશ્રામ કરી શકે. આ સ્ટેશનો પર એક ક્રૂ લોબી પણ આપવામાં આવે છે જ્યાં લોકો પાઇલોટ, ટ્રેન મેનેજર તેમની ડયૂટી શરૂ અથવા સમાપ્ત કરે છે.
અમદાવાદ મંડળ નો ગાંધીધામ ઈન્ટીગ્રેટેડ ક્રૂ રનિંગ રૂમ અનેક સાધન અને સુખ-સુવિધાઓથી સુસજ્જિત છે. આ રનિંગ રૂમમાં RRMS સુવિધા ઉપલબ્ધ છે જે લોકો પાયલોટનો સમય બચાવે છે, કર્મચારીઓને રાહતદરે ભોજન અને લિનન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેમાં 20 રેલ્વે કર્મચારીઓ માટે અને બે મહિલા કર્મચારીઓ એરકન્ડિશન્ડ રૂમ છે
જેમાં કર્મચારીઓ માટે પથારીની વ્યવસ્થા છે, શાકાહારી અને માંસાહારી ખોરાક માટે અલગ રસોડું, એક ડાઇનિંગ હોલ, પર્યાપ્ત શૌચાલય વગેરે છે. આહલાદક વાતાવરણ સાથે એક ધ્યાન ખંડ પણ છે જ્યાં કર્મચારીઓ ધ્યાન કરે છે અને મનને શાંત કરે છે. આ બિલ્ડિંગમાં કર્મચારીઓને તેમના મનપસંદ પુસ્તકો, સામયિકો વગેરે વાંચવાનો આનંદ પણ લે છે.
જે ટ્રેન ડ્રાઈવર લાંબા સમય સુધી કામ કરે છે તેમના માટે ક્રોકરી, અને ફર્નિચર અને ફૂટ મસાજર વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને તેમને ઘર જેવો આરામ મળી શકે. આ રનિંગ રૂમ ISO 45001:2018, 9001:2015,14001:2015 અને AA 5S FI થી પ્રમાણિત કરવામાં આવેલ છે.
લોકો પાઇલોટ્સની સમસ્યાઓ વિશે જાણવા અને તેના ઉકેલ માટે, મંડળ અથવા હેડક્વાર્ટરમાંથી સલામતી, સુરક્ષા અને સમયની પાબંદી સંબંધિત જે પણ સૂચનાઓ મળે છે, તે પ્રાપ્ત થતાંની સાથે જ ક્રૂને આપવામાં આવે છે. તમામ કર્મચારીઓને લોબીમાં મુકવામાં આવેલા પોસ્ટરોમાંથી સુરક્ષા સંબંધિત તમામ માહિતી મળે છે. તેમજ સમયાંતરે લોકો પાયલોટના પરિવારો સાથે સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે.