Western Times News

Gujarati News

અમદાવાદ-બરૌની અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે

પ્રતિકાત્મક

મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે.. જેની વિગતો નીચે મુજબ છે:-

1.    15,16,17,19,20,21 અને 22 જુલાઈ 2024 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-ગોધરા-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરીરતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે.

2.   14 થી 19 જુલાઇ 2024 સુધીબરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-ગોધરા-આણંદ-છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેન ને પશ્ચિમ રેલવેના ઉજ્જૈન,રતલામ અને છાયાપુરી સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

3.   18 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરીરતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

4.   20 જુલાઈ, 2024 ના રોજઆસનસોલથી ચાલતી ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.

ટ્રેનોના સ્ટોપેજનાસમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.