Western Times News

Gujarati News

સોની ઈન્ડિયાએ લેટેસ્ટ બ્રાવિઆ થિયેટર બાર 8 અને થિયેટર બાર 9 લોન્ચ કર્યા- કિંમત જાણો

સાઉન્ડના અપ્રતિમ અનુભવ માટે બ્રાવિઆ થિએટર બાર 8 અને બાર 9 સાઉન્ડબાર સાથે સિનેમાને ઘરે લાવો

નવી દિલ્હી, 15 જુલાઈ 2024: સોની ઈન્ડિયાએ ​​તેના લેટેસ્ટ બ્રાવિઆ  થિયેટર બાર 8 અને બ્રાવિઆ થિયેટર બાર 9ના લૉન્ચિંગની જાહેરાત કરી છે. આ અત્યાધુનિક સાઉન્ડબાર્સ ઘરે બેઠા સિનેમેટિક અનુભવને માણવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં શ્રેષ્ઠ ઈન હોમ એન્ટરટેઈનમેન્ટ માટે એડવાન્સ્ડ ફીચર્સ સાથે ઓડિયો અને વિઝ્યુઅલમાં સોનીની નિપુણતાને સંયોજિત કરવામાં આવી છે. Sony – Bring Cinema Home with BRAVIA Theatre Bar 8 and Bar 9 soundbars for unmatched sound experience.

સોનીના નવા બ્રાવિઆ થિયેટર બાર્સને ઘરે ટીવી જોવાના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, તે તમારા લિવિંગ રૂમના આરામ સાથે મોટી સ્ક્રીનના જાદૂનો સંયોગ કરે છે. સ્ટ્રીમિંગ સેવાઓના વિસ્તરણ અને હોમ એન્ટરટેઈનમેન્ટના વધતા ચલણ સાથે, 11 સ્પીકર યુનિટ સાથેના બ્રાવિઆ થિયેટર બાર 8 અને 13 સ્પીકર યુનિટ સાથેનું બાર 9, તમારી મૂવી નાઈટ્સને અસાધારણ સાઉન્ડ ગુણવત્તા અને અદ્યતન ટેક્નોલોજી સાથે બદલવા માટે તૈયાર છે.

સોનીની માલિકીની 360 સ્પાસિયલ સાઉન્ડ મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા મલ્ટીપલ ફેન્ટમ સ્પીકર્સ એવી જગ્યાઓ પર હોય છે, જ્યાં કોઈ વાસ્તવિક સ્પીકર્સ ન હોય, જેમ કે ઉપર અથવા બાજુમાં. તે જગ્યાના 360 સાઉન્ડ અનુભવને સક્ષમ બનાવે છે, જેને ચોક્કસ હોમ સેટિંગ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે, જેનું વિશાળ સાઉન્ડ ફીલ્ડ છત અથવા દિવાલો પર સ્પીકર્સ ઇન્સ્ટોલ કર્યા વિના જુદી જુદી દિશાઓમાંથી ઑડિયોને આવરી લે છે અને સિનેમા જેવો અનુભવ પૂરો પાડે છે.

અગાઉ ફેન્ટમ સ્પીકર્સ જનરેટ કરવા માટે સાઉન્ડબાર અને પાછળના સ્પીકર્સ બંનેની જરૂર પડતી હતી. નવા રિલીઝ થયેલા BRAVIA થિયેટર બાર 9 અને BRAVIA થિયેટર બાર 8 સાથે, તમે માત્ર એક જ સાઉન્ડબારનો ઉપયોગ કરીને 360 આવરણમાં સાઉન્ડ મેપિંગનો આનંદ માણી શકો છો. વધુમાં, તેમના પુરોગામી મોડલ્સની સરખામણીમાં, નવા બાર 8 અને બાર 9માં વધુ સ્પીકર યુનિટ છે, જે વધુ ઇમર્સિવ 360 સાઉન્ડ અનુભવ પૂરો પાડે છે.

બ્રાવિઆ થિયેટર બાર 8 અને 9 સાઉન્ડ ફિલ્ડ ઑપ્ટિમાઇઝેશન સાથે સુસંગત છે, જે તમારી સિસ્ટમ મૂકવા માટે શ્રેષ્ઠ સ્થાન શોધવામાં મદદરૂપ થવા માટે તમારા રૂમના આકારના આધારે દરેક સ્પીકરને આપમેળે ગોઠવીને ટ્યુન કરે છે, જેનાથી તમે ઘરે જ સિનેમેટિક સાઉન્ડની અસરને અનુભવી શકો છો. BRAVIA થિયેટર બાર 8 અને બાર 9 માત્ર ડોલ્બી એટમોસ® ઇમર્સિવ ઑડિઓ અને DTS® સહિતની ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ઑડિયો ટેક્નૉલૉજીને જ સપોર્ટ કરતું નથી, પણ IMAX®થી સજ્જ સર્ટિફિકેશન પણ ધરાવે છે. Dolby Atmos® ત્રિ-પરિમાણીય સાઉન્ડસ્કેપનું સર્જન કરે છે,

જેનાથી અવાજ બહુપરિમાણીય જગ્યામાં તમારી આસપાસ પ્રસરી શકે છે. જીવંત સાઉન્ડ ઉત્પન્ન કરવા માટે  DTS® તમારા સ્પીકરના આકાર પ્રમાણે ઢળી જાય છે, જેનાથી દરેક દ્રશ્ય વધુ વાસ્તવિક લાગે છે. સાથે મળીને, આ ટેક્નોલોજી મનમોહક અને જીવન પ્રત્યે સાચા ઑડિયો અનુભવને સુનિશ્ચિત કરે છે, જે તમારા હોમ સિનેમાના અનુભવને નોંધપાત્ર રીતે વધારે છે.

 એકોસ્ટિક સેન્ટર સિંક સાઉન્ડબાર જેવી તમારી સાઉન્ડ સિસ્ટમને ટીવી સાથે જોડે છે, જેથી અવાજ સ્ક્રીન પરની એક્શન સાથે ચોક્કસ રીતે મેળ ખાય છે, તેનાથી સિનેમા જેવું સેટઅપ ઘરે જ આવી શકે છે. જ્યારે તમે BRAVIA TV અને BRAVIA થિયેટરના ઉત્પાદનોને જોડો છો, ત્યારે એકોસ્ટિક સેન્ટર સિંક ફંક્શન ટીવીના સ્પીકર્સ અને સાઉન્ડબારના અવાજને અસીમિત રીતે એકીકૃત કરે છે, જે સિનેમા જેવા અનુભવનું સર્જન કરે છે, જ્યાં અવાજ સીધો ટીવી સ્ક્રીનમાંથી આવતો દેખાય છે. વોઈસ ઝૂમ 3 સોનીના બ્રાવિઆ  થિયેટર બાર 8 અને બાર 9માં એકીકૃત થયેલું અભૂતપૂર્વ ફીચર છે, જેને અભૂતપૂર્વ ચોક્કસાઈ સાથે સંવાદની સ્પષ્ટતા વધારવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

વૉઇસ ઝૂમ 3 અને બ્રાવિઆ થિયેટર બાર 8 અને બાર 9 માટેના સેટિંગ્સ જ્યારે બ્રાવિઆ  સાથે જોડાયેલ હોય, ત્યારે મૂવી જોતી વખતે ટીવી સ્ક્રીન પર મેનૂ બાર દેખાડ્યા વિના નવા બ્રાવિઆ  કનેક્ટ એપ્લિકેશન (અગાઉની હોમ એન્ટરટેઈનમેન્ટ કનેક્ટ એપ્લિકેશન)નો ઉપયોગ કરીને ઑપરેટ કરી શકાય છે. બ્રાવિઆ  કનેક્ટ એપ સીધા જ સ્માર્ટફોનમાંથી સોનીના બ્રાવિઆ  થિયેટર બાર 8 અને બાર 9ના અસીમિત કંટ્રોલ અને ઑપ્ટિમાઇઝેશનને સક્ષમ કરીને યુઝરની સુવિધામાં વધારો કરે છે. સાહજિક ઇન્ટરફેસ સાથે, તે યુઝર્સને તેમના ટીવી જોવાના અનુભવને ખલેલ પહોંચાડ્યા વિના સેટિંગ્સને સમાયોજિત કરવા, ઑડિઓની પસંદગીનું સંચાલન કરવા અને વધારાના ફીચર્સને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.

બ્રાવિઆ થિયેટર બાર 8 અને 9માં સોનીના 360 રિયાલિટી ઑડિયોની સુવિધા પણ છે, જે દરેક ખૂણેથી ઇમર્સિવ સાઉન્ડ સાથે સંગીત સાંભળવાની પ્રક્રિયામાં ક્રાંતિ લાવે છે અને તમારા ઘરે જ લાઇવ કોન્સર્ટ જેવો અનુભવ પૂરો પાડે છે. સ્પાસિયલ સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, તે જીવંત ઓડિયોના આવરણના સર્જન માટે તમારી આસપાસ વાદ્યો અને ગાયકોને મૂકે છે. તમે તમારા મનપસંદ ટ્રૅક્સનો આનંદ લઈ રહ્યાં હોવ કે નવું મ્યુઝિક શોધી રહ્યાં હોવ, 360 રિયાલિટી ઑડિયો અપ્રતિમ ઊંડાણ અને સ્પષ્ટતાની ખાતરી આપે છે, જે સાંભળવાના દરેક અનુભવને આકર્ષક અને સમાવેશક બનાવે છે.

ભારતમાં બ્રાવિઆ  થિયેટર બાર 8 અને બાર 9 તમામ સોની રિટેલ સ્ટોર્સ (સોની સેન્ટર અને સોની એક્સક્લુઝિવ), www.ShopatSC.com પોર્ટલ, મુખ્ય ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ તેમજ અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર 15મી જુલાઈ 2024થી ઉપલબ્ધ થશે.

 

Model Best Buy (in INR) Availability Date
BRAVIA Theatre Bar 8 89,990/- 15th July 2024 onwards
BRAVIA Theatre Bar 9 1,29,990/- 15th July 2024 onwards

બાર 8 પર રૂપિયા 8,000 અને બાર 9 પર રૂપિયા 10,000/-ની વધારાની કેશબેક ઓફર પણ છે, જેને ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પર મેળવી શકાય છે. બ્રાવિઆ  થિયેટર બાર 8 અને બાર 9 સાથે પસંદગીના બ્રાવિઆ  ટેલિવિઝનની ખરીદી પર રૂપિયા 8,000/-નું વિશેષ કોમ્બો ઓફર ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.