Western Times News

Gujarati News

પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે અમદાવાદમાં

(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે ૩૭ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. ૧૮૯૨ થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે.

પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જોઈન્ટ એક્સપાનશન, પેરા પીટ વોલ, રિટેઈનિંગ વોલ સહિતના સમારકામ કરવામાં આવનાર છે.

ગિરધરનગર, જમાલપુર, સારંગપુર અને અસારવા સહિતના મહત્વના બ્રિજના સમારકામ શરુ કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં કૂલ ૮૮ બ્રિજ આવેલા છે. જેમાં ૬૯ બ્રિજનું નિરીક્ષણ ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.