Western Times News

Gujarati News

પાર્ટ ટાઇમ નોકરીની લાલચમાં ફસાઈ જશો તો ગુમાવવા પડશે રૂપિયા

(એજન્સી)સુરત, સુરતમાં પાર્ટ ટાઇમ નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ૫ લાખથી વધુની છેતરપિંડી કરનારની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આરોપી અલગ અલગ હોટલને રેટિંગ આપવાના તથા બીટકોઈન કરવાના ટાસ્ક પુરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભાવની લાલચ આપી છેતરપિંડી આચરતો હતો.

યુવાનો નોકરી મેળવવા માટે ઓનલાઇન સર્ચ મારવાની સાથે જાહેરાતો જોતા હોય છે. જ્યારે ઓનલાઇન આવતી નોકરીની જાહેરાતથી યુવાનોએ ચેતી જવાની જરૂર છે. નહીં તો પૈસા ગુમાવવા પડશે. સુરતમાં એક ફરિયાદીને નોકરીની જરૂર હતી. આરોપીએ ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ અપાવવાનું જણાવી તેણે ગૂગલ મેપ ઉપર હોટલને રેટિંગ તથા રીવ્યુ આપવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભાવની લાલચ આપી હતી.

ટાસ્ક પુરા કરતા ૧૨૦૦ રૃપિયા પરત આપી ફરિયાદીને https:andbox30.nª નામની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવી આઇડી બનડાવી હતી. આઈડી બનાવ્યા બાદ તેમાં બીટ કોઈન કરવાના પ્રીમિયમ ટાસ્ક આપી તે પ્રીમિયમ ટાસ્ક પેટે રૂપિયા ભરવાના જણાવ્યું હતું. આરોપીના કહેવા મુજબ ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ સાડા પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

તેમાંથી ફરિયાદીને માત્ર ૨૪, ૨૭૬ પરત આપ્યા હતા બાકીના ૫.૨૪ લાખ તથા કમિશનના રૂપિયા પરત આપ્યા નહોતા અને છેતરપીડી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ સાબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડ્યો છે. આ મામલે એસીપી શ્વેતા ડેનિયલ એ જણાવ્યું હતું કે, આ કેસમાં અમદાવાદ ખાતે રહેતા ૨૯ વર્ષીય વિરેન મુકેશભાઈ આત્મારામ સતવારાની ધરપકડ કરવામાં આવી છે.

પાર્ટ ટાઈમ અને વર્ક ફ્રોમ હોમના નામે ફરિયાદી સાથે તેને છેતરપિંડી કરી હતી. આરોપીએ બેંકનું પંદર હજાર કમિશન લઈ ટેલિગ્રામ આઈડી અને ગ્રુપ ઉપર રૂપિયા મંગાવ્યા હતા. આરોપી લોકોને અલગ અલગ હોટલને રેટિંગ આપવાના ને બીટ કોઈન બાય સેલ કરવાનો ટાસ્ક આપતો હતો અને કમિશન આપવાની વાત કરતો હતો અને ત્યારબાદ લાખો રૂપિયા લઈ છેતરપિંડી આચરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.